સમાચાર

સૌરાષ્ટ્ર માટે સુવિધા, જામનગરમાં 400 ઓક્સિજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું ઈ-લોકાર્પણ

400 બેડની ક્ષમતા બાદ વધુ 600 બેડ ક્ષમતા-ઓક્સિજન સપ્લાય વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરાશે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાના લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર ખાતે રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી 400 ઓક્સિજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું આજે ઈ-લોકાર્પણ ગાંધીનગરથી કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર વધુ વિકરાળ સાબિત થઈ રહી છે તેવા સંજોગોમાં રાજ્ય સરકાર સંક્રમણને રોકવા માટેના તમામ પગલાંઓ લઈ રહી છે. રાજ્ય સરકારે છેલ્લા દોઢ મહિનામાં બેડની સંખ્યામાં વધારો કરીને 41,000 થી 1 લાખ બેડ તેમજ 18000 થી…

૧ મે : ગૌરવવંતા ગુજરાતીઓએ ગુજરાતીપૂર્વક ઉજવવાનો દિવસ

બીજું વિશ્ર્વયુદ્ધ પુરૂ થયા બાદ કેબિનેટ મિશન યોજના મુજબ વર્ષ ૧૯૪૬માં વચગાળાની સરકાર રચવામાં આવી. લોર્ડ માઉંટબેટન ગવર્નર-જ્નરલ તરીકે આવ્યા, બાદમાં 3 જૂન, ૧૯૪૭ની યોજના મુજબ દેશનું વિભાજન કરવાનું નક્કી થયું અને ૧૫મી ઓગષ્ટ,૧૯૪૭ના રોજ ભારત આઝાદ થયું. વર્ષ ૧૯૫૦માં બંધારણ મુજબ ચાર ભાગમાં રાજ્યોને વર્ગીકૃત કરવામાં આવ્યા. ભાગ એ,બી,સી અને ડી. પરંતુ ધીમે ધીમે દક્ષિણ ભારતમાંથી ભાષાને આધારે રાજ્યોની પુનર્રચના ની માંગ શરૂ થઈ. જેના લીધે જૂન,૧૯૪૮ માં ભારત સરકારે એસ.કે. ધારની અધ્યક્ષતા માં એક કમિશન રચ્યું. અને તેનો અહેવાલ ડિસેમ્બર,૧૯૪૮માં આવ્યો. કમિશન એ જણાવ્યું કે રાજ્યનું પુનર્ગઠન વહીવટીય…

સેનેટરી ઇન્સ્પેક્ટર અને લેબ ટેકનીશિયનની ભરતી. અમદાવાદ

સેનેટરી ઇન્સ્પેક્ટર ને રૂ. 40,000 ચૂકવાશે લેબ ટેકનીશિયન ને રૂ. 25,000 ચૂકવાશે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં  DRDO નાં સહયોગથી કોરોના મહામારી નાથવા 900 બેડનું નિર્માણ કરાયું છે. આ 900 બેડની વ્યવસ્થા માટે અગાઉ પણ ભરતી કરવામાં આવેલ સાથે 5 મે નાં રોજ 1 વાગ્યા સુધી ભરતી જગ્યાને અનુરૂપ લોકોની પસંદગી કરવામાં આવશે. કોણ જઇ શકશે ? આ ભરતી પ્રક્રિયા જલ્દી કરવાની હોઇ જેમની પણ પાસે સેનેટરી ઇન્સ્પેક્ટરનાં કોર્ષ સાથે 3 વર્ષનો અનુભવ હોય એવા અરજદાર Supervisor for Hospital ward માટે ખાલી રહેલ 14 જગ્યા માટે જણાવેલ ગૂગલ ડ્રાઈવ માં ડોક્યુમેન્ટની વિગતો…

2 દિવસમાં ઓકસીજન ના આપ્યો તો ધરણાં ઉપર બેસીશ. – જીગ્નેશ મેવાણી

ઑક્સીજનની સુવિધા ન હોવાને કારણે લોકો પ્રાઇવેટ હોસ્પિટલોમાં જઇ રહ્યા છે  ઑક્સીજન સાથે કોવિડ સેન્ટર તરીકે જલ્દી સુવિધા પૂરી પાડવામાં આવે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બનાસકાંઠા જિલ્લાના કલેકટર ને સંબોધીને વડગામના મોરિયા ગામ ખાતે આવેલ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (Community Health Centers) માં ઑક્સીજન સાથે કોવિડ સેન્ટર તરીકે જલ્દી સુવિધા પૂરી પાડવામાં આવે એવું જણાવ્યું છે. સાથે દર્શાવેલ પત્રમાં જીગ્નેશ મેવાણીએ એ પણ જણાવ્યું છે કે જો 72 કલાકમાં આ CHCને  ઑક્સીજન પૂરો પાડી કોવિડ કેર સેન્ટર તરીકે ચાલુ કરવામાં ન આવ્યું તો અમોએ ધારણા ઉપર બેસવાની ફરજ પડશે  વડગામના મોરિયા…

ઓક્સિજનના અભાવને કારણે કર્ણાટક જિલ્લા હોસ્પિટલમાં 24 દર્દીઓના મોત

ઓડિટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે જે પછી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. કર્ણાટકમાં ચમરાજનગર જિલ્લામાંથી ખૂબ જ દુ:ખદ સમાચાર આવી રહ્યા છે. અહીંની જિલ્લા હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૪ દર્દીઓએ દમ તોડી દીધો હતો. તેમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓનો સમાવેશ થતો હતો. કહેવામાં આવે છે કે દર્દીઓ ઓક્સિજનના અભાવ તેમજ અન્ય કારણોસર મૃત્યુ પામ્યા હતા. મંત્રી સુરેશ કુમારે કહ્યું કે ઓડિટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે જે પછી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.

ગુજરાત યુનિવર્સિટીનું ‘ઉનાળુ વેકેશન’ 5 જૂન સુધી

ગુજરાત યુનિવર્સિટી ભવનો,અનુસ્નાતક કેન્દ્રો તથા સંલગ્ન કોલેજોમાં વેકેશન કોલેજોમાં ઉનાળુ વેકેશન તા 01 મે થી તા. 05 જૂન સુધી   કોરોના મહામારીનું સંક્રમણ થતુ અટકાવવા અને તેની તકેદારીના પગલારૂપે રાજ્ય સરકાર-શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સરકારી યુનિવર્સિટીઓ,સંલગ્ન સરકારી ,ગ્રાંટ -ઇન-એઇડ અને ખાનગી કોલેજોમાં, શૈક્ષણિક વર્ષ 2020 – 2021 ના એકેડેમિક કેલેન્ડરમાં યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગો અને સંલગ્ન કોલેજોમાં ઉનાળુ વેકેશન તા. 01/05/2021 થી તા. 05/06/2021 સુધીનુ ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કર્યું છે. આ પરિપત્ર ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ભવનોના અધ્યક્ષશ્રીઓ તેમજ અનુસ્નાતક કેન્દ્રના વડાશ્રીઓ તરફ તથા વિનયન,વિજ્ઞાન,વાણિજ્ય,શિક્ષણ,અને કાયદા વિદ્યાશાખાની સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ તથા પ્રમુખશ્રીઓ…

ભરૂચની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ, મૃતકોના વારસને 4 લાખ રૂપિયાની સહાય

70 બેડની ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા અનેક દર્દીઓ મોતને ભેટ્યાં 12 દર્દી, 2 સ્ટાફ કર્મી સહિત 15ના મોતનુ પ્રાથમિક અનુમાન ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલની ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં ઘણા દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતા. ત્યારે શુક્રવારની મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં અચાનક આગ લાગતા 12 દર્દી, 2 સ્ટાફ કર્મી સહિત 15ના મોતનુ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાતની જણ થતાં ભરૂચના પશ્ચિમ વિસ્તારના લોકો હૉસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. આશરે 40 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે ઊભી થઈ ગયેલી અને સ્થાનિક…

17 હજાર ગામોમાં કોરોનામુક્તિની સંકલ્પના, આજથી ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’અભિયાનનો પ્રારંભ

  NCC-NSS- નહેરૂ યુવા કેન્દ્ર-રેડ ક્રોસ જેવા સંગઠનોના સેવાકર્મીઓને-ધર્મસંસ્થાના કાર્યકરોને ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’ અભિયાનમાં જનજાગૃતિ કેળવવા જોડી શકાય – રાજ્યપાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતીમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સી.એમ. ડેશબોર્ડ માધ્યમથી રાજ્યના ગામોના સરપંચો, જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખો, પદાધિકારીઓ, અગ્રણીઓ અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રીઓ, અધિકારીઓ સાથે મારૂં ગામ કોરોનામુકત ગામ અભિયાનના પ્રારંભ અવસરે ઇ-સંવાદ સાધીને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્યના દરેક ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી, મોટા ખાલી રહેલા મકાનો, મંડળીઓ, પંચાયત ઘર જેવી જગ્યાઓએ જરૂર જણાયે આઇસોલેશન સેન્ટર, કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરવા અને તેમાં શરદી, ખાંસી, સામાન્ય તાવ જેવા…

ગુજરાતી સુપરસ્ટારે કહ્યું ‘કોઈ પણ ‘પોલિટિકલ એષણા’ વગરની મારી આ પોસ્ટને સમજવાના પ્રયત્નો કરશો તો સારું.’

ગુજરાતી સુપરસ્ટાર હિતેનકુમારે કોરોના સંદર્ભે ગુજરાતમાં ચાલી રહેલ વાતાવરણ અંગે ફેસબુક પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે નિરાશા સાથે જણાવ્યું હતું કે આ જે ચાલી રહ્યું છે એ પરિસ્થિતિ ખરાબ છે અને ઉમેર્યું હતું કે હું ભલે અત્યારે મુંબઇમાં રહેતો હોઉ પરંતુ મારા મૂળિયાં મૂળ ગુજરાત એટલે કે સુરતના છે. સાથે એમને પીડા સાથે એ પણ જણાવ્યું હતું કે “ઘણા એવા ‘સેલિબ્રિટી મિત્રો’ જે આંખ આડા કાન કરી શકતા હશે,પણ મારાથી એ નથી શકતું એ હકીકત છે.” હિતેન કુમારે  ફેસબુક વોલ પર કરેલ પોસ્ટ નમષ્કાર મિત્રો, કોઈ પણ ‘પોલિટિકલ એષણા’…

થરાદના MLA ગુલાબસિંહ રાજપૂતે ઑક્સીજનની બોટલો માટે પોતાની ઈનોવા ગાડી આપી

સોસિયલ મીડિયામાં ગુલાબસિંહ રાજપૂતની ઈનોવા ગાડીનો ફોટો વાઇરલ ઈનોવા ગાડીમાં મુકેલ હતી ઑક્સીજનની બોટલો  ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને એમની ઈનોવા ગાડી કે જેમાં ઑક્સીજન સિલિન્ડર બોટલો પડી છે એ ફોટો લોકો સોસિયલ મીડિયામાં મૂકી રહ્યા છે.સાથે લોકો લખાણ પણ કરી રહ્યા છે. સાહેબ જયારે જનતા ને ઓક્સિજન ની જરૂર હતી અને ગાડી નોતી આવી તો થરાદ ના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત સાહેબે પોતાની ઇનોવા ગાડી આપી કે જાઓ તમે આ ગાડી માં બાટલા લઇ ને આવો પણ જનતા ને બચાવો સાહેબ આને પ્રજા પાલક કહેવાય આને સાચો લોક સેવક કહેવાય…