ભરૂચની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ, મૃતકોના વારસને 4 લાખ રૂપિયાની સહાય

  • 70 બેડની ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા અનેક દર્દીઓ મોતને ભેટ્યાં
  • 12 દર્દી, 2 સ્ટાફ કર્મી સહિત 15ના મોતનુ પ્રાથમિક અનુમાન

ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલની ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં ઘણા દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતા. ત્યારે શુક્રવારની મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં અચાનક આગ લાગતા 12 દર્દી, 2 સ્ટાફ કર્મી સહિત 15ના મોતનુ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાતની જણ થતાં ભરૂચના પશ્ચિમ વિસ્તારના લોકો હૉસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. આશરે 40 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે ઊભી થઈ ગયેલી અને સ્થાનિક જિલ્લા પોલીસકર્મીઓ પણ દોડતા થઈ ગયા હતા.
હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે. મૃત્યુ આંક વધશે એની સંભાવના સાથે અન્ય દાખલ દર્દીઓને બીજી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ આગ દુઘર્ટના માં જેમના દુઃખદ મૃત્યુ થયા છે તે પ્રત્યેક મૃતકોના વારસ ને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર તરફથી મુખ્યમંત્રી રાહતનિધિમાંથી આપવાની પણ જાહેરાત કરી છે
મુખ્યમંત્રીએ ભરૂચ કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના બે સિનિયર આઇ એ એસ અધિકારીઓ શ્રમ રોજગાર ના અધિક મુખ્ય સચિવશ્રી વિપુલ મિત્રા અને કમિશનર મ્યુનિસિપાલીટીઝ એડમીનિસ્ત્રેશન રાજકુમાર બેનીવાલ ને ભરૂચ તાત્કાલિક પહોંચવા અને આ ઘટનાની તપાસ કરવા ના આદેશ કર્યા છે
મુખ્યમંત્રીશ્રી એ એમ પણ જણાવ્યું છે કે રાજ્ય સરકાર આ દુર્ઘટના ની ન્યાયિક તપાસ સોંપવાની દિશામાં પણ કાર્યવાહી કરી રહી છે

Related posts

Leave a Comment