- મોરિસ તેની આક્રમક બેટિંગથી મેચનું પરિણામ બદલી નાખ્યું
IPL: આઈપીએલ 14માં રાજસ્થાનને દિલ્હીને 3 વિકેટ થી હરાવ્યું. દિલ્હીમાં પંતની ફિફટીની મદદથી 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 147 રન કર્યા. રાજસ્થાને છેલ્લા 2 બોલ બાકી રાખી જીત મેળવી હતી. ક્રિસ મોરિસે 18 બોલમાં 4 છગ્ગા સાથે 36 રન કર્યા હતા. સાથે આ મેચમાં મિલરે સૌથી વધુ રન કર્યા હતા. તેણે 43 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 62 રન કર્યા હતા. રાજસ્થાનની શરૂઆત ની 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવી હતી પરંતુ ડેવિડ મિલર અને મોરિસ ની બેટિંગે મેચનું અલગ જ પરિણામ લાવ્યા.
સંજુ સેમસન એ કર્યો જોરદાર કેચ.
સંજુ સેમસને શિખર ધવનનો કેચ ડાઇવ મારીને કર્યો હતો. આ કેચ કરવા માટે તેને જે રીતે ડાઇવ લગાવી હતી તેનાથી બધા અચંભિત રહી ગયા હતા. આ કેચ માં જયદેવ ઉનડકટ બોલિંગ કરી રહ્યા હતા. ઉનડકટે 4 ઓવરમાં 15 રન આપી 3 વિકેટ લીધી હતી. જેમાં તેણે પૃથ્વી શો, શિખર ધવન અને અજિંક્ય રહાણેને આઉટ કર્યા હતા.
રાજસ્થાન પ્લેયિંગ ઈલેવન :-
શિવમ દુબે
મનન વોહરા
સંજુ સેમસન (કેપ્ટન)
રાહુલ ટેવતિયા
જોશ બટલર
ડેવિડ મિલર
રિયાન પરાગ
ક્રિસ મોરિસ
જયદેવ ઉનડકટ
મુસ્તફિઝુર રહેમાન
ચેતન સકારીયા
દિલ્હી પ્લેયિંગ ઈલેવન :-
પૃથ્વી શો
શિખર ધવન
અજિંક્ય રહાણે
ઋષભ પંત (કેપ્ટન)
માર્કસ સ્ટોનીસ
લલિત યાદવ
ક્રિસ વોક્સ
આર અશ્વિન
કૈગિસો રબાડા
આવેશ ખાન
ટોમ કુરેન