મેચમાં જીત બાદ કેપ્ટન વોર્નરના બિર્થડેનું સેલિબ્રેશન બન્યું ખાશ ટીમના દરેક ખેયલડીઓએ કરી મજા વિડિયો થઈ રહ્યો છે વાઇરલ સ્પોર્ટ્સ: દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં ડેવિડ વોર્નરે તેની આઈપીએલ કારકિર્દીની 47 મી અડધી સદી ફટકારી હતી અને 66 રન બનાવ્યા હતા. 27 ઓક્ટોબરે રમાયેલી મેચમાં હૈદરાબાદે દિલ્હીને 88 રનથી હરાવી શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિજય બાદ હૈદરાબાદના ખેલાડીઓએ ટીમ હોટલમાં કેપ્ટન વોર્નરનો જન્મદિવસ ઉજવ્યો હતો. ખેલાડીઓએ વોર્નરના ફેસ ઉપર કેક લગાવી હતા. ખેલાડીઓએ વોર્નરનો હાથ પકડ્યો હતો જેથી કેપ્ટન વોર્નર ભાગી શક્યો નહીં. ખેલાડીઓએ કેકમથી તેના ચહેરાને રંગ્યો હતો. આ…
Month: October 2020
ભેદ
ભેદ આંખ સામે ભેદ થાતો હોય છે એ પછી પડદો પડાતો હોય છે દોસ્ત,વેશ્યાગારમાં પણ સાંજના સૌ પ્રથમ દિવો કરાતો હોય છે રાતના અવશેષ ત્યાં રહી જાય તો? એ બીકે રસ્તો વળાતો હોય છે સૌ પ્રથમ તો ગાંઠ પડતી હોય છે એ પછી છેડો ફડાતો હોય છે બાળકીની લાશ પણ ક્યાંથી મળી! જે જગા રાવણ બળાતો હોય છે સુર્ય ત્યાં પ્હોંચી શકે કેવી રીતે? જ્યાં ઘુવડ રાજા મનાતો હોય છે ઋષિ
અનેક વિવાદો બાદ ગિરનાર રોપ-વેના ભાવોમાં કરાયો ઘટાડો
24 ઓકટોબરના એસિયાના સૌથી મોટા રોપ-વેનું લકર્પણ કરાયું હતું ભવનાથ તળેટીથી અંબાજી સુધીનો લાંબો આ રોપ-વે બનાવવામાં આવ્યો છે જેના ટિકિટના ભાડાના કારણે અનેક વિવાદો સર્જાયા હતા ગુજરાત: એશિયાના સૌથી મોટા રોપ-વેના ભાડાને લઈને વિવાદ ઉભો થયો હતો. જોકે, ભારે વિવાદ બાદ ગિરનાર રોપ-વેના ભાડામાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ રોપ-વેનું ભાડું તો એટલું જ રહેશે પરંતુ ટિકિટ સાથે અલગથી લેવાતા GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. નવા ભાડાની જાહેરાત પ્રમાણે ટિકિટનનો ભાવ 700 જ રહેશે પરંતુ અલગથી જે 18 ટકા GST વસૂલ કરવામાં આવતો…
જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસના પ્રચાર માટે ગ્વાલિયર પહોંચેલા સચિન પાયલોટ સાથે ભેટો થતાં, કહ્યું – લોકશાહીમાં …
MPમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ સચિન પાયલોટ સાથે કરી મુલાકાત સિંધિયાએ કહ્યું “સચિન પાયલોટનું મધ્ય પ્રદેશમાં સ્વાગત છે” મધ્ય પ્રદેશમાં 3 નવેમ્બરના રોજ 28 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવાની છે નેશનલ: ભાજપના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે કહ્યું હતું કે તેઓ ગ્વાલિયરમાં તેમના પૂર્વ સાથીદાર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાઇલટને મળ્યા હતા. પેટા ચૂંટણીમાં પ્રચાર માટે મધ્યપ્રદેશમાં તેમનું સ્વાગત છે. પાઇલટ કોંગ્રેસના પ્રચારમાં જોડાવા માટે ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રના બે દિવસીય પ્રવાસ પર મંગળવારે સવારે ગ્વાલિયર પહોંચ્યા હતા. ગત માર્ચમાં કોંગ્રેસમાથી ભાજપમાં જોડાયેલા સિંધિયાએ પીટીઆઇ ભાષા સાથે વાત કરતાં કહ્યું હતું કે “હું તેમને…
J&Kમાં અન્ય એક આતંકવાદીએ સરેંડર કર્યું, હથિયાર છોડી દેનારને ઇંડિયન આર્મી મદદ કરશે
J&Kમાં અન્ય એક આતંકવાદીએ કર્યું સરેંડર જે લોકો હથિયાર હેઠા મૂકી સરેંડર કરશે તે લોકોને આર્મી મદદ કરશે આ પહેલા પણ એક 20 વર્ષીય યુવાને સરેંડર કર્યું હતું નેશનલ: જમ્મુ-કાશ્મીરના પુલવામાના નૂરપોરા વિસ્તારમાં સોમવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો, જ્યારે અન્ય આતંકવાદીએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું. શરણાગતિ આપનાર આતંકવાદી પુલવામાના ગુલશનપુરાનો છે. 25 સપ્ટેમ્બરના રોજ તે ઘરેથી ગુમ થયો હતો. આતંકવાદીની શરણાગતિથી પરિવારના સભ્યો ખુશ હતા. મળતી માહિતી મુજબ, જ્યારે આતંકીને શરણાગતિ લેવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે પોતાનો હાથ છોડી…
પાકિસ્તાન: પેશાવરના એક મદરેસામાં બોમ્બ વિસ્ફોટ, 7 વિદ્યાર્થીઓના મોત, 50 થી વધુ ઘાયલ
પેશવારના એક મદરેસામાં થયો બોમ્બ વિસ્ફોટ પરિસરમાં કોઈ વ્યક્તિ બેગમાં બોમ્બ લઈને આવ્યું હતું 7 લોકોની મોત અને 50થી વધુ લોકો ઘ્યાલ થયાનો અહેવાલ પાકિસ્તાન: ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક ધાર્મિક શાળામાં કુરાન વર્ગમાં મંગલવારે બોમ્બ બ્લાસ્ટમાં સાત વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યાં છે. એક અધિકારીએ કહ્યું કે આ વિસ્ફોટમાં ઘણા વધુ લોકો ઘાયલ થયા છે. વરિષ્ઠ પોલીસ અધિકારી વકાર અઝિમે કહ્યું કે વિસ્ફોટ પશ્ચિમ ઇસ્લામાબાદથી 170 કિલોમીટર દૂર પેશાવરના એક મદરેસામાં થયો હતો. તે સમયે ત્યાં 60 થી વધુ લોકો વર્ગ લે છે. સ્થાનિક હોસ્પિટલના પ્રવક્તા મોહમ્મદ અસીમ ખાને મૃત્યુઆંકની પુષ્ટિ…
સફર પ્રત્યક્ષ સમાચારની
પ્રત્યક્ષ સમાચારની શરૂઆત યુટ્યુબનાં માધ્યમ થકી થઈ. એ બાદ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર અને ડેઈલી હંટ સાથે પણ જોડાયું. આ જુદા – જુદા સોસિયલ મીડિયાનાં સમૂહ સાથે જોડાવવાનું કાર્ય એ જ કે અમે દરેક વ્યક્તિ સાથે પ્રત્યક્ષ થઈએ. બીજું એ પણ કે આનો ઉદ્દેશ માત્ર જુદા-જુદા જનસમુદાય સુધી પહોંચવા સુધીનો માત્ર ન રાખતા ટૂંક સમયમાં પ્રત્યક્ષ સમાચાર ગુજરાતનાં દરેક છેવાડે પહોંચશે અને એને પહોંચતું કરશો આપ. કેમકે, પ્રત્યક્ષ સમાચાર હવે આપ સમક્ષ પ્રત્યક્ષ છે મોબાઇલ નંબર તેમજ ઈ-મેઈલ થકી, જેમાં આપ આપનાં વિસ્તારમાં બનતી ઘટનાઓ કે ખબરોને અમને મોકલી આપી શકો…
“મિત્ર વિશે કેવી રીતે વાત કરવી તે પણ નથી જાણતા?” ભારતને ગંદુ કહેવાં બાબતે બિડને ટ્રમ્પને સંભળાવ્યું
US ચૂંટણીમાં ભારત દેશની ચર્ચા બની વિવાદ ભારત દેશ બની શકે છે હાર જીત માટે નિર્ણાયક ટ્રમ્પે ભારતને ‘ગંદુ’ કહ્યું હતું જેના કારણે અમેરિકના રાજકારણમાં ગરમાગરમી અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના મુખ્ય હરીફ અને ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેને ચૂંટણી પૂર્વે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી હતી અને કહ્યું હતું કે મિત્રો વિશે કેવી રીતે વાત કરવી તે પણ તેમને ખબર નથી. છેલ્લી પ્રેસિડેન્સિયલ ડિબેટમાં જો બિડેને ભારતને ગંદા કહેવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ટ્રમ્પ વૈશ્વિક મુદ્દાઓને સમજી શકતા નથી. જો બિડેને કહ્યું કે ટ્રમ્પને ખબર નથી…
અમેરિકામાં મતદાન દિવસ પહેલા જ 4 કરોડથી વધુ લોકોએ મત આપી ચૂક્યા છે
અમેરિકાની ચૂંટણીના 12 દિવસ પહેલાજ 21 લાખ લોકોએ મતદાન કરી નાખ્યું ગત ચૂંટણી કરતાં આ આંકડો બમણો આ વર્ષે અમેરિકાની ચૂંટણીમાં મતદાનના રેકોર્ડ્સ તૂટી શકે તેવી સંભાવના US ઇલેક્શન: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી હજી 12 દિવસ બાકી છે (3 નવેમ્બર), પરંતુ ચાર કરોડ 21 લાખથી વધુ લોકોએ મતદાનની તારીખ પહેલા જ મત આપ્યો છે. ગત ચૂંટણી કરતા આ આંકડો લગભગ બમણો છે. રિપબ્લિકન નામાંકિત અને હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેન વચ્ચે આ સીધી લડાઈ છે. અમેરિકન નાગરિકોએ પ્રારંભિક મતદાન અને પોસ્ટલ બેલેટ (મેઇલ ઇન વોટીંગ) દ્વારા આ…
ગુજરાતી સિનેમા જગતમાં પોતાની આગવી છાપ ધરાવતા અભિનેતા અને લોકલાડીલા નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ, યુ. એન. મહેતામાં લઈ રહ્યા છે સારવાર
નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ યુ. એન. મહેતા હોસ્પીટલમાં દાખલ ગુજરાત: ગુજરાતી સિનેમા જગતના દિગ્ગજ અભિનેતા અને ભાજપા નેતા નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી આમદવાદની યુ. એન. હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. તમને જણાવી દઈએ કે કોરોના મહામારીની શરૂઆતમાં જાણતા કરફ્યુના દિવસે આ અભિનેતા ઢોલના નડે ગીત ગયું હતું ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ, ભાગ રે તારો બાપ ભગદે ભાગ કોરોનઆ ભાગ….. આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો. આ દિગ્ગજ કલાકારની તબિયત થોડી બગડી હતી માટે હાલમાં જ તેમના પુત્ર હિતું કનોડિય…