કોરોના સંક્રમિત દર્દીઓના સગા- સંબંધીઓ સાથે મુખ્યમંત્રી જામનગરની હોસ્પિટલમાં

ગુજરાત: મુખ્યમંત્રીશ્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જામનગર શહેરમાં આવેલી ગુરુ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલની રૂબરૂ મુલાકાત કરીને કોરોનાની દર્દીઓને અપાતી સારવારની જાત તપાસ કરી હતી.

આ દરમિયાન મુખ્યમંત્રીશ્રી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓના સગા- સંબંધીઓ સાથે રૂબરૂ વાત ચીત કરીને હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓનાં સગાઓને મળી ખબર-અંતર પૂછ્યા હતા. તેમના સ્વજનો જલ્દીથી સાજા થઇ ઘરે જાય તેવી શુભેચ્છાઓ આપીને આ માટે જરૂરી તમામ મદદ કરવાની રાજ્ય સરકાર વતી મુખ્યમંત્રીશ્રીએ દર્દીઓના સગાઓને ખાતરી પણ આપી હતી.


આ પણ વાંચો: મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આવતીકાલે જામનગર અને ભુજ – કચ્છ ખાતે કોરોનાની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે


Related posts

Leave a Comment