જૂનાગઢમાં AAP નેતા મહેશ સવાણી અને ઈસુદાન ગઢવી પર હુમલો, ગાડીઓનાં કાચ તોડ્યાં

ગુજરાત: AAPનાં નેતા મહેશ સવાણી અને ઈસુદાન ગઢવી પર કેટલાંક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. જૂનાગઢનાં લેરિયા ગામમાં આ હુમલો કરવામાં આવ્યો છે. હુમલા દરમિયાન તેમની ગાડીઓનાં કાચ પણ તોડી નાખવામાં આવ્યાં છે. આ હુમલામાં આમ આદમી પાર્ટીનાં નેતાઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની વિગત એવી છે કે, જૂનાગઢનાં વિસાવદરમાં AAPનાં નેતાઓ પર પથ્થમારો કરવામાં આવ્યો હતો. પાર્ટીની સભા યોજાય તે પહેલાં જ આ હુમલો કરવામાં આવ્યો હતો. આપનાં નેતા મહેશ સવાણી અને ઈસુદાન ગઢવી પર હુમલાની સાથે તેમની કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. આ હુમલામાં બે લોકોને…

અમુલે એક લિટર દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો

હવે અમુલની 500 મીલીની થેલી એક રૂપિયો મોંઘી થઈ જશે આ ભાવ આવતી કાલથી લાગુ પડશે નેશનલ: સુમુલ ડેરીએ એક લિટરે દુધમાં 2 રૂપિયાનો વધારો કર્યા પછી હવે અમુલે પણ દૂધના ભાવમાં વધારા કર્યો છે. અમુલે એક લિટર દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ આવતી કાલથી લાગુ પડશે. જેને કારણે હવે અમુલની 500 મીલીની થેલી એક રૂપિયો મોંઘી થઈ જશે. અમુલ ગોલ્ડ 500 મીલી પહેલા 28 રૂપિયે હવે 29 રૂપિયે મળશે. તેજ રીતે અમુલ તાજા શક્તિ ટી સ્પેસ્યલ બફેલો દુધ તમામાં લિટરે ૨નો વાધારો કરાયો છે. કોરોના…

સસ્તું થઈ શકે છે ખાદ્ય તેલ, સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

નેશનલ: દેશમાં પેટ્રોલની સાથે સાથે ખાદ્ય પદાર્થોનાં ભાવોમાં પણ રોજ-બરોજ થોડી-થોડી વૃદ્ધિ જોવા મળતી હતી. જેની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોનાં ઘરમાં જોવા મળતી હતી. સ્થાનિક બજારમાં ખાદ્યતેલોનાં ભાવ નીચે લાવવાનાં હેતુસર સરકારે મંગળવારે ક્રૂડ પામ ઓઇલ પર આયાત ડ્યુટીનો ધોરણ દર ઘટાડીને 10 ટકા કર્યો છે. અન્ય પામ તેલ પર તે 37.5 ટકા રહેશે. આ નિર્ણય 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ (CBIC)એ એક જાહેરનામું બહાર પડ્યું છે જેમાં જણાવ્યું છે કે, ક્રૂડ પામ ઓઇલ પર સ્ટાન્ડર્ડ કસ્ટમ્સ ડ્યુટી (BCD) દર…

બાલિકા વધુ ફેમ અવિકા કરી રહી છે એક્સ રોડિઝને ડેટ, જાણો શું છે તેની રોમેન્ટિક કહાણી

મનોરંજન: અવિકા ગોરએ કલર્સ ટીવીનાં પ્રચલિત શો ‘બાલિકા વધુ’માં આનંદીની ભૂમિકા ભજવીને ખ્યાતિ પામી હતી. આ શોની આનંદી અને જાગીયા(જગદીશ)ની જોડીને લોકોએ ખૂબ વખાણી હતી. એ સમયે આનંદી ઉર્ફ અવિક ફક્ત 11 વર્ષની હતી. આનંદી હવે યુવાવયે પહોંચી ચૂકી છે અને એક્સ રોડીઝ કંટેસ્ટેન્ટને ડેટ કરી રહી છે. અને પોતાના સોશિયલ મીડિયામાં એક બીજા સાથેનાં રોમેન્ટિક ફોટો પણ મૂકે છે. તમને જણાવી દઈએ કે અવિકાનો જન્મ 30 જુન 1997નાં રોજ થયો હતો. તે મૂળરૂપે ગુજરાતી પરિવારમાંથી આવે છે. પરંતુ વર્ષોથી મુંબઇમાં રહે છે અને તેનો જન્મ પણ મુંબઈ માંજ થયો…

કવિયિત્રીવિશ્વમાં વૈશ્વિક કાવ્યો : જુદા જુદા રાજ્યનાં કવિયિત્રીનાં કાવ્યોનો આસ્વાદ

કવિયિત્રીવિશ્વનાં સંપાદનની પ્રસ્તાવનામાં કવિ સુરેશ દલાલે લખ્યું છે કે સૌ પહેલી કવિતા લખનાર કદાચ કોઈ સ્ત્રી જ હશે. માનવકુળમાં પુરુષ જરા જડ, કઠોર, વિચારપ્રધાન, રાજસી, અને દોડધામમાં વ્યસ્ત. બીજી તરફ સ્ત્રી નાજુક, સંવેદનશીલ, લાગણીપ્રધાન અને પ્રમાણમાં થોડાં નિરાંતવા જીવવાવાળી. હાલરડાં, મંગળગીતો, લગ્નગીતો, લોકગીતો અને આખરે મરસિયા ગાવાનું સ્ત્રીને ભાગે જ આવે છે. આથી હલક અને લય માટે સ્ત્રીનાં કાન ઘડાયેલા છે. એનો કંઠ પણ ઝીણો ને મીઠો. આશા, આકાંક્ષા, ઝંખના, ઉમંગ, ચિંતા, પીડા, યાતના આ બધી લાગણીઓથી સ્ત્રીનું જીવન પુરુષ કરતાં વધારે સભર છે. પછી કવિતા લખનાર પહેલી સ્ત્રી કેમ…

થાનગઢના ચાંદ્રેલિયાથી વેલાળાના રસ્તામાં એક ગુમનામ ઓટો રીક્ષામાંથી ₹ 12000નો વિદેશી દારૂ પકડાયો

પોલીસ પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળતાં રીક્ષા ઝડપી પડાઈ, પરંતુ રીક્ષાની આજુબાજુ કોઈજ જણાયું ન હતું. રીક્ષાના માલિકને પોલીસની આવવાની જાણ થતાં પહેલાથી રફુચક્કર… ગુજરાત: ગત સોમવારના રોજ થાનગઢ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન ચાંદ્રેલિયાથી વેલાળા તરફના ઓકળામાં બજાજ કંપનીની એક કાળા કલરની ઓટો રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ઉભી હોવાની બાતમી મળતાં પોલીસે ત્યાં રેઇડ મારી હતી. પોલીસ તપાસ કરતાં રીક્ષામાંથી કુલ 40 નંગ રૂ.12000ની કિંમતનો વિદેશી દારૂ મળી આવતાં ફરિયાદ નોંધી છે. થાનગઢ પોલીસ સ્ટાફના માણસો રાત્રીના સમયે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતાં.…

ધ્રાંગધ્રા-જેસડાના રણમાં મીઠું પકવતા અગરીયા સમુદાયના લોકોને પીવાનું પૂરતું પાણી નથી મળતું

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત સદસ્ય છત્રસિંહ એસ. ગુંજારીયાએ જિલ્લાના પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને લેખિતમાં રજૂઆત કરી રાજ્ય સરકારની ‘જળ જીવન મિશન’ યોજના અંતર્ગત અગરીયા લોકોને રણમાં પાઈપ લાઈન દ્વારા પીવાનું પાણી કાયમી ધોરણે મળી તેવી રજૂઆત ગુજરાત: ગત ગુરુવારે સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત સદસ્યશ્રી છત્રસિંહ એસ. ગુંજારીયા દ્વારા ધ્રાંગધ્રા-જેસડાના રણમાં મીઠું પકવતા અગરીયા સમુદાયના લોકોને યોગ્ય પીવાનું પાણી મળી રહે તે હેતુથી, તેઓને પાઈપ લાઈન દ્વારા પીવાનું પાણી કાયમી ધોરણે મળી રહે એ માટે રાજ્ય સરકારની ‘જળ જીવન મિશન’ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લના પાણી પુરવઠા ગટર વ્યવસ્થા…

અમીરગઢ રેલવે અન્ડરપાસ પહેલાજ વરસાદનાં પાણીથી બન્યું મીનીતળાવ

લાખોના ખર્ચે બનેલો અંડરપાસ સિઝનના પહેલા વરસાદમાં જ પાણીથી ભરાયું અંદાજે 10થી વધું ગામને અમીરગઢ આવવા જવા માટે આ એક જ મેઈન રોડ ગુજરાત: અમીરગઢ ગામમાંથી હાઈવે જવા માટે એકજ મુખ્ય માર્ગે હયાત છે. અંદાજે 10થી વધું ગામ ને અમીરગઢ આવવા જાવા માટે એક જ મેઈન રસ્તો હયાત છે. જે હલામાંજ લાખોના ખર્ચે રેલવે અન્ડરપાસ બનાવામાં આવ્યો હતો. જોકે પ્રજાએ અન્ય અંડરપાસ જોઈ ને ચોમાસામાં હાલાકી પડશે તેવી વકી પેહલથીજ હતી. અમીરગઢ ગામથી અમીરગઢ હાઈવે જવા માટે રેલવે ફાટક હટાવીને તેની જગ્યાએ લાખોના ખર્ચે અંડરપાસ બનાવમાં આવ્યો છે. પણ પહેલાજ…

રાજચરાડી ગામમાં ચરમારીયા દાદાના સાનિધ્યમાં 275થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યાં

રાજચરાડીના ગ્રામજનોએ વૃક્ષા રોપણ કરી પ્રકૃતિ પ્રેમ જવાબદારી નિભાવી રાજકોટના રહેવાસી હિંમતભાઈ સવજીભાઈ દ્વારા ગ્રામજનોને વૃક્ષો અર્પણ કરવામાં આવ્યાં ગુજરાત: પ્રકૃતિનું જતન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. એક પ્રકૃતિ માત્રથી જ માનવ સૃષ્ટિને યોગ્ય કુદરતી વાતાવરણ મળી રહે છે. ત્યારે રાજચરાડી ગામના ગ્રામજનો દ્વારા 275 થી વધુ અલગ-અલગ વૃક્ષો રોપી સુંદર મજાનું વાતાવરણ ઉભું કર્યું છે. ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામમાં આવેલ ચરમારીયા દાદાના મંદિરની જગ્યાએ વૃક્ષા રોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા ગામની શોભા અને કુદરતી વાતાવરણ મળી રહે તે હેતુથી વૃક્ષા રોપણ કરવામાં આવેલું. રાજકોટના રહેવાસી હિંમતભાઈ…

અચ્છા ખાસા બૈઠે-બૈઠે ગુમ હો જાતા હૂં; અબ મેં અક્સર મેં નહીં રહતા,તુમ હો જાતા હૂં!

આ સરોવર કાંઇ તારી પ્રેયસી છે? તો તું ક્યારનો એને નિષ્પલક તાકી રહ્યો છે? અહીં આવીને,મને મુકીને- સરોવરની સામે તાક્યા કરવાનું અને મારો એક હાથ તારા હાથમાં લઇને એની ઉપર સતત આંગળી ફેરવ્યા કરે છે એનું કારણ મને આજ સુધી સમજાતું નથી’,તું મારી આંખ આગળ તારો હાથ ફેરવીને પુછે છે. પણ હું શું જવાબ આપું? તું જ કહે છે ને કે,’અમુક અનુભુતિને વર્ણવવાનું કૌશલ્ય ઇશ્વરે તને નથી આપ્યું.અને આ બાબત માટેની મારી શિકાયત હંમેશા રહેશે!’ પણ, મને ખબર છે હવે તું મને બોલાવીશ નહી. બેસવા દઇશ મને એમ જ. પણ…