ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધામાં ભારતનાં દ્વિજ શરણ અને અંકિતા રૈના તેમનાં સાથીદારો સાથે ડબલ્સની પ્રથમ મેચોમાં હારી જતા તેઓ સ્પર્ધામાંથી બહાર થયા છે. આજે સવારે રમાયેલી ડબલ્સની પ્રથમ રાઉન્ડની મેચમાં દ્વિજ શરણ અને આઈ. ઝેલેનાયની જોડીનો કે. કાવીઝ અને હન્ફમાનની જોડી સામે સીધા બે સેટોમાં પરાજ્ય થયો હતો. એવી જ રીતે મહિલાની ડબલ્સની મેચમાં અંકિતા રૈના તેમની સાથી એમ. બુઝનેરસ્કુની જોડી વૂલકોક અને ગડેસ્કીની જોડી સામે 6-3, 6-0થી હારી જતા સ્પર્ધામાંથી બહાર થઈ છે. ગઈકાલે ભારતનાં રોહન બોપન્ના અને બેન મેકલાચલાનની જોડી હારી જતા સ્પર્ધમાંથી બહાર થઈ છે.
Month: February 2021
नज़रें मिलाके, खुद से पूछो – क्यूं? સોનાક્ષી સિંહા
અનેક વિદેશી હસ્તીઓએ દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન આપ્યું હતું. તે જ સમયે ફક્ત મુખ્ય પ્રવાહની કેટલીક ભારતીય હસ્તીઓ હતી જેઓ ખેડૂતોને ટેકો આપવા આગળ આવ્યા હતા. સોનાક્ષી સિંહા તેમાંથી એક છે, સતત તેનાં સોશિયલ મીડિયા પર ખેડૂતોને ટેકો આપતી પોસ્ટ કરે છે. તાજેતરમાં જ તેમણે ફરી એકવાર પોતાનો અવાજ ખેડૂતોને આપ્યો હતો. એક કવિતા દ્વારા. જેનું નામ ‘કયું’ છે. પોસ્ટનાં કેપ્શનમાં લખ્યું કે, नज़रें मिलाके, खुद से पूछो – क्यूं? एक ट्रिब्यूट उन हाथों को जो हमें खिलाते हैं. वरद भटनागर की लिखी हुई एक खूबसूरत कविता.…
પ્રેમ…ઇશ્ક…પ્યાર…મહોબ્બત…
ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમનો મહિનો! વેલેન્ટાઇન દિવસ એટલે કે 14, ફેબ્રુઆરી- આવ્યા પહેલાંનું એક આખું અઠવાડિયું પ્રેમનું સપ્તાહ તરીકે ઉજવાય ખરું! પાછા જાત – જાતનાં દિવસો આવે અને યુવા દિલો એને હોંશે હોંશે ઉજવે! તો આજનાં લેખમાં… અમે કરીશું પ્રેમની વાતો અને તમે કરજો પ્રેમ.. એવું કરીએ! તો બીજી કોઈ જ આડી-અવળી વાત કર્યાં વગર વિશ્વભરનાં ફિલસૂફો, લેખકો, કવિઓ, વિચારકોએ પ્રેમ વિશે શું કહ્યું છે એ જ વાંચો! તમે વિચારી રહ્યાં છો કે પ્રેમ થોડો કંઈ ચર્ચા કરવાનો- વાચવાનો વિષય છે… હાં, સાચું..ચર્ચા કરવાનો વિષય નથી..પણ છતાંય સૌથી વધારે કોઈ…
‘કૂકડે કૂક’ એક પ્રયોગ
‘કૂકડે કૂક’ એક પ્રયોગ છે, બાળ સાહિત્યિક સામયિકનો. ગુજરાત યુનિવર્સિટીનાં પત્રકારત્વ વિભાગનાં ‘ મીડિયા રીસર્ચ પ્રોજક્ટ’ અંતર્ગત આ સામયિક બનાવવાનો પ્રયોગ કર્યો છે. આ સામયિકને અનુરૂપ પ્રશ્નોનાં જવાબ ચોક્કસ આપજો. કૂકડે કૂક – જાન્યુઆરી ૨૦૨૧ (આપના અભિપ્રાયો બાદ, સુધારા- વધારા સાથે અંક-૨ ‘ પ્રત્યક્ષ સમાચાર’ અને અન્ય સંસ્થાઓનાં સૌજન્યથી જાહેર થશે.) પ્રશ્નોનાં ઉત્તર આપવા માટે અહીં ક્લિક કરો.
મગનલાલ ઇચ્છતા હોય તો સરકાર પાસે લાઇસન્સ લઈને બંદૂક ખરીદી આપું : ભડવીર ગાંધીજી
શહીદ દિવસ એટલે કે મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ, હજુ બે દિવસ પહેલાં જ (૩૦ જાન્યુઆરી) ગયો. સોશિયલ મીડિયા પર ગાંધીજી વિરોધી-ગાંધીજી પ્રત્યે ઝેર ઓકતી પોસ્ટનો રીતસરનો મારો થયો… નથુરામ ગોડસે અમર રહો એવી પોસ્ટ પણ ઘણી આવી. અને ગાંધીજીને બેફામ ગાળો આપીને- ગોડસેપુજકો એ ગોડસેનાં કાર્યને બિરદાવીને પોતાની કહેવાતી હિન્દુત્વવાદી અને રાષ્ટ્રવાદી છાપ મૂર્ખ રીતે ઉભી કરવાની નાકામ કોશિશ કરી! સંસ્કૃત કહેવત ‘अति सर्वत्र वर्जयेत्’નો મતલબ આપણે હજું સમજી શક્યાં નથી. અતિરેક માટે ભાગે નુકશાનકારક નીવડે. પછી એ રાષ્ટ્રવાદ હોય, ધર્મ હોય, કે કંઈ પણ હોય! અતિ રાષ્ટ્રવાદ કે કટ્ટર…