ગુજરાત: વિધાતાનાં નવ નિર્માણની કલાકૃતિ એ નારી: નવા યુગની મહિલાઓની નવી સાહસિકતા. એક એવી કંપની જે હાલનાં સમયે ખૂબ અગત્યની ગણાતી RT-PCR ટેસ્ટ કીટ બનાવે છે. અને તેના ઉત્પાદનનાં તમામ વિભાગોનું નેતૃત્વ મહિલાઓ કરે છે. આ 6 મહિલાઓનાં ઉચ્ચ શિક્ષણ વ્યવસાયિક પ્રવિણતા અનુભવ નારી સહજ કોઠાસૂઝ અને કુશળતાનાં સમન્વયથી કોરોના કાળમાં ઉપયોગી માસિક 3.5 લાખ કોરોના ટેસ્ટ કીટ બની રહી છે. વડોદરા જિલ્લામાં કાર્યશીલ કોસારા ડાઈગ્નોસીસમાં મહિલાઓ દ્વારા ઉત્તમ કામગીરી દર્શાવવામાં આવી છે. આ મહિલાઓ વિવિધ વિભાગોમાં અગ્રણી રહી RT-PCR ટેસ્ટ કીટનું મહત્તમ ઉત્પાદન અને પ્રમાણભૂતતાનું ધ્યાન રાખે છે. વર્ષોથી…
Year: 2021
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન: આપણાં ફિલસુફ-રાજા
ભારતમાં ભૂતકાળના સમયથી મહાન સંતો, દાર્શનિકો, તત્વજ્ઞાનીઓ, શિક્ષકો અને બૌદ્ધિક લોકોની લાંબી પરંપરા છે. તેમનું શાણપણ, ભણતર, અધ્યપનથી આખા વિશ્વને ફાયદો થયો છે. ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન આવા જ મહાન માસ્ટર ફિલોસોફરોમાંના એક છે. તેમને માત્ર આઝાદ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કે દ્રિતીય રાષ્ટ્રપતિ તરીકે જ ઓળખાવવા એ આપણી ભુલ છે, મોટામાં મોટી ભુલ. તેઓ એક પ્રખ્યાત ફિલોસોફર, ઉમદા શિક્ષક, રાજકારણી, પ્રખર વક્તા,ઉચ્ચ કોટીના લેખક અને કુશળ સંચાલક રહ્યા છે. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ ૫ સપ્ટેમ્બર,૧૮૮૮ના રોજ તામિલનાડુના તિરુતાનીમાં રૂઢીવાદી બ્રાહ્મણ કુટંબમાં થયો હતો. સર્વપલ્લી વીરસ્વામી તેમના પિતાનું નામ અને તેની માતાનું નામ સીતામ્મા…
“एक कदम ईन्सानियत की ओर” ગ્રુપનાં યુવાનો દ્રારા અબોલ પશુ-પક્ષીઓ માટે કુંડા લગાવાયા
ગુજરાત: સેવાથી મોટું કોઈ મહાન કાર્ય નથી. એકબીજાની મદદ કરવી અને દરેક જીવ પ્રત્યે લાગણીઓ દાખવવી એ જ સાચા અર્થે માનવતા કહેવાય. જીવન નિર્વાહમાં દરેક જીવ એકમેક પર નિર્ભર રહેતા હોય છે. તેવામાં માનવ જાતિએ દરેક અબોલ પશુ-પક્ષી પ્રત્યે માનવતા દાખવી તેમની કાળજી રાખવી ખૂબ જ આવશ્યક છે. સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર છવાયો છે. તેની સાથે લોકોને ઉનાળાની કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી અગન વર્ષા વર્ષાવતી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે દસાડા-પાટડી તાલુકાનાં વણોદ ગામનાં “एक कदम ईन्सानियत की ओर” ગ્રુપનાં યુવાનોએ માનવતા…
અમારા ધારાસભ્યોને પણ કામ આપો: હાર્દિક પટેલ
ગુજરાત: રાજ્યમાં ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં રોજ રેકોર્ડબ્રેક વધારો જોવા મળી રહ્યો છે. એવામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં લોકોને મદદ કરવા માટે તેમજ દર્દીઓને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર 90999 02255 શરૂ કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમિત ચાવડાએ ઈન્જેક્શનોનું કોંગ્રેસ દ્વારા મફત વિતરણ કરવાની તથા સરકાર દ્વારા શ્વેતપત્ર જાહેર કરવામાં આવી એવી માગણી કરાઈ હતી. ત્યારે આજે કોંગ્રેસનેતા હાર્દિક પટેલે પણ સોશિયલ મીડિયા દ્વારા મુખ્યમંત્રીને કોરોના મહામારીમાં કોંગ્રેસને પણ મદદ કરવા દેવાની વિનંતી કરી છે. હાર્દિક પટેલે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું…
કોરોના સંક્રમિત દર્દીઓના સગા- સંબંધીઓ સાથે મુખ્યમંત્રી જામનગરની હોસ્પિટલમાં
ગુજરાત: મુખ્યમંત્રીશ્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જામનગર શહેરમાં આવેલી ગુરુ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલની રૂબરૂ મુલાકાત કરીને કોરોનાની દર્દીઓને અપાતી સારવારની જાત તપાસ કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીશ્રી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓના સગા- સંબંધીઓ સાથે રૂબરૂ વાત ચીત કરીને હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓનાં સગાઓને મળી ખબર-અંતર પૂછ્યા હતા. તેમના સ્વજનો જલ્દીથી સાજા થઇ ઘરે જાય તેવી શુભેચ્છાઓ આપીને આ માટે જરૂરી તમામ મદદ કરવાની રાજ્ય સરકાર વતી મુખ્યમંત્રીશ્રીએ દર્દીઓના સગાઓને ખાતરી પણ આપી હતી.…
લાલ કિલ્લાનાં કેસનાં આરોપી દીપ સિદ્ધુને દિલ્હી કોર્ટે આપ્યા જામીન
નેશનલ: પ્રજાસત્તાક દિન પર ખેડૂત ટ્રેક્ટર રેલીમાં થયેલી લાલ કિલ્લાના કેસ અને હિંસાના આરોપી દીપ સિદ્ધુને દિલ્હી કોર્ટે જામીન આપ્યા છે. તેઓ જરૂરી કાગળો કર્યા પછી ટૂંક સમયમાં જેલની બહાર આવશે. પ્રજાસત્તાક દિનની આ હિંસામાં કેટલાક વિરોધીઓ પર ધાર્મિક ધ્વજ લહેરાવવા ભારતીય ત્રિરંગો ઉંચકવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઘટનામાં દીપ સિદ્ધુ પરનો આરોપ એ છે કે તેમણે ભીડને ઉશકેરી હતી. તેમને જામીન મળી ગયા છે. દીપ સિદ્ધુને ત્રીસ-ત્રીસ હજાર રૂપિયાના બોન્ડ સાથેની બે બાંયધરીના આધારે જામીન મળ્યા છે. દીપ સિદ્ધુને જામીન આપતી વખતે કોર્ટે કેટલીક શરતો મુકી છે. કોર્ટે…
તમિલ અભિનેતા વિવેકે આપી વિશ્વને વિદાય
મનોરંજન: તમિલ અભિનેતા વિવેકનું ચેન્નઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે. તે 59 વર્ષનાં હતા. વિવેકને 16 એપ્રિલનાં રોજ હાર્ટ એટેક આવ્યા બાદ ચેન્નાઇની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે ડોકટરો પાસેથી ઇસીએમઓ સારવાર લઈ રહ્યા હતા. તે આઈસીયુમાં ડોકટરોની દેખરેખ હેઠળ હતા. જોકે, આજે સવારે 4.45 વાગ્યે તેમણે વિશ્વને વિદાય આપી. વિવેકે કોવિડ રસીનો પ્રથમ ડોઝ પણ લીધો, ત્યારબાદ તેમણે મીડિયાને કોવિડ રસી લેવાની જરૂરિયાત વિશે જણાવ્યું. 15 એપ્રિલે, વિવેકને કોરોના રસી લીધી. કોવિડ રસીનો પ્રથમ ડોઝ લેવા વિવેક તેના મિત્ર સાથે ઓમંડુરર સરકારી હોસ્પિટલમાં ગયા. આ પછી…
કુંભને પ્રતિકાત્મક રાખવાની સંતોને વડાપ્રધાનએ અપીલ કરી
નેશનલ: અત્યારે ચાલી રહેલા કુંભ સ્નાનમાં કોવિડ નિયમોની અવગણના કરવામાં આવી રહી છે. બીજી તરફ, કુંભમાં આવેલા ઘણા ભક્તો પણ કોરોનાની પકડમાં આવી ગયા છે. જેના કારણે તેને રોકવાની અપીલ કરવામાં આવી રહી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ કરવામાં આવી છે. દેશમાં વધી રહેલા કોરોના પ્રકોપને પગલે પીએમ મોદીએ હવે કોવિડ સંક્રમણને કારણે પ્રતિકાત્મક કુંભ રાખવા અપીલ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર દ્વારા કુંભના ભક્તોને અપીલ કરી છે કે બે શાહી સ્નાન થઈ ચૂક્યા છે અને હવે કોરોના સંકટને કારણે કુંભને પ્રતિકાત્મક રાખવો જોઈએ. તેમણે…
આજે 7:30એ વાનખેડે સ્ટેડિયમમાં બે કિંગ્સની જંગ
ચેન્નઇ જીતનું ખાતું ખોલવા અને પંજાબ જીતને બનાવી રાખવા ઉતરશે મેદાને IPL: આઈપીએલ 14ની 8મી મેચમાં બે કિંગ્સ ટીમ જોવા મળશે સામસામે. ચેન્નઇ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7:30એ મેચ જોવા મળશે. ચેન્નઇ પહેલી મેચ દિલ્હી સામે હારી હતી, જ્યારે પંજાબ તેની પહેલી મેચ રાજસ્થાન સામે જીતી હતી. CSK vs PBKS ના આંકડા શું કહે છે. આઈપીએલ ના રેકોર્ડ મુજબ ચેન્નઇ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અત્યાર સુધીમાં (2008 to 2020) 23 મેચ જોવા મળી છે. જેમાં CSK 14 વખત જીતી છે. અને PBKS…
દેશમાં કોરોનાની સ્થિતિ અંગે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું
શુક્રવારે દેશમાં કોરોના વાયરસના 2,17,353 નવા કેસ નોંધાયા બાદ અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,42,91,917 થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોવિડ -19 રોગચાળો સામેલ કરવાની વ્યૂહરચના માટે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વિટ કર્યું, ‘કેન્દ્ર સરકારની કોવિડ વ્યૂહરચના – પ્રથમ પગલું – લોકડાઉન કરો. બીજું પગલું – ઘંટડી વગાડો. ત્રીજું પગલું – ભગવાનના ગુણ ગાઓ. બીજી તરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકોને અપીલ કરી, ‘પ્રિય દેશવાસીઓ, આ આપણા બધા માટે ખૂબ જ મુશ્કેલીનો સમય છે. આપણા બધાના પરિવારના સભ્યો, આપણા પ્રિયજનો અને…