નરેન્દ્ર મોદીનાં યોગાસન વાળો વિડિયો ફોરવર્ડ કરતાં પહેલા આ વાંચી લો….

BKS Iyanger

શું તમારા વોટ્સએપમાં એક વિડિયો આવ્યો છે જેમાં નરેન્દ્ર મોદી યોગા કરી રહ્યાં છે અને લખ્યું છે કે, મોદી સાહેબનો આ વિડિયો ખૂબ રેર છે, જુવો યુવાન નરેન્દ્ર મોદી યોગા કરી રહ્યાં છે.
આ વિડિયો દેશનાં ઘણાં જાણીતા લોકોએ પણ પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમથી એક છે ગજેન્દ્ર ચૌહાણ જે એક જાણીતા કલાકાર છે અને તે દેશની ખૂબ જાણીતી સંસ્થા FTII પુણેનાં ચેયરમેનપણ રહી ચૂક્યા છે.

તો જાણી લો શું છે હકીકત અને આ કોનો વિડિયો છે!


આ વિડિયો યોગગુરુ બીકેએસ અય્યંગારનો છે. બીકેએસ અય્યંગાર ભારતનાં ખૂબ પ્રસિધ્ધ યોગગુરુ છે. જેમનો જન્મ 1918નાં વર્ષમાં બેલ્લુરમાં થયો હતો. બીકેએસને વર્ષ 2002માં ભારત સરકાર દ્વારાં પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો અને વર્ષ 2014માં બીકેએસને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. બીકેએસ પૂરા વિશ્વમાં પોતાની આગવી યોગશૈલીનાં કારણે પ્રખ્યાત છે. તેવું માનવમાં આવે છે કે આ આયંગારયોગ શૈલીનાં સ્થાપક પણ બીકેએસ છે.

હવે વાત કરીએ આ વિડિયોની તો આ વિડિયોએ 1938માં બનાવાયો હતો જેમાં બીકેએસ યોગાસન કરી રહ્યાં છે. આ વિડિયો ખૂબ જૂનો હોવાના કારણે ક્વોલિટીમાં થોડો નબળો છે સાથે સાથે આ વિડિયોમાં રહેલો બીકેએસનો ચહેરો મહદઅંશે નરેન્દ્ર મોદીનાં યુવા ચહેરાને મળતો આવે છે. જેથી જોનારાઓ આ વિડિયોને હકીકત માની અને તુરંત જ ફોરવર્ડ કરી દે છે. પરંતુ જો તમે કોઈને આ વિડિયો ફોરવર્ડ કર્યો છે તો તેના સાથે આ વાત શેર કરવી જેથી એ કોઈને ન મોકલે અને જો તમને આ ફોરવર્ડ હવે મળે તો મોકલનારને તમે સાચી માહિતી પ્રદાન કરશો જેથી આ સાથે દેશના લોકો એક મહાન યોગગુરુ વિષે માહિતી મેળવતા થશે.

Related posts

Leave a Comment