શું આપ જાણો છો તેમનાં વિશે? આજે લઈને આવી છું એક એવી જ ઐતિહાસિક ઘટનાનું વિવરણ જેને આપમાંથી કદાચ જ કોઈ અજાણ્યું હશે! તો ચાલો…લઇ જાઉં આજે આપ સૌને સોરઠનાં પ્રખ્યાત ધામમાં…જે આઈ.શ્રી.સોનલ માતાજી નામે ખૂબ જ પ્રચલિત છેજૂનાગઢથી માત્ર 30 કિલોમીટર દુર આવેલ છે મઢડા ગામ. આ ગામમાં આઈ.શ્રી.સોનલ માતાજીનું મંદિર આવેલ છે. 700 માણસોની વસ્તી ધરાવતું આ ગામ, લાખો ભક્તોની આસ્થાનું ધામ છે. ભક્તો આ મંદિરે માનાં દર્શન માટે સોનલધામ ખાતે ઉમટી પડે છે. મંદિરમાં બિરાજીત આઈ.શ્રી.સોનલમાની દયામયી મૂરતનાં દર્શન કરવા માટે દરરોજ ભક્તોની ભીડ રહે છે. 20 જેટલા…
Category: સાહિત્ય
વીર કર્મયોગી: વિવેકાનંદ
વીર કર્મયોગી: વિવેકાનંદ આજે સ્વામી વિવેકાનંદ પરનો ત્રીજો અને છેલ્લો લેખ. થોડી વાત કરીએ વિવેકાનંદનાં વિચારોની અને થોડી વાત વિવેકાનંદનાં અંતરમનની! ‘ભારતને માટે મને પૂરેપૂરો પ્રેમ હોવા છતાં, મારામાં પૂરેપૂરો દેશપ્રેમ ભરેલો હોવા છતાં અને પ્રાચીન પૂર્વજોને માટે સંપૂર્ણ સન્માનની ભાવના હોવા છતાં, મને એ વિચાર આવ્યા વગર રહેતો નથી કે આપણે બીજી પ્રજાઓ પાસેથી હજી ઘણી બાબતો શીખવાની છે. જ્ઞાન માટે આપણે સૌને ચરણે બેસવાને તૈયાર રહેવું જોઈએ. સાથે આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે આપણે પણ જગતને એક મહાન બોધપાઠ શીખવવાનો છે. ભારતની બહારનાં વિશ્વ સિવાય આપણને…
વીર કર્મયોગી: વિવેકાનંદ
વીર કર્મયોગી: વિવેકાનંદ ગતાંકમાં આપણે નરેન્દ્રનાથ- સ્વામી વિવેકાનંદ બન્યા ત્યાં સુધી જોયું. વિવેકાનંદ ભારતમાં વિભિન્ન પ્રદેશોમાં યાત્રા કરતા-કરતા ધર્મ પ્રચાર કરવા લાગ્યા. તેઓ કોઈની પાસે ભિક્ષા માગતા નહીં. કોઈની સામે ભોજન માટે હાથ લંબાવવો નહીં તેવો એમનો દ્રઢ નિશ્ચય. પરંતું જો કોઈ સ્વયં બોલાવીને ભોજન આપે તો જ ભોજન ગ્રહણ કરવું આવા નિશ્ચય ને કારણે કેટલીક વખત દિવસો સુધી ભોજન મળતું ન હતું. એક દિવસ સાંજે વિવેકાનંદ એક ઘોડાનાં તબેલા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં સામે જ એક વ્યક્તિ ઊભો હતો. વિવેકાનંદએ બે દિવસથી અન્નનો એક પણ દાણો મોંઢામાં…
વીર કર્મયોગી: વિવેકાનંદ
વીર કર્મયોગી: વિવેકાનંદ ૧૨ જાન્યુઆરી એટલે યુવા દિવસ, સ્વામી વિવેકાનંદ જન્મ દિવસ અને એટલે આપણો દિવસ! આખા ભારતમાં એવો કોઈ વ્યક્તિ નહિ મળે કે જેને સ્વામી વિવેકાનંદનું નામ સાંભળ્યું ન હોય. જન્મ કલકત્તા ખાતે શિમલા પાલ્લી ગામમાં થયો હતો અને નામ પાડવામાં આવ્યું નરેન્દ્રનાથ દત્ત. પિતા વિશ્વનાથ દત્ત. અને તે કલકત્તા હાઇકોર્ટમાં એટર્ની. અભ્યાસ ઘરેથી શરૂ કર્યો પરંતુ પછીથી તેઓ ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગરની સંસ્થામાં દાખલ થયા. સન ૧૮૮૦માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો અને બીજા વર્ષે કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ. ભારતીય દર્શન, ઇતિહાસ, ધર્મ, સંસ્કૃતિ, નીતિશાસ્ત્ર,…
૨૦૨૦નાં લેખા-જોખા અને ૨૦૨૧ની નવી આશાઓ
૨૦૨૦નાં લેખા-જોખા અને ૨૦૨૧ની નવી આશાઓ એકવીસમી સદીની શરૂઆત એકદમ ઝડપી વિકાસની સદીની શરૂઆત છે. આ સદીમાં થયેલી અમુક શોધોએ પુરા વિશ્વનો તખ્તો પલટાવી નાખ્યો. પરંતુ સદીની શરૂઆતમાં જ કોરોના જેવી મહામારી આપણાં બારણે ટકોરા મારતી ઉભી રહી. સ્વપ્ને પણ વિચાર ન કર્યો હોય એવી સ્થિતિ આવી પડતાં સમગ્ર વિશ્વમાં અસંતુલન સર્જાયુ. અલ્પવિકસિત રાષ્ટ્રોથી માંડીને વિકાસશીલ રાષ્ટ્રો અને વિકસિત રાષ્ટ્રો કોરોના મહામારી સામે લાચાર થઈ ગયા. ડિસેમ્બર, ૨૦૧૯માં ચીનનાં વુહાન પ્રાંતમાંથી ઉદ્ભવેલા કોરોના વાયરસને એક વર્ષ પુરું થાય એ પહેલાં જ વિશ્વનાં ૨૦૦થી પણ વધુ દેશોમાં ફેલાઈને પુરી દુનિયાને એનાં…
પાનખરની જિંદગી
પાનખરની જિંદગી આવ તું પણ જોઈ લે તારા વગરની જિંદગી, હું વસંતોમાં જીવ્યો છું પાનખરની જિંદગી. આંખમાં આંજીને અંધાપો મરણનો આખરે, ભેટ આપું છું તને મારા વગરની જિંદગી. ધૂળનાં ઝરણાં ધસીને ઘર સુધી આવી ગયાં, કેટલી રેતાળ છે તારા નગરની જિંદગી! હું મરણને બાદ પણ જીવીશ નભની જિંદગી. તુંય જીવી જો ખુદા ધરતી ઉપરની જિંદગી. ખૂબ ઓછા શ્વાસનાં સપના વધારે છે ‘રકીબ’ આપણી તો જિંદગી પણ કરકસરની જિંદગી. -‘રકીબ’ અમદાવાદી
તમે ક્યારેય ભૂલા પડ્યા છો??
તમે ક્યારેય ભૂલા પડ્યા છો?? હવે તમે કહેશો કે હા… આતો કૈ પૂછવાનો વિષય છે. બધા ભૂલા પડતા જ હોય છે અથવા પડેલા જ હોય છે, આપણી ગુજરાતી ભાષાના કવિ ભાવિન ગોપાણી લખે છે કે “અજાણી છોકરી પુછી ગઈ સરનામું આવીને પછી શું? છોકરો ભૂલો પડ્યો રસ્તો બતાવીને” તો હા ભુલું પડવું માનવનો સહજ સ્વભાવ છે પણ અહીયાં જે વાત છે જે જરા અલગ સ્વભાવની છે Englishમાં કહીએ તો Grey shaded . જરા ધ્યાનથી .. સાચવીને સમજવાં જેવી વાત. સત્યનાં 2 પ્રકાર છે, એક સામાન્ય સત્ય અને એક મહાસત્ય. સામાન્ય…
છ અક્ષરનું નામ – રમેશ પારેખ, જન્મદિવસ નિમિત્તે શબ્દાંજલી
ગુજરાતી ભાષામાં ‘છ અક્ષરનું નામ’ ખૂબ જ જાણીતું છે, એ છે રમેશ પારેખ. આધુનિક ગુજરાતી સાહિત્યમાં રમેશ પારેખ જેટલી લોકપ્રિયતા ભાગ્યેજ કોઈને મળી હશે. ગદ્યમાં પાત્રો યાદગાર બની જતા હોય છે પરંતુ પદ્યમાં પાત્રની આસપાસ નું ભાવનાત્મક વાતાવરણ ઉભુ કરીને પાત્રને અમર બનાવી દેનાર લયના રાજવી કવિ શ્રી રમેશ પારેખ એમની કૃતિઓમાંના આલા ખાચર જેવા પાત્રોને આજેય ભાવકો યાદ કરે છે, એમનું કાલ્પનિક પાત્ર ‘સોનલ’તો જિજ્ઞાસા જગાડે એટલું લોકપ્રિય થયેલું .સોનલને સંબોધીને લખાયેલ તેમની કવિતાઓ અને ગીતોમાં આ પાત્ર અમર થઈ ગયું તો મીરાંને તેમણે અલગ પરિપ્રેક્ષમાં રજૂ કર્યાં છે.…
શું તમે ક્યારેય એકલા પડી ગયા છો??
શું તમે ક્યારેય એકલા પડી ગયા છો?? કોણ જાણે હતી કેવી વર્ષો જૂની, જિંદગીમાં અસર એક તન્હાઈની, કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો?’, એને આખી કહાણી સુણાવી દીધી : બેફામ ઘણીવાર માણસ બહુ એકલો થઇ જતો હોય છે અને જાણતા અજાણતાં એ લોકો ને કહેતો પણ હોય છે કે કોઈ સાંભળો.. કોઈ વાત કરો… પૃથ્વી પરની મોટા ભાગની સમસ્યા વાત ન થઈ શકવાથી ઊભી થઈ છે એટલે વાત થવી ખૂબ જરૂરી છે. આવો એકલો માણસ કોઈપણની સાથે પ્રેમ કરી બેસે છે, કોઈપણની સાથે મિત્રતા કરી બેસે છે પછી એ કોઈપણ…
ડોલ
“ડોલ” મારા બાપા એક મોંઘીદાટ ડોલ લઈ આવ્યા પછી…… ઘરમાં કકળાટ ……ડોલ માટે… પછી નક્કી થયું કે ; ડોલને મહત્ત્વના ; કામ માં જ વાપરવી ડોલને પેપરનાં વાઘા પહેરાવી માળીએ મૂકવામાં આવી ; પણ પછી…… મારા બાપાનાં બારમાં નિમિત્તે બનાવેલા બટાકા ના રસાવાળા શાકને પીરસવામાં તેનો ઉપયોગ થયો બીજીવાર મારી માનું નાહી લેવાં માટે એ જ ડોલ……… અને જ્યારે મોટી બેને પોતાને ઘાસલેટ છાંટીને પ્રગટાવી ત્યારે આગ ઓલવવા…..ય….એજ..ડોલ . . . મારા બાપા મારી માં અને મારી મોટી બેન બધા અંદર સમાઈ ગયા ખરેખર ડોલ બહુ ઊંડી હતી…. એટલે મોંઘી…