ગુજરાત યુનિવર્સિટીનાં વિધાર્થીઓ માટે ખુશ ખબર : ઘરે બેઠા પરીક્ષા આપી શકાશે

ઓનલાઇન પરીક્ષા આપવા માંગતા વિધાર્થીઓ 15ડિસેમ્બર સુધી આપી શકશે પસંદગી પસંદગી ન આપનાર વિધાર્થીઓને ઓફલાઇન પરીક્ષા માટે મંજુર ગણવામાં આવશે ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા અંતર્ગત પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં નીચે મુજબ વિગતવાર જણાવેલ છે. ઓનલાઇન પરીક્ષા વિકલ્પ પસંદગી આપવા અંગે મહત્વની સૂચનાઓ પરીપત્ર તા. 08/12/2020 1. ગુજરાત યુનિવર્સિટી દ્વારા BSc Sem-3, B.Ed Sem-3, MA Sem-3, MSc Sem-3, M.Com Sem-3, B.Com Sem-5, BA Sem-5, BBA Sem-5, BCA Sem-5, ની લેવાનાર આગામી ઓફલાઈન પરીક્ષાનાં વિકલ્પમાં ઓનલાઇન પરીક્ષાઓ અંગે આ વિકલ્પ માંગવામાં આવે છે. 2. વિદ્યાર્થીને ઓનલાઇન પરીક્ષા આપવા અંગેનો આ વિકલ્પ પસંદ…

અમિત શાહ આજે સાંજે 7 વાગ્યે આંદોલનકારીઓ સાથે બેઠક કરશે

આજે ખેડૂત આંદોલનને ભારત બંધના એલાનને અનેક રાજયોમાં મળેલા ભારેથી મિશ્ર પ્રતિસાદ તથા આંદોલનકારીઓ પીછેહઠ કરવાનાં મુડમાં નહીં હોવાનો સંકેત મળતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકશનમાં આવી ગયા છે. આવતીકાલની છઠ્ઠા તબકકાની વાતચીત પૂર્વે જ આજે સાંજે 7 વાગ્યે ખેડૂત અગ્રણીઓને મળવા માટે આમંત્રણ આપ્યું છે. અમિત શાહ અગાઉ કિસાન આંદોલન મુદે દરમિયાનગીરી કરી ચુકયા હતા પરંતુ તેમાં સફળતા મળી ન હતી અને આવતીકાલે છઠ્ઠા તબકકાની વાતચીત થવાની હતી પરંતુ જે રીતે કિસાન આંદોલન વધુ ઉગ્ર બને અને વિપક્ષો પણ તેમાં તાકાત લગાવી રહ્યાના સંકેત મળ્યા હતા. અમિત શાહે…

ગુજરાત યુનિવર્સિટીની એડમિશન પ્રક્રિયામાં ગોટાળો, કે પછી કોલેજની ભૂલ? વિધાર્થીઓ ઉમટયા

ગુજરાત યુનિવર્સિટીની એડમિશન પ્રક્રિયામાં છબરડા યુનિવર્સિટીએ જાહેર કરી ઓનલાઈન પ્રક્રિયા, કોલેજે કરી ઓફલાઇન પ્રક્રિયા ગુજરાત યુનિવર્સિટીનાં એડમિશનની પ્રક્રિયાનો અંતિમ રાઉન્ડ (7મો રાઉન્ડ) ચાલી રહ્યો છે સાથે વિધાર્થીઓ એમને ફાળવેલી કોલેજમાં એડમિશન મેળવી રહ્યા છે. પરંતું અમુક કોલેજોએ એમને ઓનલાઇન પ્રક્રિયામાં ભાગ લીધેલ હોવા છતાં અને યુનિવર્સિટીએ ફાળવેલ ઓનલાઇન એડમિશનની જાણ હોવા છતા ઓફલાઇન એડમિશન આપ્યાની માહિતી બહાર આવી છે. આજ રોજ ભારત બંધનાં એલાન અને કોરોનાની મહામારી વચ્ચે સવારથી વિધાર્થીઓની લાંબી ભીડ જોવા મળી હતી. ઘણા વિધાર્થી ઓનલાઇન લેક્ચર પણ ભરી રહ્યાં હોવા છતાંય વિધાર્થીઓએ આજરોજ જાણ થઈ હતી કે…

‘દિલ્લી પોલીસે સીએમ કેજરીવાલને કર્યા નજરકેદ’, AAPનો ગૃહ મંત્રાલય પર આરોપ

CM અરવિંદ કેજરીવાલને કરવામાં આવ્યા છે નજરકેદ આ આરોપ લાગવ્યો છે આમ આદમી પાર્ટીનાં નેતાઓએ CM કેજરીવાલે ખેડૂતોને આપ્યું હતું સમર્થન નેશનલ: ખેડુતોનાં આંદોલન અને ભારત બંધને ધ્યાનમાં રાખીને દિલ્લી પોલીસે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને નજરકેદ કરી દીધા છે. આ આરોપ આમ આદમી પાર્ટી (AAP)એ લગાવ્યો છે. AAPનું કહેવું છે કે સીએમ અરવિંદ કેજરીવાલ સિંધુ બોર્ડરથી પરત ફર્યા હતા ત્યારથી તેના માટે નજરકેદ જેવી પરિસ્થિતિઓ બનાવવામાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલની તમામ બેઠક રદ કરવામાં આવી છે. AAPનો આરોપ છે કે, ગૃહ મંત્રાલયનાં આદેશથી પોલીસે દિલ્લી મહાનગર પાલિકાનાં ત્રણ મેયરને…

ભારત બંધ એલાનનાં પગલે દેશભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

ખેડૂત સંગઠનો દ્વારા અપાયું ભારત બંધનું એલાન પ્રકાશ જાવડેકરે બંધને સમર્થન આપવા બદલ વિપક્ષોની કડક શબ્દોમાં ટીકા કરી નેશનલ: ખેડૂત સંગઠનો દ્વારા આજે અપાયેલા ભારત બંધ આહવાનને પગલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સુરક્ષા કડક બનાવવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીની સરહદે નવા ફાર્મ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંઘોએ આજે સવારે 11 થી સાંજનાં 3 દરમિયાન દેશવ્યાપી હડતાલની હાકલ કરી છે. જો કે બંધના એલાનને મિશ્ર પ્રતિભાવ મળ્યો છે. માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે કૃષિધારાઓ અંગે ખેડૂતોમાં ગેરસમજ ફેલાવવા માટે તથા આજના ભારત બંધને સમર્થન આપવા બદલ વિપક્ષોની કડક…

બ્રિટિશ અભિનેત્રી સલમા આગાની પુત્રી ઝારા ખાનને ઇન્સ્ટાગ્રામ પર મળી બળાત્કારની ધમકીઓ

સલમા આગાની પુત્રીને મળી બળાત્કારની ધમકીઓ પોલીસ ફરિયાદ દાખલ થતાં આરોપીનું નામ આવ્યું સામે આરોપી એક રાજકીય પાર્ટી માટે છે કાર્યરત મનોરંજન: પાકિસ્તાનમાં જન્મેલી બ્રિટિશ અભિનેત્રી સલમા આગાની પુત્રી ઝારા ખાને ઇન્સ્ટાગ્રામ પર મળેલ બળાત્કારની ધમકીઓ અંગે મુંબઇનાં ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બોલીવુડ હંગામાનાં એક અહેવાલ મુજબ, ઝારાની ફરિયાદની તપાસ કરતી વખતે પોલીસને ખબર પડી કે ધમકીઓ આપનાર હૈદરાબાદની 23 વર્ષીય MBAની વિદ્યાર્થીની છે. ઓશીવારા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટરએ જણાવ્યું કે ફરિયાદ બાદ સાયબર સેલને માહિતી આપવામાં આવી હતી જેમાં સ્થાનિક IP એડ્રેસ બહાર આવ્યું હતું. પોલીસે જણાવ્યું…