ચક્રવાત ‘નીવાર’નાં કારણે સોનાનો થયો વરસાદ,50 લોકોની લાગી લોટરી

  • આંધ્રપ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લામાં ચક્રવાત નિવારનાં કારણે કેટલાક લોકોની કિસ્મત બદલાઈ
  • ચક્રવાતી વરસાદમાં વરસ્યું સોનું
  • અંદાજે 50 જેટલા લોકોને આ સોનું મળ્યું

તમે ઘણી વખત સાંભળ્યુ હશે કે, કોઈ જગ્યા પર જીવ-જંતુઓનો વરસાદ થયો કોઈ જગ્યાઓ પર વરસદમાં માછલી કે દેડકા વરસ્યાં. પણ તમે ક્યરેય સાંભળ્યુ છે કે સોનાનો વરસાદ થયો?

નેશનલ: સામાન્ય રીતે વાવાઝોડાનો વરસાદ વિનાશ લઈને આવતા હોય છે. શુક્રવારે સવારે આંધ્ર પ્રદેશનાં ઉપ્પડા ગામનાં લોકો ઉંઘમાંથી ઉઠેલા અને ત્યાંજ લોકોને દરિયા કિનારે નાનકડા મોતી જેટલા સોનાના ટુકડા મળી આવ્યા હતા. સ્થાનિક માછીમારો પૈકીનાં કેટલાકને આ પ્રકારનાં નાના ટુકડા મળ્યા બાદ વિસ્તારમાં આ વાત આગની જેમ ફેલાઈ હતી. પછી સેંકડો લોકો દરિયા કિનારે દોડી ગયા હતા અને દરિયાની રેતી ફંફોસવા લાગ્યા હતા.

એવુ કહેવાય છે કે, લગભગ 50 જેટલા ભાગ્યાશાળી લોકોને સોનાનાં નાના ટુકડા મળ્યા છે. હજી પણ લોકો દરિયાની રેતીમાં સોનુ તલાશ કરી રહ્યા છે. જોકે ચક્રવાતનાં કારણે આ ટુકડા કેવી રીતે દરિયા કિનારે આવ્યા તે એક રહશ્ય જ છે. સ્થાનિક પોલીસનુ કહેવુ છે કે,
દરિયા કિનારો કપાઈ રહ્યો હોવાથી તાજેતરમાં બે મંદિરો તુટી ગયા હતા અને તેટલો કેટલોક હિસ્સો દરિયામાં વહી ગયો હતો.આવી જ હાલત કેટલાક ઘરોની થઈ હતી. એક અનુમાન પ્રમાણે છેલ્લા બે દાયકામાં 150 એકર જમીન દરિયામાં જતી રહી છે.

એક અનુમાન એવુ પણ છે કે, આ ઘરોમાં અને મંદિરમાં રહેલા સોનાનો કેટલોક હિસ્સો દરિયા કિનારે આવી ચઢ્યો હોય પણ તે પણ પાક્કી રીતે કહી શકાઈ તેમ નથી. આ બાબતની જાણ તંત્ર જાગ્યું છે અને તંત્ર આ જગ્યાની મુલાકાત લેવાનું છે.

Related posts

Leave a Comment