ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં દહેજની માંગણી કરીને માનસિક- શારીરિક ત્રાસ આપતા સાસરિયા પક્ષ સામે નોંધાઈ ફરિયાદ માવતર ગરીબ હોવાથી યુવતી સાસરિયાનો ત્રાસ સહન કરતી હતી, અંતે કંટાળીને નોંધાવી FIR ગુજરાત: સુરેન્દ્રનગરમાં રહેતી યુવતીનાં વર્ષ 2018માં સમાજનાં રીતરિવાજ મુજબ ધ્રાંગધ્રાનાં યુવક સાથે લગ્ન થયા હતા. પરંતુ લગ્નનાં ત્રણ મહીના બાદ સાસરિયા તરફથી અવાર-નવાર દહેજની માંગ કરીને યુવતીને માનસિક અને શારીરિક ત્રાસ આપી ઘરની બહાર કાઢી મૂકી હતી. યુવતી છેલ્લા દોઢ વર્ષથી તેના પિતાની સાથે રહે છે. અંતે કંટાળીને યુવતીએ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં સાસરિયા પક્ષ સામે દહેજની માંગ કરીને માનસિક અને શારીરિક…
Year: 2021
ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર સ્વિફ્ટ કાર અને મીની એસ.ટી. બસ વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત
સ્વિફ્ટ કારમાં બેઠેલા ચારમાંથી ત્રણ વ્યક્તિનાં મોત, અન્ય એક વ્યક્તિને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પરની ઉમિયા ભવાની હોટલ આગળ સર્જાયો અકસ્માત ગુજરાત: ગઈકાલે ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ધ્રાંગધ્રા બાયપાસ પરની ઉમિયા ભવાની હોટલ આગળ સ્વિફ્ટ કાર અને મીની એસ. ટી. બસ વચ્ચે ગંભીર અકસ્માત થયેલો. તેમાં સ્વિફ્ટ કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર મોકલવામાં આવ્યા છે. ધ્રાંગધ્રા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ગત રવિવારે સાંજના આસરે…
“જીવન જીવવાની કળા” (હિંમતે મર્દા તો મદદ એ ખુદા)
શ્રમિક શબ્દનો અર્થ જ થાય છે શ્રમ કરનાર. દુનિયામાં શ્રમ કરનાર તો બધા જ છે. કોઈ શારીરિક શ્રમ કરે તો કોઈ માનસિક શ્રમ. શારીરિક શ્રમ અને માનસિક શ્રમ એમ બન્નેનું તાલમેલ કરીને જે આજીવિકા અને ઘર ચલાવી રહ્યા છે તેઓનું નામ છે સમીમબાનું શેખ. તો ચાલો, આપને હું લઇ જઉં આવી જ એક સાહસી, કુશળ, સહનશીલ અને મૃદુભાષી મહિલા સમીમબેનનાં જીવન સફર પર… સમીમબેન આસ્ટોડિયા ખાતે આવેલ એક ચાલીનાં રહેવાસી. તેમનાં પતિનું નામ આબિદભાઈ શેખ. તેમનાં ત્રણ બાળકોમાં અનુક્રમે દીકરો, દીકરી અને ફરી દીકરો એમ કરીને ઘરમાં કુલ પાંચ જણ.…
મહિલા હેલ્પલાઇન નંબર 1091ની શોધ કરનાર, સામાજિક કાર્યકર ‘રૂઝાનબેન ખંભાતા’ કોણ છે?
આજે એક એવા ઉર્જાવાન વ્યક્તિની વાત કરવી છે એમનાં પરીચયની શરુઆત કરું તો.. અત્યંત પ્રભાવશાળી પ્રતિભા ધરાવતા યુનિવર્સલ પીસ એમ્બેસેડર, યંગ બિઝનેસ આંત્રપ્રિન્યોર. તેમને સ્ત્રી સશક્તિકરણ, મહિલાબળ મિત્ર, જ્ઞાન સમાજ એવોર્ડ તેમજ એવા ઘણાં એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે. હું વાત કરી રહી છું, રૂઝાનબેન ખંભાતાની. જેઓએ નાની વયમાં પોતાનું બિઝનેસ શરૂ કર્યું અને આજે તેઓ મહિલા સશક્તિકરણ અને તેમને પગભર થવા અને રક્ષણ માટે હંમેશ પ્રયત્નશીલ રહે છે. તેમની સાથે કરેલ રૂબરૂ મુલાકાતનાં અમુક અંશો: પ્રશ્ન : તમે વેલ સેટલ્ડ ફેમિલીમાંથી આવો છો છતાં પોતાનું બિઝનેસ કરવાનું જ કેમ…
સોનલ માતાજી…ચારણોની પૂજનીય દેવી મા…
શું આપ જાણો છો તેમનાં વિશે? આજે લઈને આવી છું એક એવી જ ઐતિહાસિક ઘટનાનું વિવરણ જેને આપમાંથી કદાચ જ કોઈ અજાણ્યું હશે! તો ચાલો…લઇ જાઉં આજે આપ સૌને સોરઠનાં પ્રખ્યાત ધામમાં…જે આઈ.શ્રી.સોનલ માતાજી નામે ખૂબ જ પ્રચલિત છેજૂનાગઢથી માત્ર 30 કિલોમીટર દુર આવેલ છે મઢડા ગામ. આ ગામમાં આઈ.શ્રી.સોનલ માતાજીનું મંદિર આવેલ છે. 700 માણસોની વસ્તી ધરાવતું આ ગામ, લાખો ભક્તોની આસ્થાનું ધામ છે. ભક્તો આ મંદિરે માનાં દર્શન માટે સોનલધામ ખાતે ઉમટી પડે છે. મંદિરમાં બિરાજીત આઈ.શ્રી.સોનલમાની દયામયી મૂરતનાં દર્શન કરવા માટે દરરોજ ભક્તોની ભીડ રહે છે. 20 જેટલા…
હોલિવૂડની ફિલ્મ ‘ ધ અધર એન્ડ ઓફ લાઈન’માં પાબીબેગ્સ! કોણ છે પાબીબેન રબારી?
પાબીબેન…આ નામ આજે દેશભરમાં જાણીતું બન્યું…કારણ..તેઓ કેબીસીનાં કર્મવીર એપિસોડમાં આવ્યા અને વધુ પ્રખ્યાત થયા. ફેશનની દુનિયામાં આપે ઘણા નામો સાંભળ્યા હશે, પણ પાબીબેનએ ફેશનને એક અલગ જ સ્તરે લઇ ગયા. દેશ જ નહીં પણ વિદેશમાં પણ તેમનાં નામનો ડંકો વાગે છે.. તો ચાલો આજે જાણીએ પાબીબેનનાં જીવનચરિત્ર વિશે, તેમના સાહસો વિશે. પાબીબેનનો જન્મ મુન્દ્રા તાલુકાનાં એક નાનકડા ગામ કુકડસરમાં થયો હતો, ગામથી જ પાબીબેને શિક્ષણ લેવાની શરૂઆત કરી અને તેમનાં ઘરનાં મોભી, તેમનાં પિતાનું મૃત્યુ થઇ ગયું. આખરે પરિવારનું ગુજરાન ચલાવવા ઘરમાં સૌથી મોટા પાબીબેને અભ્યાસ છોડી, માતાને આર્થિક ટેકો…
ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, 50 લાખનો મુદ્દામલ જપ્ત
હરિયાણાનાં બ્રાન્ડની 570 પેટી સહીત 50 લાખ નો મુદ્દામાલ જપ્ત રિકો પોલિસે વાહન ચેકીંગ દરમિયાન દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પડ્યું ગુજરાત: રાજ્યની બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ તાલુકાને અડીને આવેલ રાજસ્થાન બોર્ડર જે આંતરરાજ્યોને જોડતી બોર્ડર છે. આંતરરાજયની આ ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર પર અવાર નવાર કેફી-પીણાં અને નશીલી ચીજવસ્તુઓ માટે મોખરે સ્થાન ધરાવે છે. આ અતિ સંવેદનશીલ ગણાતી આંતરરાજ્ય બોર્ડર પર નશીલી વસ્તુઓની અવરજવર રોકવા માટે બુટલેગરોનાં ઇરદાને નાકામ કરવા માટે આંતરરાજય ની બોર્ડર પર પોલિસ દ્રારા આવતા જતા વાહનોને સતત ચેકીંગ કરવામાં આવે છે. ત્યારે આજરોજ રાજસ્થાન રિકો પોલિસે…
ભારતને સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા પરિષદમાં સ્થાયી/કાયમી સભ્ય પદ મળવું જોઈએ?
ઓપન વિન્ડો: યુરોપિયન રાષ્ટ્રોની સ્વાર્થી નીતિને લીધે થયેલાં વિશ્વ યુદ્ધોએ માનવતાથી લઈને સામાજિક-રાજકીય સુરક્ષાનો છેદ ઉડાડી દીધો. પરિણામે દ્વિતીય વિશ્વયુધ્ધ બાદ સામૂહિક સુરક્ષાની જરૂરિયાત અનુભવાયી. જેનાં પરિણામે વર્ષ,૧૯૪૫માં સંયુક્ત રાષ્ટ્ર સંઘનું નિર્માણ થયું અને તેનાં એક પ્રમુખ અંગ તરીકે સંયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (UNSC)ની સ્થાપના કરવામાં આવી. સંયુક્ત રાષ્ટ્રસંઘનું કાર્યાલય અને તેનાં કર્મચારીઓનાં નિવાસસ્થાન અમેરિકાની આર્થિક રાજધાની ગણાતાં ન્યુયોર્ક શહેરમાં આવેલા છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘનું બંધારણ ઘડાયું ત્યારે અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન આ પાંચ દેશો સુરક્ષા પરિષદનાં કાયમી સભાસદો બન્યાં. જ્યારે જર્મની, ઈટલી કે જાપાન દુશ્મન દેશો હોવાથી…
વીર કર્મયોગી: વિવેકાનંદ
વીર કર્મયોગી: વિવેકાનંદ આજે સ્વામી વિવેકાનંદ પરનો ત્રીજો અને છેલ્લો લેખ. થોડી વાત કરીએ વિવેકાનંદનાં વિચારોની અને થોડી વાત વિવેકાનંદનાં અંતરમનની! ‘ભારતને માટે મને પૂરેપૂરો પ્રેમ હોવા છતાં, મારામાં પૂરેપૂરો દેશપ્રેમ ભરેલો હોવા છતાં અને પ્રાચીન પૂર્વજોને માટે સંપૂર્ણ સન્માનની ભાવના હોવા છતાં, મને એ વિચાર આવ્યા વગર રહેતો નથી કે આપણે બીજી પ્રજાઓ પાસેથી હજી ઘણી બાબતો શીખવાની છે. જ્ઞાન માટે આપણે સૌને ચરણે બેસવાને તૈયાર રહેવું જોઈએ. સાથે આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે આપણે પણ જગતને એક મહાન બોધપાઠ શીખવવાનો છે. ભારતની બહારનાં વિશ્વ સિવાય આપણને…
વીર કર્મયોગી: વિવેકાનંદ
વીર કર્મયોગી: વિવેકાનંદ ગતાંકમાં આપણે નરેન્દ્રનાથ- સ્વામી વિવેકાનંદ બન્યા ત્યાં સુધી જોયું. વિવેકાનંદ ભારતમાં વિભિન્ન પ્રદેશોમાં યાત્રા કરતા-કરતા ધર્મ પ્રચાર કરવા લાગ્યા. તેઓ કોઈની પાસે ભિક્ષા માગતા નહીં. કોઈની સામે ભોજન માટે હાથ લંબાવવો નહીં તેવો એમનો દ્રઢ નિશ્ચય. પરંતું જો કોઈ સ્વયં બોલાવીને ભોજન આપે તો જ ભોજન ગ્રહણ કરવું આવા નિશ્ચય ને કારણે કેટલીક વખત દિવસો સુધી ભોજન મળતું ન હતું. એક દિવસ સાંજે વિવેકાનંદ એક ઘોડાનાં તબેલા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં સામે જ એક વ્યક્તિ ઊભો હતો. વિવેકાનંદએ બે દિવસથી અન્નનો એક પણ દાણો મોંઢામાં…