ગુજરાત: થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં એક મેસેજ ખૂબ વાયરલ થયો હતો. જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે આવતા થોડા દિવસોમાં ગુજરાતમાંથી કારોના ઓછો થઈ જશે. કારણકે ટૂંક જ સમયમાં મુખ્યમંત્રીનાં પુત્રનાં લગ્નનું આયોજન છે. આ આયોજન ખૂબ મોટું હોવાનાં કારણે કોઈ પણ પ્રકારનું લોકડાઉન પણ નહીં આવે અને કોઈ નિયમો પણ કડક કરવામાં નહીં આવે. અંતે આજે મુખ્યમંત્રીએ મૌન તોડ્યું અને આ વાતને પાયા વિહોણી છે. તે બાબતે એક ટ્વીટ કર્યું છે. ટ્વીટ કરી અને ખોટ મેસેજને વાઇરલ કરી અને લોકોમાં ખોટી વાતો ફેલાવતા લોકોને કડક જવાબ આપ્યો છે.…
Day: April 7, 2021
PSI શારીરિક કસોટી મોકૂફ: પરીક્ષાર્થીઓને મળ્યો તૈયારી માટેનો વધુ સમય
એપ્રિલ 2021 માં લેવામાં આવનાર શારીરિક કસોટી સરકાર દ્વારા મોકૂફ રાખવામાં આવેલ છે. થોડા દિવસ પહેલા જ ટ્વીટ કરીને માહિતી આપાઈ હતી કે પરીક્ષા રાબેતા મુજબ જ લેવામાં આવશે. જો કોઈ પરિક્ષાર્થીને કોરોના હશે તો તેના માટે ખાશ પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. પરંતુ ગઈ કાલે મુખ્યમંત્રીની જાહેરાત બાદ આજે ભરતી પ્રક્રિયાની વેબસાઇટ OJAS પર જાહેરાત કરવામાં આવી છે કે આ શારીરિક કસોટી આગમી સૂચના નાં મળે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવેલી છે.
હ્યુન્ડાઇએ IONIQ 5 ઇલેક્ટ્રિક કાર કરી લોન્ચ, એક જ વખત ચાર્જ કરવા પર ચાલશે 430 કિલોમીટર
ટેકનોલોજી: IONIQ 5 બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. એક જે 72.6 kilowatt-hour (kWh)ની બેટરી અને બીજી જે 58 kilowatt-hour (kWh)ની બેટરી સાથેનું સ્ટાન્ડર્ડ મોડેલ મળશે. કંપનીનાં જણાવ્યું અનુસાર, The long-range version એક જ ચાર્જ પર 430 કિમી સુધીની મુસાફરી કરી શકે છે અને 18 મિનિટની અંદર બેટરીને 80 ટકા ચાર્જ કરી શકાશે. દક્ષિણ કોરિયન ઓટો જાયન્ટ હ્યુન્ડાઇ મોટરએ મંગળવારે તેના પોતાના ઇલેક્ટ્રિક વાહન (ઇ.વી.) પ્લેટફોર્મનું પ્રથમ મોડેલ IONIQ 5 નું લોન્ચ કર્યું, હવે આ કંપની ભવિષ્યની ટેક્નોલોજી ઉપર કામ કરી રહી છે. હ્યુન્ડાઇએ કહ્યું કે તે આવતા મહિને યુરોપમાં, બીજા ક્વાર્ટરમાં…
ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનનાં કર્મચારી રાજેશભાઇ શાહ કોરોના સામે હારી ગયા : યુનિવર્સિટી શોકાતુર
ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં કાર્યરત કર્મઠ, ઉત્સાહી અને મૃદુભાષી, પૂર્વ મંત્રી જનરલ એમ્પ્લોઈ યુનિયન, GUSSRC ના કારોબારી સદસ્ય એવા કર્મચારીશ્રી રાજેશભાઇ શાહ આજે સવારે 6.15 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓને 10 દિવસ પહેલા શરદી-ઉધરસ ની તકલીફ થઈ હતી.કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા શૈલયા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ઓક્સિજન ઓછો પડતા ગઈકાલે સાબરમતી – તપોવન સર્કલ વચ્ચે આવતી SMS હોસ્પિટલમાં સારવાર માટે જતા રસ્તામાં જ થોડી સમસ્યા થઇ. SMS હોસ્પિટલમાં પહોંચ્યા પછી વેન્ટિલેટર પર રાખ્યા હોવા છતાં પણ તેમનું શરીરે સાથ આપ્યું નહોતુ. તેમના પરિવારમાં તેમના પત્ની સોનલબેન દીકરી મૈત્રી (થોડા…
મિથુન ચક્રવર્તીની પુત્રવધૂએ માતા સાથે બનાવી રીલ, ‘કાવ્યા’નો વીડિયો થયો વાયરલ
મનોરંજન: મદાલસા શર્માનો એક વીડિયો સોશિયલ મેડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાની માતા શીલા શર્મા સાથે જબરદસ્ત સ્ટાઇલમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. પ્રખ્યાત ટીવી અભિનેત્રી અને મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ મદાલસા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ પ્રચલિત છે. તે હંમેશાં તેના વીડિયો અને ફોટા શેર કરીને ચાહકો સાથે સંકળાયેલી રહે છે. મદાલસા શર્મા તેની એક્ટિંગની સાથે સાથે તેના ડાન્સ વીડિયોને લઈને પણ ચર્ચામાં રહે છે. તેનો એક વીડિયો ચર્ચાનો વિષય બનની રહ્યો છે, જેમાં તે તેની માતા શીલા શર્મા સાથે જબરદસ્ત સ્ટાઇલમાં ડાન્સ કરતી જોવા મળી રહી…
ખલીલ ધનતેજવીની યાદમાં આજે સાંજે 5:30 વાગ્યે કાવ્યપાઠ
ખલીલ ધનતેજવીની યાદમાં આજે સાંજે 5:30 વાગ્યે ગુજરાતી ભાષાનાં જાણીતા કવિ શ્રી. ભાવેશ ભટ્ટ, કવિ શ્રી. ભાવિન ગોપાણી, કવિ શ્રી. અનિલ ચાવડા,કવિ શ્રી. તેજસ દવે કાવ્યપાઠ દ્વારા શબ્દાંજલી આપશે. જેનું ગુજરાતી બુક ક્લબનાં ફેસબૂક પેજ પરથી લાઈવ કરવામાં આવશે. ગુજરાતી બૂક ક્લબ ફેસબુક પેજ:https://www.facebook.com/GujaratiBookClub/ ખલીલ ધનતેજવીની રચનાઓ.. ને પછી એવું થયું કે રાત વરસાદી હતી, ને પછી રસ્તા માં એક પલળેલી શેહઝાદી હતી… ને પછી એવું થયું કે બંને સપના માં મળ્યા, એ રીતે બીજે તો ક્યાં મળવાની આઝાદી હતી… ચંદ્ર ને પણ છત ઉપર ઉતરી જવા નું મન થયું,…
ફિલ્મ જેમ્સ બોન્ડ અને હેરી પોર્ટર ફિલ્મમાં વીઝર્ડ એલ્ડરેડ વોપલેનું કિરદાર નિભાવનાર પોલ રીટરનું નિધન
મનોરંજન: હોલીવુડમાં જાણીતા ફિલ્મ જેમ્સ બોન્ડ અને હેરી પોર્ટર ફિલ્મમાં વીઝર્ડ એલ્ડરેડ વોપલેનું કિરદાર નિભાવનાર પોલ રીટરનું નિધન થયું છે. 54 વર્ષની ઉંમરે સોમવારે પોલે અંતિમ શ્વાસ લીધા છે. પોલના નિધનથી હોલીવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. તેઓ છેલ્લા અમુક વર્ષોથી બ્રેન ટ્યુમરથી પીડાતા હતા. તેમને કોરમ બોય પ્લે માટે વર્ષ 2006માં ઓલિવર એવોર્ડ માટે નોમીનેશન મળ્યું હતું.
પ્રિસ્ક્રિપ્શન લખ્યું હતું : “બિયરમાં ચંદ્રછોડનાં મૂળિયાઓનો ભૂકો કરી ઓગાળીને પીવડાવો.”
વેપારી નવો ચોપડો શરૂ કરે એટલે પ્રથમ પાને “શ્રી ૧’ લખે, નવાં કાર્યોની શરૂઆત ‘શ્રી ગણેશાય નમ:’ કે “ૐ” લખીને પણ થાય. સંકલ્પ બળ આપતાં આવા શબ્દો માત્ર શુભકાર્યની શરૂઆતમાં અને એક જ વખત લખવામાં આવે. પરંતુ ડૉક્ટર જેટલાં દર્દીઓ તપાસી દવાઓ લખી આપે તે દરેક પ્રિસ્ક્રિપ્શનનાં મથાળે Rx લખવાનું ન ચૂકે. દર્દી કે તેના સંબંધીઓને ડૉક્ટરે લખી આપેલી દવાઓમાં રસ હોય એટલે તે કાગળના મથાળે Rx શા માટે લખ્યું છે તે જાણવાની કે જોવાની પળોજણમાં ન પડે. એમાંય ડૉક્ટરના અક્ષરો ગરબડિયાં હોય છે અને માત્ર દવાના વેપારીઓ જ તેને…
ચેન્નઇ સુપરકિંગસ(CSK) ને હરાવવા માટે ધોની પાસેથી શીખેલી રણનીતિ ધોની સામે વાપરશે ઋષભ પંત
IPL2021: પહેલી વાર દિલ્લી કેપિટલ(DC) ના કેપ્ટન તરીકે ઋષભ પંત જોવા મળશે. 10મી એપ્રિલે ચેન્નઈ સુપરકિંગ્સ ની સામે કરશે કેપ્ટનશિપની શરૂઆત. દિલ્લી કેપિટલના ઋષભ પંત IPL માં પહેલી વખત કેપ્ટન તરીકે જોવા મળશે. 10મી એપ્રિલે CSK સામે કેપ્ટનશિપ ની શરૂઆત કરશે. DC ના કેપ્ટન શ્રેયસ અય્યર ઇજાગ્રસ્ત હોવા થી ઋષભ પંતને કેપ્ટન બનાવવામાં આવ્યો. પંત દ્વારા CSK વિરૂદ્ધ રણનીતિ ત્યાર કરી છે. તેણે જણાવ્યું કે મહેન્દ્રસિંહ ધોની પાસેથી શીખેલી રણનીતિ (ટેકનિક) ની મદદથી CSK વિરૂદ્ધ કંઇક અલગ કરશે. DC તરફથી પંતે જણાવ્યું કે ‘ કેપ્ટનના રૂપે આ મારી પહેલી મેચ…
ગુજરાતમાં બાળકોને લાગી રહ્યો છે કોરોનાનો ચેપ
ગુજરાત: સમગ્ર રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે. હવે બાળકોમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. રાજ્યમાં નાના બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. કોરોના સંક્રમણમાં બે વર્ષની બાળકી સહીત 3 બાળકોના મૃત્યુ થયાં છે. જયારે અમદાવાદ સિવિલમાં હાલ 11 બાળકો સારવાર લઈ રહ્યા છે. 11માંથી બે બાળકોની તબિયત નાજુક છે. સુરત શહેરમાં પણ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. સુરતમાં એક બાળકએ કોરોનામાં જીવ ગુમાવ્યો અને એક બાળક વેન્ટિલેટર પર છે. તો બીજી તરફ, રાજકોટ શહેરમાં 15 દિવસ થી રોજ 25 જેટલા બાળકોના ટેસ્ટ પોજિટિવ આવ્યા છે. જન્મની સાથે જ 2 થી 7 દિવસના…