“एक कदम ईन्सानियत की ओर” ગ્રુપનાં યુવાનો દ્રારા અબોલ પશુ-પક્ષીઓ માટે કુંડા લગાવાયા

ગુજરાત: સેવાથી મોટું કોઈ મહાન કાર્ય નથી. એકબીજાની મદદ કરવી અને દરેક જીવ પ્રત્યે લાગણીઓ દાખવવી એ જ સાચા અર્થે માનવતા કહેવાય. જીવન નિર્વાહમાં દરેક જીવ એકમેક પર નિર્ભર રહેતા હોય છે. તેવામાં માનવ જાતિએ દરેક અબોલ પશુ-પક્ષી પ્રત્યે માનવતા દાખવી તેમની કાળજી રાખવી ખૂબ જ આવશ્યક છે. સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર છવાયો છે. તેની સાથે લોકોને ઉનાળાની કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી અગન વર્ષા વર્ષાવતી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે દસાડા-પાટડી તાલુકાનાં વણોદ ગામનાં “एक कदम ईन्सानियत की ओर” ગ્રુપનાં યુવાનોએ માનવતા દર્શાવી અબોલ પશુ-પક્ષીઓની સેવા અર્થે કાર્યરત થયા છે. આવી કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે હેતુથી યુવાનો દ્રારા ગામમાં કુંડા લગાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ વ્યક્ત કર્યું છે.

દસાડા-પાટડી તાલુકાનાં વણોદ ગામનાં “एक कदम ईन्सानियत की ओर” ગ્રુપનાં યુવાનો દ્રારા કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે હેતુ સાથે યુવાનોએ સેવાકિય પ્રવૃતિ હાથ ધરી માનવતા દાખવી છે. યુવાનો દ્રારા પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે ગામમાં પાણીનાં કુંડા લગાવવામાં આવ્યા છે. જેમાં ગામનાં અનેક વિસ્તારોમાં યુવાનો દ્રારા પક્ષીઓ માટે પાણીનાં કુંડા લગાડી જીવદયા દેખાડી છે. વણોદ ગામનાં “एक कदम ईन्सानियत की ओर” ગ્રુપનાં યુવાનો દ્રારા દર વર્ષે અબોલ પશુ-પક્ષીઓ માટે સેવાકિય પ્રવૃતિ હાથ ધરવામાં આવે છે. યુવાનો દ્રારા ગામમાં 100 કુંડા લગાવવામાં આવેલા અને સાથે-સાથે પક્ષીઓ માટે 20 જેટલાં માળાઓ પણ મુકવામાં આવ્યાં હતાં. ઉપરાંત યુવાનો દ્રારા દર વર્ષે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનું કાર્ય પણ કરવામાં આવે છે.

જો આ રીતે સમગ્ર માનવ જાતિ વણોદ ગામનાં યુવાનોની માફક સૃષ્ટિ પરનાં અબોલ પશુ-પક્ષીઓ પ્રત્યે સેવાકિય પ્રવૃતિ કરે તો, સાચા અર્થે માનવતા હજુ પણ જીવી રહી છે તેમ કહી શકાય!!

Related posts

Leave a Comment