પ્રદૂષણ ઘટાડવા અને ઇલેક્ટ્રીક વાહનોના વપરાશને પ્રોત્સાહન દેશભરના 69 હજાર પેટ્રોલપંપ ઉપર ઇ-કિઓસ્ક શરૂ કરાશે ઇલેક્ટ્રીક વાહન ઉપરનો GST ઘટાડીને પાંચ ટકા નેશનલ: કેન્દ્ર સરકારે પ્રદૂષણ ઘટાડવા અને ઇલેક્ટ્રીક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા દેશભરના 69 હજાર પેટ્રોલપંપ ઉપર ઇ-કિઓસ્ક શરૂ કરવાનું આયોજન કર્યું છે. કેન્દ્રીય માર્ગ પરિવહનમંત્રી નીતિન ગડકરીએ વર્ચ્યુઅલ બેઠકને સંબોધતાં જણાવ્યું હતું કે, પ્રદૂષણ ઘટાડવાની ઝૂંબેશમાં સહકાર વધારવા ઓટોમોબાઇલ ઉદ્યોગે આગળ આવવું જોઈએ. તેમણે ઇલેક્ટ્રીક વાહન ઉપરનો GST ઘટાડીને પાંચ ટકા કરવા સહિત સરકરે ઇલેક્ટ્રીક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા લીધેલા પગલાંની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર…
Month: November 2020
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પહેલી ડિસેમ્બરથી યોજનાર પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી
BA, B.com, B.sc સહિત 23 થી વધુ પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ : કોરોના અસર વિદ્યાર્થીઓએ પરીક્ષા લગતી તમામ જાણકારી મેળવવા યુનિવર્સિટીની વેબસાઈટ ચકાસતા રહેવું હિતાવહ ગુજરાત: ગુજરાતમાં વધતા જતા કોરોના વાઇરસના કહેરના કારણે બે દિવસના કરફ્યુ બાદ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરોમાં રાત્રી કરફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે. આ દરમિયાન સમગ્ર શૈક્ષણિક કાર્યો ઓનલાઇન કરવામાં આવ્યા છે અને અનેક વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાની યોજના પણ કરવામાં આવી છે. તેવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પહેલી ડિસેમ્બરથી શરૂ થનાર કોલેજ કક્ષાની બી.એ., બી.કોમ, બી.બી.એ., બી.એસ.સી. વગેરે સેમેસ્ટર 5 ની કુલ 23થી વધુ પરીક્ષાઓ…
26 ગુજરાત બટાલિયન NCC દ્વારા યોજાયો “બ્લડ ડોનેશન કેમ્પ”
NCC ડે મનાવ્યાં બાદ બટાલિયન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો ઉપસ્થિત NCC કેડેટ અને આર્મી PI સ્ટાફે કરાવ્યું બ્લડ ડોનેટ ગુજરાત: સુરેન્દ્રનગર એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના NCC હેડક્વાર્ટરની “26 ગુજરાત બટાલિયન, એન. એન. સી.”દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈ કાલે NCC ડે મનાવ્યાં બાદ આજ રોજ સવારે 26 ગુજરાત બટાલિયન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પમાં NCC કેડેટ અને આર્મી PI સ્ટાફના જવાનો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવેલું. ગઈ કાલે NCC ડે હોય તેની ઉજવણીના ભાગરૂપે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં…
જોર્ડનની રાજકુમારી અને પછી દુબઈના શાસક શેખની છઠ્ઠી પત્ની હયા બિન્ત હુસૈનનું તેમના બોડીગાર્ડ સાથે હતું અફેર!
દુબઈના શાસક શેખની પત્નીનું અફેર હતું તેના જ બોડીગાર્ડ સાથે બે વર્ષ ચાલ્યું હતું આ અફેર અને બાદમાં શેખને જાણ થતાં આપ્યા હતા છૂટાછેડા આ રહસ્ય છુપાવવામાં માટે હયા એ આપ્યા હતા 12 કરોડ ઇન્ટરનેશનલ: એક રિપોર્ટમાં થયેલા દાવા અનુસાર, રાજકુમારી હયા(Princess Haya bint Hussein)એ પોતાના બોડીગાર્ડ સાથેના સંબંધને ગુપ્ત રાખવા માટે કરોડો લૂંટાવ્યા હતા. (અથવા કરોડો વાપરી નાંખ્યા હતા) પણ કહેવાય છે ને કે પ્રેમ છાપરે ચડીને પોકારે, તેમ આ સંબંધ પણ છૂપું ન રહ્યું અને તેમને જણાવ્યા વગર જ તેમના પતિ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે તલાક…
રાજસ્થાનની એક ગૌશાળમાં એવું તે શું થયું કે અચાનક 100 ગાયનું મૃત્યુ થયું!
રાજસ્થાનના ચુરુ જિલ્લો અહીં બિલયુબાસ રામપુર નામનું એક ગામ છે. ત્યાં શ્રી રામ નામની એક મોટી ગૌશાળા આવેલી છે. ત્યાં રહેતી 100થી વધુ ગાય કાળનો કોળિયો બની છે. હજુ પણ અમુક ગાયમાં બીમારીના લક્ષણો જોવા મળી રહયા છે. વાત 20 નવેમ્બરની છે અચાનક ગાયની તબિયત બગડી હતી અને ધીમે ધીમે મૃત્યુ થવા લાગ્યા. એક જ દિવસમાં આ શ્રી રામ ગૌશાળાની 75 ગાય રામ ચરણ પામી હતી. જોકે આ ઘટના બનતાની સાથે પશુપાલન વિભાગ અને પશુ ડોક્ટરએ ફટાફટ કામગીરી શરૂ કરી હતી. સારવાર બાદ પણ આ મોતનો સિલસિલો રોકાતો ન હતો.…
મેજર બનીને મહિલાઓને લગ્નના નામે ઠગતો વ્યક્તિ નીકળ્યો 9 પાસ
લગ્નના નામે કરતો ઠગાઇ પોતાને બોલતો હતો આર્મી મેજર, નીકળ્યો 9 પાસ 17 મહિલાઓ પાસેથી ઠગી ચૂક્યો છે 6.61 કરોડ હૈદરાબાદ: ઠગાઈની વાત આવે એટ્લે દરેકના મનમાં એક મોટા ઠગ નટવરલાલનું નામ જરૂર આવે. એ માણસ જે કોઈને કોઈ નવી યુક્તિ કરી અને ઠગાઇ કરતો હતો. આવી જ એક ઘટના હૈદરાબાદમાં સામે આવી છે જ્યાં એક વ્યક્તિ વિચિત્ર ઠગાઇ કરતો. જેની ધરપકડ પોલીસે કરી છે. હૈદરાબાદ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. જે પોતાને સેનાનો ઓફિસર બોલતો હતો અને મહિલાઓ સાથે લગ્નનું પ્રોમિસ કરી અને તેને ઠગતો હતો. આમ તે…
એક વ્યક્તિ જેને મલેરિયા બાદ થયો કોરોના અને હવે કોબ્રા કરડી ગયો!
“જેને રામ રાખે તેને કોણ ચાખે!” આવું બન્યું છે બ્રિટિશ નાગરિક ઇયાન જોનાસ સાથે. જોનાસ એક સોશિયલ વોર્કર છે. એ પોતાના સોશિયલ વર્ક માટે રાજસ્થાન આવ્યા હતા અને લોકડાઉન અને કોરોનાના કારણે અહી ફસાઈ ગયા હતા. અહી તેને પહેલા મલેરિયા થયો હતો અને બાદમાં તે ડેન્ગ્યુના શિકાર થયા હતા. તેને આ બન્ને બીમારીને હરાવી હતી. અને તેમાથી રિકવર થયા જ હતા કે તેને COVID-19 પોતાનો શિકાર બનાવ્યા હતા. તેને કોરોનાને પણ ટૂંક જ સમયમાં માત આપી હતી. પરંતુ હાલમાં તેને એક જેરી કોબ્રાએ કરડી લીધું હતું અને તેને પણ માત…
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય હવે આયુર્વેદિક ડોક્ટર પણ કરી શકશે સર્જરી
આયુર્વેદિક ડોક્ટર કરી શકશે સર્જરી દેશમાં સર્જનની અછત મહદઅંશે થશે દૂર માસ્ટર્સના અભ્યાસક્રમમાં કરાશે થોડો ફેરફાર નેશનલ: સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આયુર્વેદિક ડોક્ટરોને સર્જરી કરવાની પરવાનગી આપવામાં આવી છે. અત્યાર સુધી આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓને સર્જરી અભ્યાસક્રમનો ભાગ હતી પરંતુ તે લોકો સર્જરી કરી શકે કે નહીં તે માટે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી ન હતી. પરંતુ સરકારના આ નિર્ણય બાદ સ્પષ્ટતા મળી છે કે કોણ સર્જરી કરી શકશે અને કોન નહીં. કેન્દ્ર સરકારે આયુર્વેદ ડોક્ટરને લઈને મોટો નિર્ણય લીધો છે. આયુર્વેદ…
ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યો સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક યોજશે
ગુજરાતમાં કોરોનનું સંક્રમણ વધ્યું છે કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતમાં પરિસ્થિતિના પરીક્ષણ માટે આવી છે ટીમ આજે મુખ્યમંત્રી સાથે બેઠક કરશે ગુજરાત: ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી અને સારવાર તેમજ આરોગ્ય લક્ષી પગલાંઓની સમીક્ષા અને માર્ગદર્શન માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યો આજે સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી સાથે ગાંધીનગર માં મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજશે. આ કેન્દ્રીય ટીમ CM ડેશ બોર્ડ દ્વારા કોરોના સંદર્ભે કરવામાં આવતા મોનીટરીંગ તેમજ સારવાર ફોલોઅપ વગેરેથી માહિતગાર થવા માટે CM ડેશ બોર્ડ ની કામગીરીની સમીક્ષા પણ કરશે.
NCC થી ARMY સુધીની સફર, NCC Day પર એક કેડેટની કહાની
NCC એટલે રાષ્ટ્રીય કેડેટ કોપ્સ જેની સ્થાપના ઈ.સ.1948 માં થઈ હતી અને તેનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે. NCC નું આદર્શ વાક્ય “એકતા અને અનુશાસન” છે. શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક રીતે તેમાં જોડાયને તેનાથી અનુસાશન અને દેશભક્તિ માટે યુવાનોને પ્રેરીત કરી દેશ પ્રત્યે સદાવાન અને લાગણીશીલ રહે તેના માટે સ્થાપવામાં આવેલ. NCC માં ત્રણેય દળનો સમાવેશ કરવામાં આવેલ છે. આમ તેમાં આર્મી, નેવી અને એરફોર્સ લગતી વિવિધ ટ્રેનિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ કેમ્પો દ્વારા NCC કેડેટને ડિફેન્સ પ્રત્યે પ્રેરીત કરવામાં આવે છે. NCC ની…