ગુજરાતી: માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક (વર્ગ-1), સહાયક માહિતી નિયામક (વર્ગ-2) તથા સિનિયર સબ-એડિટર(વર્ગ-3) તથા માહિતી મદદનીશ (વર્ગ-3) – એમ વિવિધ સંવર્ગની ભરતી સંબંધિત ઓજસ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતો અનુક્રમે 2/20-21 અને 1/20-21, 22 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવી હતી.
ઉક્ત વિવિધ સંવર્ગ માટેની પ્રિલિમિનરી પરીક્ષા તા.10 એપ્રિલ, 2021ના રોજ યોજાનાર હતી પરંતુ કોરોનાનાં વધી રહેલા સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લેતા આ પ્રિલિમિનરી પરીક્ષાઓ અન્ય સૂચના પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવે છે.
આ પરીક્ષાની નવી તારીખ અંગેની વિગતો માટે ઓજસ તથા વેબસાઈટ www.gujaratinformation.gujarat.gov.in જોતા રહેવાની ઉમેદવારોને ભલામણ કરવામાં આવે છે.
આ સિવાય જીપીએસસીની 27 Mains & 112/19-20 and 41 & 42/20-21 પરિક્ષાઓને હાલ પૂરતી મોકૂફ અરખવામાં આવી છે આગામી કોઈ તારીખ જાહેર કરી નથી પરંતુ કહવામાં આવ્યું છે કે પરીક્ષા હવે પરિસ્થિતિ સારી બને ત્યાર બાદ જ લેવામાં આવશે.
In view of constant representations by the candidates about their inconvenience to write exams, the GPSC has postponed all the prelim exams scheduled in April. The commission would conduct examinations of Advt No 27 Mains & 112/19-20 and 41 & 42/20-21 once corona exits completely
— Dinesh Dasa (@dineshdasa1) April 8, 2021