- BA, B.com, B.sc સહિત 23 થી વધુ પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ : કોરોના અસર
- વિદ્યાર્થીઓએ પરીક્ષા લગતી તમામ જાણકારી મેળવવા યુનિવર્સિટીની વેબસાઈટ ચકાસતા રહેવું હિતાવહ
ગુજરાત: ગુજરાતમાં વધતા જતા કોરોના વાઇરસના કહેરના કારણે બે દિવસના કરફ્યુ બાદ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરોમાં રાત્રી કરફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે. આ દરમિયાન સમગ્ર શૈક્ષણિક કાર્યો ઓનલાઇન કરવામાં આવ્યા છે અને અનેક વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાની યોજના પણ કરવામાં આવી છે. તેવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પહેલી ડિસેમ્બરથી શરૂ થનાર કોલેજ કક્ષાની બી.એ., બી.કોમ, બી.બી.એ., બી.એસ.સી. વગેરે સેમેસ્ટર 5 ની કુલ 23થી વધુ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં વધતા કોરોનાના કહેરના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત પહેલી ડિસેમ્બરથી લેનાર બી.એ., બી.કોમ. બી.એસ.સી જેવી પ્રથમ તબક્કાની વિવિધ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે તારીખ 1 ડિસેમ્બર 2020 ની પ્રથમ તબક્કામાં યોજનાર પરીક્ષા મુલત્વી રાખવામાં આવી છે. તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણી દ્વારા જણાવ્યું છે કે, કોરોનાના વધતા જતા કેસને કારણે યુનિવર્સિટીની પહેલી ડિસેમ્બરથી યોજનાર તમામ પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે. જેનો પરિપત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.
પરિપત્રમાં જણાવ્યા અનુસાર, મોકૂફ રાખવામાં આવેલ તમામ પરીક્ષાની હવે પછી નવી તારીખ બહાર પાડવામાં આવશે. પરીક્ષા લગતી તમામ જાણકારી યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઈટ પર મુકવામાં આવશે. જેથી સર્વે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની ઑફિશિયલ વેબસાઈટની ચકાસણી કરતા રહેવું હિતાવહ છે.