તમે ક્યારેય ભૂલા પડ્યા છો??

તમે ક્યારેય ભૂલા પડ્યા છો?? હવે તમે કહેશો કે હા… આતો કૈ પૂછવાનો વિષય છે. બધા ભૂલા પડતા જ હોય છે અથવા પડેલા જ હોય છે, આપણી ગુજરાતી ભાષાના કવિ ભાવિન ગોપાણી લખે છે કે “અજાણી છોકરી પુછી ગઈ સરનામું આવીને પછી શું? છોકરો ભૂલો પડ્યો રસ્તો બતાવીને” તો હા ભુલું પડવું માનવનો સહજ સ્વભાવ છે પણ અહીયાં જે વાત છે જે જરા અલગ સ્વભાવની છે Englishમાં કહીએ તો Grey shaded . જરા ધ્યાનથી .. સાચવીને સમજવાં જેવી વાત. સત્યનાં 2 પ્રકાર છે, એક સામાન્ય સત્ય અને એક મહાસત્ય. સામાન્ય…

ગુજરાત યુનિવર્સિટીનાં સંસ્કૃતવિભાગમાં મુસ્લિમ વિદ્યાર્થિનીએ રચ્યો ઈતિહાસ

salma qureshi gujarat

મુસ્લિમ વિદ્યાર્થિની કુરેશી સલમાએ સંસ્કૃતમાં Ph.D. કરીને સંસ્કૃતનું ગૌરવ વધાર્યું યુનિવર્સિટીનાં સંસ્કૃત-વિભાગમાંથી વિદ્યાર્થિનીએ ‘पुराणेषु निरूपिता शिक्षापद्धतिः एकम् अध्ययनम्’ આ વિષય ઉપર કર્યું Ph.D. ગુજરાત: તાજેતરમાં જ તારીખ 01 ડિસેમ્બર 2020નાં રોજ ગુજરાત યુનિવર્સિટીએ કુરેશી સલમાબેન કેશુભાઈને ગુજરાત યુનિવર્સિટીએ સંસ્કૃત વિષયમાં Ph.D.ની પદવી એનાયત કરી છે. યુનિવર્સિટીનાં સંસ્કૃત-વિભાગમાંથી વિદ્યાર્થિની કુરેશી સલમાબેન કેશુભાઈએ ‘पुराणेषु निरूपिता शिक्षापद्धतिः एकम् अध्ययनम्’ આ વિષય ઉપર સંસ્કૃત વિભાગનાં અધ્યાપક ડૉ. અતુલભાઈ ઉનાગરનાં માર્ગદર્શનમાં Ph.D. સંપન્ન કર્યું. એક બાજુ દિવસેને દિવસે ભાષાઓની જનની અને સૌથી પ્રાચીન ભારતીય ભાષા સંસ્કૃતનું મહત્વ ઘટતું જાય છે ત્યારે બીજી તરફ સંસ્કૃતનું મહત્વ…

“અમે અમારું ભોજન અમારી સાથે લાવ્યા છીએ”, ખેડુતોએ મીટિંગમાં સરકારી લંચ જમવા માટે કર્યો ઇનકાર

કૃષિ બિલનાં કારણે ખેડૂતો કરી રહ્યાં આંદોલન છેલ્લા 7 દિવસથી આ આંદોલને જોર પકડ્યું છે આજે ખેડૂત અને કેન્દ્ર સરકારનાં મંત્રીમંડળની બેઠક હતી નેશનલ: કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ બિલનો વિરોધ ખેડૂતો કરી રહ્યાં છે. ત્યારે આજે સરકાર દ્વારાં વાટાઘાટો કરવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વાતચિત માટે સરકારે ખેડૂતોને વિજ્ઞાન ભવનમાં આમંત્રિત કર્યા હતા. જ્યાં ખેડૂતો એ પોતનાં મુદ્દા સામે મૂક્યા હતા. આ બાબતે સરકારે અને ખેડૂતોએ ઘણી વાતો કરી હતી. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલ્વે મંત્રી પિયુષ ગોયલ પણ હાજર છે. નરેન્દ્ર તોમારે બેઠક…

રજનીકાંત 31 ડિસેમ્બરે પોતાના નવા રાજકીય પક્ષની જાહેરાત કરશે

સુપરસ્ટાર રાજનીકાંતે આ જાહેર કર્યું છે કે તેઓ 31 ડિસેમ્બરનાં રોજ પોતાની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરશે. વર્ષોથી આ પ્રકારનાં અટકળો ચાલી રહ્યાં હતા કે રજનીકાંત રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે. આખરે આ અટકળોનો અંત આવ્યો છે. રાજનીકાંતે તેમની પાર્ટીનાં વરિષ્ઠ પદાધિકારીઓ સાથે મુલાકાત બાદ આ જાહેરાત કરી છે કે, તેઓ 31 ડિસેમ્બરનાં રોજ પોતાની નવી પાર્ટીની જાહેરાત કરશે અને ત્યાર બાદ જાન્યુઆરીનાં માહિનામાં ચૂંટણીલક્ષી રાજકારણ માટેની યોજનાની જાહેરાત કરશે. ગયા મહિને સુપર સ્ટાર રાજનીકાંતે સંકેતો આપ્યા હતા કે તેઓ ટૂંક સમયમાં ચૂંટણીલક્ષી રાજકરણમાં આવી શકે છે. તેમણે તેમ પણ…

એમડીએચ(MDH) મસાલાનાં માલિક ‘ધરમપાલ ગુલાટી’નું ગુરુવારે સવારે 97 વર્ષની વયે નિધન

આજે સવારે 5:30 વાગ્યે તેમને છેલ્લા શ્વાસ લીધા ગુલાટીએ વર્ષ 1959માં સત્તાવાર રીતે MDH(Mahashian Di Hatti Private Limited) કંપનીની સ્થાપના કરી હતી ધરમપાલ ગુલાટીએ તેમની કમાણીનો લગભગ 90 ટકા ભાગ દાનમાં આપ્યો હતો નેશનલ: રિપોર્ટસ અનુસાર, તે છેલ્લા ત્રણ અઠવાડિયાથી દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ગુરુવારે સવારે અટેક આવ્યો અને આજે સવારે 5:30 વાગ્યે તેમને છેલ્લા શ્વાસ લીધા. ‘દલાજી’ અને ‘મહાશાયજી’ તરીકે ઓળખાતા, ધરમપાલ ગુલાટીનો જન્મ 1923 માં પાકિસ્તાનનાં સિયાલકોટમાં થયો હતો. ધરમપાલ ગુલાટી ભણવાનું છોડી, તેમના પિતાનાં મસાલાના વ્યવસાયમાં જોડાયા. 1947માં ભારત અને પાકિસ્તાન ભાગલા પછી, ધરમપાલ ગુલાટી…

કેન્દ્ર સરકાર ખેડૂતોનાં આગેવાનો સાથે ચોથા દોરની મંત્રણા આજે યોજાશે

ખેડૂતો કૃષિ ધારા અંગે દેખાવો કરી રહ્યાં છે કેન્દ્ર સરકાર અને કૃષિ આગેવાન વચ્ચે મંત્રણા યોજાશે નેશનલ: કેન્દ્ર સરકાર અને કૃષિ ધારા અંગે દેખાવો કરી રહેલા ખેડૂતોનાં આગેવાનો સાથે ચોથા દોરની મંત્રણા આજે યોજાશે. ગયા મંગળવારે કેન્દ્ર સરકાર તથા ખેડૂતો વચ્ચે યોજાયેલી ત્રીજા દોરની વાતચીત અનિર્ણિત રહી હતી. મંગળવારે યોજાયેલી વાતચીતમાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ખેડૂત તથા કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સંપૂર્ણ રીતે પ્રતિબધ્ધ છે. પત્રકારો સાથેની વાતચીતમાં તોમરે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં સુધારાઓ ખેડૂતોના હિતમાં લેવાયા છે. આ ધારા અંગે ખેડૂતોને વાંધો હોય તો…

વડી અદાલત દ્વારા અપાયેલા નિર્દેશો અંગે બેઠકમાં ચર્ચા પછી નિર્ણય લેવાશે-પ્રદિપસિંહ જાડેજા

ગુજરાતમાં હાઇ કોર્ટ જણાવ્યુ છે કે, માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને કોવિડ કેર સેન્ટરમાં ફરજો સોંપવી સરકાર આ બાબતે બેઠકમાં નિર્ણય લેશે ગુજરાત: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ગુજરાતની વડી અદાલત દ્વારા માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને કોવિડ કેર સેન્ટરમાં ફરજો સોંપવા અંગેના જે દિશા-નિર્દેશો કરવામાં આવ્યા છે. તે સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળનાર કોર કમિટીની બેઠકમાં યોગ્ય ચર્ચા-વિચારણા કરાયા બાદ યોગ્ય નિર્ણય રાજ્ય સરકાર કરશે. જાડેજાએ ઉમેર્યું કે, કોરોના સંક્રમણને રોકવા માટે કોર્ટ દ્વારા જે દિશા-નિર્દશો આપવામાં આવે છેતેનો રાજ્ય સરકાર ચુસ્તપણે અમલ કરે છે. નામદાર હાઇકોર્ટ…