ગુજરાત: 14 ફેબ્રુઆરીનાં રોજ ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામનાં રહીશ હિતેશકુમાર પુનાભાઈ ચાવડાનાં સુરેન્દ્રનગરનાં મુક્તાબહેન ભવાનભાઈ રાઠોડ સાથે બૌદ્ધ વિધિ મુજબ લગ્ન થયાં હતાં. લગ્નમાં સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર સ્થિત બૌદ્ધ વિહારનાં ભંતેજી પંથીક શ્રેસ્ટીજી અને સી. ડી. ડોરિયા ઉપસ્થિત રહ્યાં હતાં. ‘અમરબોધિ બુદ્ધ વિહાર’ સુરેન્દ્રનગર દ્વારા વિવાહમંગલ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. રાજચરાડી ગામમાં સૌપ્રથમ વખત બૌદ્ધ વિધિ અનુસાર લગ્ન કરવામાં આવ્યાં છે.
ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામનાં હિતેશકુમાર પુનાભાઈ ચાવડાનાં ગત રવિવારનાં રોજ સુરેન્દ્રનગરનાં રહીશ મુક્તાબહેન ભવાનભાઈ રાઠોડ સાથે બૌદ્ધ વિધિ મુજબ લગ્ન કરવામાં આવ્યાં હતાં. લગ્નમાં સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર સ્થિત બૌદ્ધ વિહારના ભંતેજી પંથીક શ્રેસ્ટીજી અને સી. ડી. ડોરિયા ઉપસ્થિત રહ્યાં હતાં.
બૌદ્ધ વિધિ પ્રમાણે કરવામાં આવતાં લગ્નમાં ઘણી વિશેષતાઓ જોવા મળે છે. હિંદુ રીતિરિવાજની તુલનાએ બૌદ્ધ વિધિનાં લગ્નમાં ઘણી ભિન્નતા જોવા મળે છે. બૌદ્ધિક રીતે કરવામાં આવતા લગ્નમાં વર અને વધુ પાસેથી તેમના સામાજિક જીવન અને ઘરસંસારને અનુસરતી કેટલીક પ્રતિજ્ઞા લેવડાવામાં આવે છે. તેમાં લગ્ન મંડપ પર ઉપસ્થિત તમામ પરિવારગણ, મહેમાનો અને બુદ્ધ વિહારનાં મહાનુભાવોની સાક્ષીમાં વર પાસેથી “તમારું સન્માન કરીશ, તમારું અપમાન નહીં કરું, અનૈતિક કાર્ય કરીશ નહીં, તમને ધનસંપત્તિ પૈસે-ટકે સંતુષ્ટ રાખીશ, તમારી ખોરાકી/પોસાકી/અલંકારથી પુરા પડીશ અને ધર્મ અનુસાર આચરણ કરીશ” તેવી પ્રતિજ્ઞા લેવડાવી હતી. તેવી જ રીતે નવવધુ પાસેથી પણ પ્રતિજ્ઞા લેવડાવી હતી.ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામમાં સૌ પ્રથમ વખત બૌદ્ધ વિધિથી લગ્ન થયાં હતાં.