અમીરગઢ આરાસુરી હોટેલ નજીક અકસ્માત

અમીરગઢ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો ઝારી

NH 27 પર વરસાદી ખાડા પુરવા અને ઝાડ કટીંગનું કામ ચાલુ હોવાથી વાહન ચાલકોને વાહન ધીમે હંકારવાના બોર્ડ માર્યા હોવા છતાં લાપરવાહી

ગુજરાત: પાલનપુર થી આબુરોડ વચ્ચેના રોડ પર હાલ વરસાદી ખાડા પુરવા, રોડનું સમારકામ અને ઝાડ કટિંગનું કામ ચાલુ છે જેથી થોડાં થોડાં અંતરે સ્પીડ બ્રેકર મુકેલા છે અને નોટિસ બોર્ડ પણ માર્યા છે ત્યારે પુર ઝડપે આવતા વાહનો જલ્દી નીકળવાની લાલચે સ્પીડને વધુ વધારે છે અને કટ મારીને નીકળી જઈ સમય બચાવવા જતા એ થોડાં સમયની ઉતાવળમાં પોતાની ઝીંદગીની પણ પરવાહ કરતા નથી અને પરિણામે અકસ્માત નિપજતા હોય છે અમીરગઢ હાઈવે પર હાલમાં અવારનવાર અકસ્માતોના કિસ્સા વધવા લાગ્યા છે.

આજરોજ સાંજે ચાર વાગ્યાના સુમારે KTM નં. GJ 08 CA 8330 બાઇક પર બે યુવાનો અમીરગઢથી પાલનપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક બાઇકનો અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ બન્ને યુવાનો પોતાની વાતોમાં એટલા મશગુલ હતાં કે તેમને પોતાની આગળ કોઈ સાધન છે કે નહીં તે પણ કદાચ જોયું નહિ હોય આગળ જતાં સાધને રોડનું સમારકામ ચાલુ હોવાથી અને સ્પીડ બ્રેકર મુકેલા હોવાથી પોતાનું વાહન ધીમે કરતા બાઇક ચાલકે આગળ જતાં સાધન સાથે ટકરતા અકસ્માત સર્જાયો હતો.

 

 

અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામ થયું હતું ત્યારે અમીરગઢ પોલીસ સ્ટાફના માણસો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને અકસ્માત જોતા સ્થિતિને સમજીને એમ્બ્યુલન્સની રાહ નાં જોતા અમીરગઢ બાજુ આવતા પ્રાઇવેટ સાધનમાં બન્ને યુવકોને અમીરગઢ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા અને ત્યાં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ એક યુવકને માથાના ભાગમાં વધુ ઇજા માલુમ પડતાં પાલનપુર ખસેડવામાં આવ્યા હતા અમીરગઢ પી. એસ. આઈ. એ આગળની આગળની કાર્યવાહી હાથ ધરી.

Related posts

Leave a Comment