- અમીરગઢ ની પ્રાથમિક સ્કૂલ અને ખુણીયા ખાતે યોજાયો હતો નશાબંધી કાર્યક્રમ
- મહેંદી સહિત અન્ય અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી
ગુજરાતી: 10 ડિસેમ્બરનાં રોજ ડીસાનાં શ્રી રાજેશ્વરી સેવા સમાજ ટ્રસ્ટ દ્રારા અમીરગઢની અમીરગઢ પ્રાઈમરી સ્કૂલ ખાતે નશાબંધી મહિલા સંમેલન યોજાયો હતો.
રાજેશ્વરી સેવા સમાજ ટ્રસ્ટનાં પ્રમુખ જ્યોત્સનાબેન બારોટ, ગઢવી સાહેબ, શકુંતલા બેન ભાટિયા, મહેશભાઈ રજપુરિયા, છાયાબેન ગેહલોતર, પ્રાથમિક શાળાનાં આચાર્ય રાજુભાઇ તથા સ્ટાફ હાજર રહ્યા હતા. મહેંદી સહિત અન્ય અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ ઇનામનાં વિજેતા શ્રીમાળી ક્રિષ્નાબેન તથા બીજા ઇનામનાં વિજેતા અગ્રવાલ પૂનમબેન બન્નેને ઈનામ આપવામાં આવ્યા હતા. બપોર બાદ ખુણીયા મુકામે નશાબંધી મહિલા અને ભાઈઓનો કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. જેમાં ખુણીયા ગામનાં સરપંચ તથા ઉપસરપંચ હજાર રહ્યા હતા. લોકોમાં નશાબંધી અંગે જાગૃતિ લવાનો પ્રયત્નો કર્યા હતા.