હળવદમાં આવેલ કૃષ્ણનગર રામદેવપીર મંદિર ખાતે અષાઢી બીજના દિવસે ઉકળતા દૂધની ધરાઈ ડેગ..

  • અષાઢી બીજના દિવસે પૂરી અને અમદાવાદમાં નગરના નાથ જગન્નાથજીની રથયાત્રા નિકળે છે
  • તો એજ દિવસે કચ્છીઓનું નવું વર્ષ પણ શરૂ થતું હોય છે.

ગુજરાત: મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ રામદેવપીર મંદિર ઘણું પ્રખ્યાત છે. લોકવાયકાઓ મુજબ રામદેવપીરના અનેક પરચાઓની કથાઓ પ્રચલિત છે. શૂન્યમાંથી સર્જન કરતા હળવદના રામદેવપીર યુવક મંડળ દ્વારા અષાઢી બીજ નિમિત્તે ઉકળતા દુધની 251 કિલોની ડેગ પ્રસાદી કરવામાં આવે છે.

આશરે 30 વર્ષ પહેલાં 50 મિત્રો સાથે મળીને રામદેવપીર યુવક મંડળ બનાવવામાં આવ્યું, ત્યારબાદ 1999માં કૃષ્ણનગરમાં રામદેવપીર મંદિરની સ્થાપના કરવામાં આવી. આજે હજારોની સંખ્યામાં રામદેવપીર મંદિરના દર્શનાર્થીઓ દર્શનનો લ્હાવો લે છે અને ધન્યતા અનુભવે છે. અષાઢી બીજ કે ભાદરવી અગિયારસના રોજ હજારો માણસો પ્રસાદ ગ્રહણ કરવા આવે છે. આ મંડળ દ્વારા ભાદરવી અગિયારસે લાડુનો પ્રસાદ આપવામાં આવે છે અને દર વર્ષે સત્ય નારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવે છે.

આ મંદિરના રામા મંડળ એટલે રામદેવપીર યુવક મંડળ દ્વારા છેલ્લા ત્રીસેક વર્ષથી રામદેવપીરના જીવન ચરિત્રનું સુપ્રસિદ્ધ આખ્યાન પણ કરવામાં આવે છે. જેને જોવા લોકો ગામે ગામથી ઉમટી પડે છે. શ્રદ્ધા ભક્તિથી તરબોળ કરતા આ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે.

જોકે, છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે તમામ મેળાઓ, મંડપો, જાહેર કાર્યક્રમો ઉપર સરકાર શ્રી ના આદેશનુસાર પ્રતિબંધ મુકાયા છે.

Related posts

Leave a Comment