NSUIએ ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ સમક્ષ કરી રજુઆત હાલની પરિસ્થિતીને અનુલક્ષીને કરવામાં આવી માંગણી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ 8 તારીખથી શરૂ થવાની છે. ત્યારે NSUIએ કુલપતિને આવેદનપત્ર આપતા જણાવ્યું છે કે, હાલનાં સંજોગો પ્રમાણે વિદ્યાર્થીઓનું શિક્ષણ ઓનલાઈન થયું છે, જેમાં અમુક વિધાર્થીઓ આ ઓનલાઈન શિક્ષણનો લાભ લઈ શકયા નથી. તેમજ ઘણાં સંસ્થાનોમાં અભ્યાસક્રમ પણ પૂર્ણ થયો નથી. માટે 8 નવેમ્બરથી શરૂ થતી પરીક્ષાઓને પાછી ઠેલવવામાં આવે. અન્યમાં ઉમેર્યું છે કે, કોરોના મહામારીનાં કારણે અમદાવાદમાં રાત્રિ કરફ્યુ લાગેલું છે. માટે બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓને તકલીફ પણ પડી શકે તેમ છે. વિદ્યાર્થીઓને બસની સુવિધાઓમાં…
Day: December 1, 2020
ગુજરાત રાજ્યસભાનાં સાંસદ અભય ભારદ્વાજનું નિધન, પીએમ મોદીએ તેમના નિધન પર વ્યક્ત કર્યો શોક
કોવિડ સામે લાંબી લડાઈ બાદ થયું નિધન ચેન્નઈની હોસ્પીટલમાં લીધા અંતિમ શ્વાસ PM મોદીએ ટ્વીટ કરીને શોક કર્યો વ્યક્ત ગુજરાત: રાજ્યસભાનાં સાંસદ અભય ભારદ્વાજનું કોરોનાની સારવારનાં 40 દિવસ બાદ થયું નિધન. ભારદ્વાજે 31 ઓગસ્ટનાં રોજ રાજકોટ ખાતે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. ત્યારે રાજકોટની પંડિત દીનદયાલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ઑક્સીજનનું સ્તર ઘટ્યું હતું જેથી 15 સપ્ટેમ્બરથી તમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. તબિયતમાં સુધારો ન દેખાતા એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા. hardvaj na
અનુષ્કા શર્માએ પ્રૅગનન્સિ દરમિયાન પતિ વિરાટ કોહલીની મદદથી કર્યું શીર્ષાસન
ગર્ભવતી હોવા છતાં અનુષ્કા શર્મા યોગ કરી રહી છે “યોગ એ મારા જીવનનો સૌથી મોટો ભાગ છે” -અનુષ્કા શર્મા પોસ્ટ સોશિયલ મીડિયામાં થઈ રહી છે વાઇરલ મનોરંજન: ફેમસ કપલ ‘વિરાટ & અનુષ્કા’એ આ વર્ષનાં ઑગસ્ટ મહિનામાં તેઓ માતા-પિતા બનવાના છે, તેની જાણ પોતાના ચાહકોને કરી હતી. અનુષ્કા આ માટે હમણાં ખૂબ ચર્ચામાં છે. અનુષ્કા શર્મા ઘણીવાર પોતાના બેબી બમ્પને ફલાન્ટ કરતી જોવા મળે છે અને આ કપલ હંમેશા પોતાના અવનવા ફોટો તેમજ સેલ્ફી સોશિઅલ મીડિયા અકાઉન્ટસ પર પોસ્ટ કરીને પોતાના ચાહકોનું દિલ જીતે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ…
દ્વારકા-જામનગર હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત 4 લોકોનું દુ:ખદ મોત
દ્વારકા-જામનગર હાઇવે નજીક ધ્રેવાડ ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત ગુજરાત: ઘટનાની મળતી માહિતી અનુસાર જામનગર દ્વારકા હાઇવે ઉપર આજે ધ્રેવાડ ગામ નજીક એક મોટર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દ્વારકાથી દર્શન કરી પરત ફરી રહેલા ત્રણ પુરૂષ અને એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. આ ઘટનાની જાણ ધ્રેવાડ ગામનાં લોકોને થતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા. ગ્રામજનો દ્વારા આ ઘટનાની પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.અને હાઇવે પરથી ટ્રાફિક દૂર કરવાની કાર્યવાહી…
ગુજરાતમાં કોરોનાનો RT-PCR ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં 800 રૂપિયામાં થશે
ખાનગી લેબોરેટરીમાં લેબ પર જઈને કરવવામાં આવતા RT-PCR ટેસ્ટની કિમત 800રૂપિયા કોઈ અન્ય સ્થળે કે ઘરે બોલાવી કરવવામાં આવતા ટેસ્ટનો ભાવ 1100 રૂપિયા આ જાહેરાત રાજ્યનાં નાયબ મુખ્યમંત્રીએ કરી છે ગુજરાત: ગુજરાતમાં કોરોનાનો RT-PCR ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં હવે 800 રૂપિયામાં થઈ શકશે, જ્યારે દર્દી જ્યાં હોય તે સ્થળ ઉપરથી સૅમ્પલ લઈ રૂપિયા 1100માં ટેસ્ટ કરી આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે આ જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈ આમ આદમીની આર્થિક હિતમાં આ નિર્ણય રૂપાણી સરકારે લીધો છે. ઘટાડેલા ભાવનો અમલ આજથી જ…
‘વરૂણ ધવન’ અને ‘રણવીર સિંહ’ સાથેની ફિલ્મોમાં ઓછો સ્ક્રીન ટાઇમ મળવા પર સારા અલી ખાન: “આવી તુલના કરવા માટેની તમારી સ્થિતિ(ઔકાત) નથી હોતી.”
‘સારા અલી ખાન’ નિર્માતા ‘ડેવિડ ધવન’ની કૉમેડી ફિલ્મ ‘Coolie No 1’ માં ‘વરુણ ધવન’ સાથે દર્શકોને જોવા મળશે “હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મારા સહ-કલાકારો સાથે ‘સ્પર્ધા’ કરવા માટે નથી.”: સારા અલી ખાન “તમે ફક્ત આભારી છો કે, રોહિત શેટ્ટી, ડેવિડ સર, રણવીર અને વરૂણ જેવા લોકો તમારી સાથે કામ કરી રહ્યા છે.”: સારા અલી ખાન મનોરંજન: અભિનેતા ‘સૈફ અલી ખાન’ અને ‘અમૃતા સિંહ’ની પુત્રી ‘સારા અલી ખાન’ એ 2018માં ‘અભિષેક કપૂર’ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવેલી ફિલ્મ ‘કેદારનાથ’ થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તરત જ ‘રોહિત શેટ્ટી’ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી…