રાજચરાડી ગામે આર્થિક રીતે પછાતને 100 ચો. વારના પ્લોટ અને સાંથણીની જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત કરાઈ

અનુ. જાતિ, દેવીપૂજક અને અતિ પછાત વર્ગના લોકોને પ્લોટ અને સાંથણીની જમીન મળે તેવી રજૂઆત સુરેન્દ્રનગરના યુવા વકીલ હિતેશ ચાવડાએ જિલ્લા કલેક્ટર અને ડી.ડી.ઓ. ને આવેદનપત્ર આપી કરી રજૂઆત 30 દિવસમાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચિમકી ગુજરાત: સુરેન્દ્રનગરના યુવા વકીલ હિતેશ ચાવડા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામે અનુ. જાતિ, દેવીપૂજક અને અતિ પછાત વર્ગના લોકોને મફત 100 ચો. વારના પ્લોટ અને સાંથણીની ખેતીની જમીન ફાળવવામાં આવે તેવી રજૂઆત સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. ધ્રાંગધ્રાના રાજચરાડી ગામે આર્થિક રીતે…

ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે, તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે. – જવાહર બક્ષી

ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે. જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે. મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યાં કરું મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે. મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં ? એ શું કે વાતવાતમાં તારું સ્મરણ રહે ! સ્વપ્નાંય બહુ તો ઓગળી ઝાકળ થઈ ગયાં જીવનમા તો પછી ‘ફના’ ક્યાંથી ઝરણ રહે ? – જવાહર બક્ષી

એક વર્ષથી ખરાબ રસ્તાની કરવામાં આવતી રજૂઆતને પગલે તંત્રએ માત્ર ખાડા જ પૂર્યા…!

રાજસીતાપુરથી ભારદ ગામ સુધીમાં ખાડા પુરાયા જ્યારે રાજચરાડી, સરવાળ ગામ તરફના રસ્તાની હાલત યથાવત “ફક્ત ખાડા જ પુરવામાં આવશે, પાકો રસ્તો બનાવામાં નહીં આવે??” સ્થાનિકોનો મોટો સવાલ ગુજરાત: રોડ રસ્તાની ખરાબ હાલતને કારણે ઘણી વખત અકસ્માત થવાનો ભય રહે છે. આમ ખરાબ રસ્તા બાબતે અનેક વખત રજૂઆત કર્યા બાદ જ તંત્રને એ ધ્યાને આવતું હોય છે. ત્યારે ધ્રાંગધ્રાના રાજસીતાપુરથી સરવાળ, માલવણ ગામડા તરફ જતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોવા અંગે તંત્રમાં એક વર્ષથી સ્થાનિકો રજૂઆત કરતાં હતાં. જ્યારે તંત્ર દ્વારા ગત મંગળવારે રાજસીતાપુરથી ભારદ સુધીમાં ખાડા પુરવામાં આવ્યાં છે અને…

માઉન્ટ આબુમાં બાઇક ચાલક પર 11KV જીવતો વીજ વાયર પડતા લાગી આગ

આગ લાગતા બન્ને બાઇક સવાર આગમાં લપેટાઈ મૃત્યુ પામ્યા હતા નેશનલ: રાજસ્થાનના મીની કાશ્મીર તરીકે જાણીતા પર્યટક શહેર માઉન્ટ આબુ માટે દુઃખદ સમાચાર છે. આજે સવારે લગભગ 4:15 વાગ્યે પ્રત્યક્ષદર્શીઓએ જાણ કરી હતી કે માઉન્ટ આબુ રસ્તા પર બાઇકમાં આગ લાગી છે. માહિતી મળતાની સાથે જ માઉન્ટ આબુ પોલીસ સ્થળ પર પોહચી તપાસ કરતા બાઈક ચાલકો પર વીજલાઇન ના 11kv લાઈટનો જીવિત વાયર પાડતા બનાવ બનેલ હતો. ત્યાર બાદ ફાયર બ્રિગેડને જાણ કરેલ હતી જેના આધારે નગરપાલિકાની ફાયરબ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને CRPF ચોકડી પર આ અકસ્માતમાં બાઇકમાં…

સુરેન્દ્રનગર-ફતેપુર રૂટની બસ વહેલી તકે શરૂ કરવાં ડેપો મેનેજરને કરાઈ રજૂઆત

રૂટમાં સમાવેશ ગામડાઓના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ પરેશાન જલ્દીથી બસ શરૂ થાય તેવી માંગ સાથે રાજચરાડી ગામના સરપંચે લેખિતમાં કરી રજૂઆત ગુજરાત: સુરેન્દ્રનગરથી ફતેપુર રૂટની એસ. ટી. બંધ હોવાનાં કારણે સુરેન્દ્રનગર ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રાજચરાડી ગામના સરપંચ દ્વારા સુરેન્દ્રનગર ડેપો મેનેજરને વહેલી તકે બસ શરૂ કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરી હતી. સુરેન્દ્રનગરથી ફતેપુર વાયા ભારદ, રાજચરાડી, મેથાણ રૂટની એસ.ટી. બસ છેલ્લા કેટલાય સમયથી બંધ છે. જેના કારણસર રૂટમાં સમાવેશ થતાં ગામડાઓના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓને ખૂબ જ હાલાકી ભોગવી પડી રહી છે. શાળા અને કોલેજમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય…

ચરખાથી અપરિચિત લોકને ચરખાનો પરિચય કરાવશે ‘સ્વ-અધ્યયન’ પ્રોજેકટ

ગુજરાત: ગાંધી જયંતિની ઉજવણીનાં ભાગરૂપે તથા ગાંધીજીનાં રેંટિયાની ખરી શક્તિ લોકો સુધી પહોંચાડવા માટે 3જી ઓક્ટોબર, 2021નાં રોજ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ, એક્ટ ફાઉન્ડેશન તથા સુકૃત પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે ‘સ્વ-અધ્યયન’ નામનાં એક અનોખા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. ગાંધીજીનાં સમૂહ પ્રાર્થના અને સમૂહ કાંતણનાં વિચારને ચરિતાર્થ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા સમૂહમાં ચરખો કાંતીને તેના થકી સ્વ-અધ્યયન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થકી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, કાર્યક્રમમાં આવેલા મહેમાનોને વિદ્યાર્થીઓ દ્વારા ખાસ ચરખા કાંતણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જેમાં ગુજરાત વિદ્યાપીઠનાં વિદ્યાર્થીઓએ એક્ટ ફાઉન્ડેશન અને સુકૃત પરિવાર ચેરિટેબલ…

અમીરગઢ તાલુકાનાં તલાટીકમ મંત્રીઓનો ધરણા કાર્યક્રમ યોજાયો

અમીરગઢ તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા કર્યા માંગણીઓ નહીં સંતોષાયતો જિલ્લા કક્ષાએ અને ગાંધીનગર સુધી જવાની તૈયારી ગુજરાત: હાલમાં ગુજરાત રાજ્ય તલાટીકમ મંત્રી મહામંડળનાં આદેશ મુજબ જુદી જુદી જગ્યાએથી તલાટીકમ મંત્રી દ્વારા તેમની પડતર માંગણીઓ ન સ્વીકારતા ગુજરાત સરકાર વિરોધમાં ધારણા કરવામાં આવી રહ્યાં છે. આજરોજ અમીરગઢ તાલુકા પંચાયત ખાતે અમીરગઢ તલાટીકમ મંત્રીઓ દ્વારા તલાટીકમ મંત્રી મહામંડળનાં આદેશ મુજબ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમીરગઢ તાલુકાનાં તમામ તલાટીઓ મહાસીએલ મૂકીને તેમની પડતર માંગણીઓ રાજય સરકાર દ્રારા ન સ્વીકારવામાં આવતા ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો. તો જાણો શું છે પડતર માંગણીઓ: તમામ…

આયુષ્માન ભારત ડિજિટલ મિશન ભારતમાં આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવવાની શક્તિ ધરાવે છે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આયુષ્માન ભારત ડિજિટલ મિશન ભારતમાં આરોગ્ય સંભાળમાં ક્રાંતિ લાવવાની શક્તિ ધરાવે છે. તેમણે કહ્યું કે 21મી સદીમાં ભારત માટે આજનો દિવસ મહત્વનો છે કારણ કે આરોગ્ય ક્ષેત્ર એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે, જે દેશના આરોગ્યને બદલશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયુષ્માન ભારત ડિજિટલ મિશનનો પ્રારંભ કરતાં શ્રી મોદીએ કહ્યું કે, દેશના ગરીબ અને મધ્યમ વર્ગની સારવારમાં આવતી સમસ્યાઓને દૂર કરવામાં આયોજના મોટી ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેક નાગરિકને હવે ડિજિટલ હેલ્થ આઈડી મળશે અને તેમનો આરોગ્ય રેકોર્ડ ડિજિટલ રીતે સુરક્ષિત રહેશે. પ્રધાનમંત્રી…

ઉપલેટાની કટલેરી બજારમાં થયો ભેદી બ્લાસ્ટ

ઉપલેટની કટલેરી બજારનાં ગોડાઉનમાં થયો બ્લાસ્ટ બ્લાસ્ટમાં પિતા-પુત્રએ ગુમાવ્યો જીવ ગુજરાત: રાજકોટનાં ઉપલેટાના કટલેરી બજારમાં એક ગોડાઉનમાં ભેદી બ્લાસ્ટ થતાં પિતા-પુત્રનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. આ ઘટનાના કારણે આસપાસનાં લોકોમાં ભયા ફેલાયો હતો અને ઘટના સ્થળે પોલીસને બોલાવી હતી. બ્લાસ્ટ ક્યાં કારણોસર થયો તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાનાં ઉપલેટા શહેરની કટલેરી બજારમાં બ્લાસ્ટ થતાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. ઉપલેટા કટલેરી બજારમાં ભંગારની દુકાનમાં કામ કરતા બે વ્યક્તિઓના મોત થયા છે. રહીશ રજાક કાણા (ઉ.વ. ૨૭), રજાક અજિત કાણા (ઉ.વ. ૬૦)નું…

ગાંધીજીને ગાળો દેનારાઓ માટે!

હમણાં જ સ્વતંત્રતા દિવસ ગયો. ચુમોતેર વર્ષ પૂરા કરીને આપણે પંચોતેરમાં વર્ષમાં બેઠાં. ભુતકાળનાં બનાવો અને ભૂતકાળની ભૂલોથી શીખીને- એ ભૂલ ફરીથી ના થાય એ સરવૈયું કાઢીને ભવિષ્યને ઉજ્જવળ કરવાની યોજનાંઓ બનાવવામાં સૌ લાગી ગયાં. પરંતું રાષ્ટ્ર પર્વ નિમિતે જ્યારે ‘દે દી હમે આઝાદી બીના ખડક બીના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ!’ જેવું આ ગીત વાગે છે કે યુવાનો પ્રશ્ન ઉઠાવે છે કે શું ચરખાથી આઝાદી મળી? ગાંધીજી ના હોત તો આઝાદી ના મળી હોત? શું ક્રાંતિકારીઓનો કાઈ રોલ નહોતો? અને પછી એક દમ હિન કહી શકાય…