ઉપલેટાની કટલેરી બજારમાં થયો ભેદી બ્લાસ્ટ

  • ઉપલેટની કટલેરી બજારનાં ગોડાઉનમાં થયો બ્લાસ્ટ
  • બ્લાસ્ટમાં પિતા-પુત્રએ ગુમાવ્યો જીવ

ગુજરાત: રાજકોટનાં ઉપલેટાના કટલેરી બજારમાં એક ગોડાઉનમાં ભેદી બ્લાસ્ટ થતાં પિતા-પુત્રનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. આ ઘટનાના કારણે આસપાસનાં લોકોમાં ભયા ફેલાયો હતો અને ઘટના સ્થળે પોલીસને બોલાવી હતી. બ્લાસ્ટ ક્યાં કારણોસર થયો તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.ઉપલેટા બ્લાસ્ટ upleta blast

રાજકોટ જિલ્લાનાં ઉપલેટા શહેરની કટલેરી બજારમાં બ્લાસ્ટ થતાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. ઉપલેટા કટલેરી બજારમાં ભંગારની દુકાનમાં કામ કરતા બે વ્યક્તિઓના મોત થયા છે. રહીશ રજાક કાણા (ઉ.વ. ૨૭), રજાક અજિત કાણા (ઉ.વ. ૬૦)નું મોત થયું છે. ઘટના અંગેની જાણ થતાં પોલીસ, 108 ઘટના સ્થળે દોડી આવી હતી. બન્ને વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. બ્લાસ્ટ થતાં લોકોના અને વ્યક્તિઓના ટોળા એકઠા થઈ ગયા હતા. બ્લાસ્ટ થવાનું કારણ આકબંધ, તપાસ અને કાર્યવાહી શરૂ થઈ છે.

Related posts

Leave a Comment