નિરાધાર બનેલા બાળકોનો આધાર ચાઇલ્ડ હેલ્પ લાઇન નંબર 1098

  • આ હેલ્પલાઇન બાળકોના પ્રશ્નોને વાચા આપે છે.
  • 1098 બાળ વિવાહ, બાળ મજૂરી , દુષ્કર્મ થતાં રોકે છે.
  • નિરાધાર બનેલા બાળકોને આશ્રય સ્થાનો સુધી પહોંચાડે છે.

ચાઇલ્ડ હેલ્પ લાઇન 1098 ઘણા સમયથી બાળકોને પડતી મુશ્કેલીઓ અંગે ઊભી રહે છે જેમાં બાળ વિવાહ થતાં રોકવા, બાળ મજૂરી અટકાવવી , રેલ્વે સ્ટેશને કે પછી ભૂલ પડેલા બાળકને સુરક્ષિત સ્થળે પહોંચાડવું , કોઈ બાળકને બળજબરી પૂર્વકનો કોઈપણ પ્રકારનો હઠાગ્રહ જે દુષ્કર્મમાં ન પરિણમે એ બાબતે પણ બાળકોને “સેક્સ એજ્યુકેશન’ પણ પૂરું પાડવાની ક્ષમતા ધરાવે છે , જેથી કોઈ બાળકને ” ગુડ ટચ અને બેડ ટચ” વિષેની સમજણ પૂરી પાડી સમજણ વિકસાવવા તરફનું કાર્ય આ ચાઇલ્ડ હેલ્પ લાઇન કરતું હોય છે.

આ વખતે પણ કોરોનાની મહામારીમાં પણ ચાઇલ્ડ હેલ્પ લાઇન 1098 બાળકો સાથે જ છે. અમદાવાદના સિટી કોર્ડીનેટર બિનલ પટેલએ પણ અમદાવાદના નગરજનોને અનુરોધ કરતાં કહ્યું છે કે,

આપના ધ્યાનમાં કોઈ એવું બાળક હોય જે એકલું હોય , જેનો કોઈ આધાર ન હોય અને મુશ્કીલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે એવા બાળકોને સરકારની યોજના અને જરૂર જણાય તો જીલ્લા બાલ સુરક્ષા એકમ અને જીલ્લા બાલ સુરક્ષા સમિતિની મદદથી બાળગૃહોમાં મુકવા પ્રયત્ન કરવામાં આવશે. સાથે ઘણી સામાજિક સંસ્થાઓ અને સેવાઓને પરિણામે પણ આવા બાળકોને આધાર આપવાનો પ્રયત્ન કરવામાં આવશે.

આપને જો કોઈ આવું બાળક નજરે ચઢે તો 1098 પર ફોન કરશો જેથી નિર્ધારને તેનો આધાર મળે.

Related posts

Leave a Comment