સમાચાર

સુરેન્દ્રનગર-ફતેપુર રૂટની બસ વહેલી તકે શરૂ કરવાં ડેપો મેનેજરને કરાઈ રજૂઆત

રૂટમાં સમાવેશ ગામડાઓના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ પરેશાન જલ્દીથી બસ શરૂ થાય તેવી માંગ સાથે રાજચરાડી ગામના સરપંચે લેખિતમાં કરી રજૂઆત ગુજરાત: સુરેન્દ્રનગરથી ફતેપુર રૂટની એસ. ટી. બંધ હોવાનાં કારણે સુરેન્દ્રનગર ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રાજચરાડી ગામના સરપંચ દ્વારા સુરેન્દ્રનગર ડેપો મેનેજરને વહેલી તકે બસ શરૂ કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરી હતી. સુરેન્દ્રનગરથી ફતેપુર વાયા ભારદ, રાજચરાડી, મેથાણ રૂટની એસ.ટી. બસ છેલ્લા કેટલાય સમયથી બંધ છે. જેના કારણસર રૂટમાં સમાવેશ થતાં ગામડાઓના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓને ખૂબ જ હાલાકી ભોગવી પડી રહી છે. શાળા અને કોલેજમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય…

ચરખાથી અપરિચિત લોકને ચરખાનો પરિચય કરાવશે ‘સ્વ-અધ્યયન’ પ્રોજેકટ

ગુજરાત: ગાંધી જયંતિની ઉજવણીનાં ભાગરૂપે તથા ગાંધીજીનાં રેંટિયાની ખરી શક્તિ લોકો સુધી પહોંચાડવા માટે 3જી ઓક્ટોબર, 2021નાં રોજ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ, એક્ટ ફાઉન્ડેશન તથા સુકૃત પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે ‘સ્વ-અધ્યયન’ નામનાં એક અનોખા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. ગાંધીજીનાં સમૂહ પ્રાર્થના અને સમૂહ કાંતણનાં વિચારને ચરિતાર્થ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા સમૂહમાં ચરખો કાંતીને તેના થકી સ્વ-અધ્યયન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થકી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, કાર્યક્રમમાં આવેલા મહેમાનોને વિદ્યાર્થીઓ દ્વારા ખાસ ચરખા કાંતણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જેમાં ગુજરાત વિદ્યાપીઠનાં વિદ્યાર્થીઓએ એક્ટ ફાઉન્ડેશન અને સુકૃત પરિવાર ચેરિટેબલ…

અમીરગઢ તાલુકાનાં તલાટીકમ મંત્રીઓનો ધરણા કાર્યક્રમ યોજાયો

અમીરગઢ તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા કર્યા માંગણીઓ નહીં સંતોષાયતો જિલ્લા કક્ષાએ અને ગાંધીનગર સુધી જવાની તૈયારી ગુજરાત: હાલમાં ગુજરાત રાજ્ય તલાટીકમ મંત્રી મહામંડળનાં આદેશ મુજબ જુદી જુદી જગ્યાએથી તલાટીકમ મંત્રી દ્વારા તેમની પડતર માંગણીઓ ન સ્વીકારતા ગુજરાત સરકાર વિરોધમાં ધારણા કરવામાં આવી રહ્યાં છે. આજરોજ અમીરગઢ તાલુકા પંચાયત ખાતે અમીરગઢ તલાટીકમ મંત્રીઓ દ્વારા તલાટીકમ મંત્રી મહામંડળનાં આદેશ મુજબ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમીરગઢ તાલુકાનાં તમામ તલાટીઓ મહાસીએલ મૂકીને તેમની પડતર માંગણીઓ રાજય સરકાર દ્રારા ન સ્વીકારવામાં આવતા ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો. તો જાણો શું છે પડતર માંગણીઓ: તમામ…

આયુષ્માન ભારત ડિજિટલ મિશન ભારતમાં આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવવાની શક્તિ ધરાવે છે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આયુષ્માન ભારત ડિજિટલ મિશન ભારતમાં આરોગ્ય સંભાળમાં ક્રાંતિ લાવવાની શક્તિ ધરાવે છે. તેમણે કહ્યું કે 21મી સદીમાં ભારત માટે આજનો દિવસ મહત્વનો છે કારણ કે આરોગ્ય ક્ષેત્ર એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે, જે દેશના આરોગ્યને બદલશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયુષ્માન ભારત ડિજિટલ મિશનનો પ્રારંભ કરતાં શ્રી મોદીએ કહ્યું કે, દેશના ગરીબ અને મધ્યમ વર્ગની સારવારમાં આવતી સમસ્યાઓને દૂર કરવામાં આયોજના મોટી ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેક નાગરિકને હવે ડિજિટલ હેલ્થ આઈડી મળશે અને તેમનો આરોગ્ય રેકોર્ડ ડિજિટલ રીતે સુરક્ષિત રહેશે. પ્રધાનમંત્રી…

ઉપલેટાની કટલેરી બજારમાં થયો ભેદી બ્લાસ્ટ

ઉપલેટની કટલેરી બજારનાં ગોડાઉનમાં થયો બ્લાસ્ટ બ્લાસ્ટમાં પિતા-પુત્રએ ગુમાવ્યો જીવ ગુજરાત: રાજકોટનાં ઉપલેટાના કટલેરી બજારમાં એક ગોડાઉનમાં ભેદી બ્લાસ્ટ થતાં પિતા-પુત્રનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. આ ઘટનાના કારણે આસપાસનાં લોકોમાં ભયા ફેલાયો હતો અને ઘટના સ્થળે પોલીસને બોલાવી હતી. બ્લાસ્ટ ક્યાં કારણોસર થયો તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાનાં ઉપલેટા શહેરની કટલેરી બજારમાં બ્લાસ્ટ થતાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. ઉપલેટા કટલેરી બજારમાં ભંગારની દુકાનમાં કામ કરતા બે વ્યક્તિઓના મોત થયા છે. રહીશ રજાક કાણા (ઉ.વ. ૨૭), રજાક અજિત કાણા (ઉ.વ. ૬૦)નું…

ગાંધીજીને ગાળો દેનારાઓ માટે!

હમણાં જ સ્વતંત્રતા દિવસ ગયો. ચુમોતેર વર્ષ પૂરા કરીને આપણે પંચોતેરમાં વર્ષમાં બેઠાં. ભુતકાળનાં બનાવો અને ભૂતકાળની ભૂલોથી શીખીને- એ ભૂલ ફરીથી ના થાય એ સરવૈયું કાઢીને ભવિષ્યને ઉજ્જવળ કરવાની યોજનાંઓ બનાવવામાં સૌ લાગી ગયાં. પરંતું રાષ્ટ્ર પર્વ નિમિતે જ્યારે ‘દે દી હમે આઝાદી બીના ખડક બીના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ!’ જેવું આ ગીત વાગે છે કે યુવાનો પ્રશ્ન ઉઠાવે છે કે શું ચરખાથી આઝાદી મળી? ગાંધીજી ના હોત તો આઝાદી ના મળી હોત? શું ક્રાંતિકારીઓનો કાઈ રોલ નહોતો? અને પછી એક દમ હિન કહી શકાય…

સેક્સ: મુંહ મેં રામ બગલ મેં છૂરી!

પરિસ્થિતિને જોતા આમ તો આ શબ્દ જાહેરમાં ઉચારવા જેવો નથી. ઉચ્ચારી શકાતો પણ નથી. છતાંય આજે હું એ શબ્દ ઉચ્ચારીને દુ:સાહસ કરવા જઈ રહ્યો છું. સેક્સ શબ્દ જાહેરમાં બોલતાં બોલવાવાળાની જીભ થોથવાઈ જાય અને પસીનો વળવા માંડે અને સામે સાંભળનારનું નાકનું ટીચકું ચડી જાય. સમાજના કહેવાતા વડીલો આંખના ડોળા મોટાં કરવા લાગે,અને ફૂંફાડા નાખવા લાગે. હા માની લઈએ કે સંસ્કારની દ્રષ્ટિએ ક્યાં શું બોલવું અને શું નહીં એની સમજ હોવી એ જરૂરી છે. આવું બધું જોતાં લાગે કે કહેવાતાં શુશિક્ષિત સમાજની બુદ્ધિ બહેર ગઈ છે.એના પર કાટ ચડી ગયો છે.…

કુરિવાજો:વિકાસશીલ સમાજમાં રહી ગયેલો સડો

રિવાજ શબ્દ બહું ભયાનક છે. રિવાજોની સમાજ પર જેટલી હકારાત્મક અસરો છે એટલી જ ભયાનક અસરો પણ છે. રિવાજોને સમજ્યા વગર મુર્ખ બનીને અનુસરવા એ આપણી આદત થઇ ગઈ છે. બ્રાહ્મણ દ્વારા લગ્નવિધી કરવાનો રિવાજ આપણે ત્યાં પ્રચલિત છે.એનાથી કોઇ વિરોધ નથી પણ એ વિધી શા માટે? આ પ્રશ્નનો જવાબ આપણામાંથી અને ખાસ કરીને જે લગ્નગ્રંથી જોડાય રહ્યા છે એની પાસે છે? જો જવાબ ના હોય તો એ વિધીનો કોઇ અર્થ સરે એ માની શકાય એવું છે? એક સમયમાં દરિયાપાર ના જવાનો રિવાજ હતો. જો એ રિવાજ હજુંય ચાલું હોત…

અમીરગઢ આરાસુરી હોટેલ નજીક અકસ્માત

અમીરગઢ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો ઝારી NH 27 પર વરસાદી ખાડા પુરવા અને ઝાડ કટીંગનું કામ ચાલુ હોવાથી વાહન ચાલકોને વાહન ધીમે હંકારવાના બોર્ડ માર્યા હોવા છતાં લાપરવાહી ગુજરાત: પાલનપુર થી આબુરોડ વચ્ચેના રોડ પર હાલ વરસાદી ખાડા પુરવા, રોડનું સમારકામ અને ઝાડ કટિંગનું કામ ચાલુ છે જેથી થોડાં થોડાં અંતરે સ્પીડ બ્રેકર મુકેલા છે અને નોટિસ બોર્ડ પણ માર્યા છે ત્યારે પુર ઝડપે આવતા વાહનો જલ્દી નીકળવાની લાલચે સ્પીડને વધુ વધારે છે અને કટ મારીને નીકળી જઈ સમય બચાવવા જતા એ થોડાં સમયની ઉતાવળમાં પોતાની ઝીંદગીની પણ પરવાહ કરતા…

આપણે સત્યને આધાર આપવા અસત્ય અને અસત્યને બળવાન બનાવવા સત્ય બોલીએ છીએ!

જીવન એક રહસ્ય છે. વારે-વારે જીવનમાં નવા-નવા રહસ્યો ઉમેરાતા રહે છે. શેક્સપિયરનાં હેમ્લેટની જેમ ‘To Be Or Not To Be!’ આ કે પેલું? આમ કે તેમ? એવા પ્રશ્નો સતત ઉદ્દભવતા રહે છે. આપણે સૌ આ રહસ્યને પામવાની મથામણમાં હોય છીએ. આપણે તો અગમ રસ્તા પરનાં મુસાફિરો છીએ. બશીર બદ્રએ લખ્યું છે ને કે મુસાફિર હૈ હમ ભી મુસાફિર હો તુમ ભી, કિસી મોડ પર ફિર મુલાકાત હોગી! અને આમ જ આપણે સૌ અલગ અલગ રસ્તેથી આવીને એક મંઝિલ પર ભેગા થઈ જશું! તાજેતરમાં જ અલગારી જીવ એવાં આદરણીય સુભાષ ભટ્ટનાં…