IPL: ગઈકાલે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે મેચ યોજાઈ હતી, જેમાં મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઇડર્સને 10 રને હરાવી હતી. બોલીવુડના કિંગ એટલે કે શાહરૂખ ખાને પણ કેકેઆરની આ પરાજય અંગે ટવીટ કર્યું છે. સાથે જ તેમણે કેકેઆરના ચાહકોની માફી માંગી છે. તેમણે કેકેઆરની કામગીરી નિરાશાજનક ગણાવી. શાહરૂખ ખાનની ટ્વિટ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સોશ્યલ મીડિયા સાથે યુઝર્સ પણ તેના પર ટિપ્પણી કરી રહ્યા છે.
ગઈકાલે યોજાયેલ કોલકાતા નાઈટ રાઇડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ અંગે શાહરૂખ ખાને ટ્વીટ કરીને લખ્યું હતું કે, નિરાશાજનક પ્રદર્શન, હું કોલકાતા નાઈટ રાઇડર્સના તમામ ચાહકોની માફી માંગું છું.
Disappointing performance. to say the least @KKRiders apologies to all the fans!
— Shah Rukh Khan (@iamsrk) April 13, 2021
મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સની આ મેચ છેલ્લી ઓવરમાં ગઈ હતી. કેકેઆરને છેલ્લી ઓવરમાં 15 રનની જરૂર હતી, તે બનાવી શક્યા નહીં. એક સમયે એવું લાગ્યું કે જાણે કેકેઆર મેચ જીતી લેશે પરંતુ મુંબઈ ઈન્ડિયન્સએ છેલ્લી પાંચ ઓવરમાં જબરદસ્ત પુનરાગમન કર્યું.
આ સિવાય શાહરૂખ ખાન વિશે વાત કરીએ તો કિંગ ખાન આજકાલ ફિલ્મ ‘પઠાણ’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મ સાથે સંબંધિત મોટાભાગનું શૂટિંગ દુબઇમાં થયું છે, આ સંબધિત વીડિયો અને ફોટો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ ગયો હતો. તેના એક વીડિયોમાં શાહરૂખ ખાન કારની છત પર ચઢીને વિલન સાથે એક્શન મોડમાં જોવા મળ્યા. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ શાહરૂખ ખાનની સાથે મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળશે. આ સિવાય શાહરૂખ ખાન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં કેમિયો કરતાં જોવા મળશે.