વડી અદાલત દ્વારા અપાયેલા નિર્દેશો અંગે બેઠકમાં ચર્ચા પછી નિર્ણય લેવાશે-પ્રદિપસિંહ જાડેજા

  • ગુજરાતમાં હાઇ કોર્ટ જણાવ્યુ છે કે, માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને કોવિડ કેર સેન્ટરમાં ફરજો સોંપવી
  • સરકાર આ બાબતે બેઠકમાં નિર્ણય લેશે

ગુજરાત: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ગુજરાતની વડી અદાલત દ્વારા માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને કોવિડ કેર સેન્ટરમાં ફરજો સોંપવા અંગેના જે દિશા-નિર્દેશો કરવામાં આવ્યા છે. તે સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળનાર કોર કમિટીની બેઠકમાં યોગ્ય ચર્ચા-વિચારણા કરાયા બાદ યોગ્ય નિર્ણય રાજ્ય સરકાર કરશે.

જાડેજાએ ઉમેર્યું કે, કોરોના સંક્રમણને રોકવા માટે કોર્ટ દ્વારા જે દિશા-નિર્દશો આપવામાં આવે છેતેનો રાજ્ય સરકાર ચુસ્તપણે અમલ કરે છે. નામદાર હાઇકોર્ટ અને નામદાર સુપ્રિમકોર્ટમાં રીટ પીટીશન થાય ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે અને દર્દીઓને સારવાર પૂરી પાડવા માટે તથા લો-એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી હોય તેનો સંપૂર્ણ રીપોર્ટ સરકાર દ્વારા રજૂ કરવામાં આવે છે.

રાજ્યમાં કોવિડ-૧૯નું સંક્રમણ અટકે એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને માનવીનાં મહામૂલા જીવનને બચાવવા માટે સમયબધ્ધ આયોજન કર્યું. રાજ્ય સરકારનાં દીર્ઘદૃષ્ટિપૂર્ણ આયોજનનાં પરિણામે રાજયમાં આજે કોરોનાનું સંક્રમણ વધુ ફેલાતું આપણે અટકાવી શક્યા છીએ. તેમાં નાગરિકોનો પણ અપ્રતિમ સહયોગ સાંપડ્યો છે. તેવો જ સહયોગ આગામી સમયમાં પણ મળશે એવો વિશ્વાસ શ્રી જાડેજાએ વ્યક્ત કર્યો હતો.

Related posts

Leave a Comment