મગનલાલ ઇચ્છતા હોય તો સરકાર પાસે લાઇસન્સ લઈને બંદૂક ખરીદી આપું : ભડવીર ગાંધીજી

શહીદ દિવસ એટલે કે મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ, હજુ બે દિવસ પહેલાં જ (૩૦ જાન્યુઆરી) ગયો. સોશિયલ મીડિયા પર ગાંધીજી વિરોધી-ગાંધીજી પ્રત્યે ઝેર ઓકતી પોસ્ટનો રીતસરનો મારો થયો… નથુરામ ગોડસે અમર રહો એવી પોસ્ટ પણ ઘણી આવી. અને ગાંધીજીને બેફામ ગાળો આપીને- ગોડસેપુજકો એ ગોડસેનાં કાર્યને બિરદાવીને પોતાની કહેવાતી હિન્દુત્વવાદી અને રાષ્ટ્રવાદી છાપ મૂર્ખ રીતે ઉભી કરવાની નાકામ કોશિશ કરી! સંસ્કૃત કહેવત ‘अति सर्वत्र वर्जयेत्’નો મતલબ આપણે હજું સમજી શક્યાં નથી. અતિરેક માટે ભાગે નુકશાનકારક નીવડે. પછી એ રાષ્ટ્રવાદ હોય, ધર્મ હોય, કે કંઈ પણ હોય! અતિ રાષ્ટ્રવાદ કે કટ્ટર…

પ્રજાસતાક દિવસ, લોકોત્સવ બની શક્યો નથી! આપણે આ તહેવાર ઉજવવામાં ક્યાં પાછા પડ્યા?

26,જાન્યુઆરી એટલે પ્રજાસતાક દિવસ, ગણતંત્ર દિવસ અને આપણી લોકશાહી ઉજવવાનો દિવસ! આપણે આઝાદ થયાનાં માત્ર પંદર દિવસમાં જ એટલે કે 29, ઓગસ્ટ 1947નાં રોજ ડ્રાફ્ટિંગ કમિટીની રચના કરવામાં આવી.  કમિટીનું કાર્ય- બંધારણીય સલાહકાર દ્વારા તૈયાર કરાયેલા ભારતના બંધારણના મુસદ્દાની ચકાસણી, એસેમ્બલી દ્વારા પહેલાં લીધેલાં નિર્ણયોની ચકાસણી કરવાનું અને તેને બંધારણીય રીતે અસરકારક બનાવવાનું હતું. ડ્રાફ્ટિંગ કમિટીમાં અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર, એન. ગોપાલાચારી, કે.એમ.મુનશી, મોહમ્મદ સાદુલ્લા, એન. માધવ રાવ (બી.એલ. મીતર તેની માંદગીનાં લીધે રાજીનામું આપી દેતાં તેનું સ્થાન લીધું.), ટી.ટી.કૃષ્ણામચારી (ડી.પી.ખૈતાનનું મૃત્યુ થતાં તેનું સ્થાન લીધું.) અને બી.આર આંબેડકર એમ કુલ…

“જીવન જીવવાની કળા” (હિંમતે મર્દા તો મદદ એ ખુદા)

શ્રમિક શબ્દનો અર્થ જ થાય છે શ્રમ કરનાર. દુનિયામાં શ્રમ કરનાર તો બધા જ છે. કોઈ શારીરિક શ્રમ કરે તો કોઈ માનસિક શ્રમ. શારીરિક શ્રમ અને માનસિક શ્રમ એમ બન્નેનું તાલમેલ કરીને જે આજીવિકા અને ઘર ચલાવી રહ્યા છે તેઓનું નામ છે સમીમબાનું શેખ. તો ચાલો, આપને હું લઇ જઉં આવી જ એક સાહસી, કુશળ, સહનશીલ અને મૃદુભાષી મહિલા સમીમબેનનાં જીવન સફર પર… સમીમબેન આસ્ટોડિયા ખાતે આવેલ એક ચાલીનાં રહેવાસી. તેમનાં પતિનું નામ આબિદભાઈ શેખ. તેમનાં ત્રણ બાળકોમાં અનુક્રમે દીકરો, દીકરી અને ફરી દીકરો એમ કરીને ઘરમાં કુલ પાંચ જણ.…

મહિલા હેલ્પલાઇન નંબર 1091ની શોધ કરનાર, સામાજિક કાર્યકર ‘રૂઝાનબેન ખંભાતા’ કોણ છે?

આજે એક એવા ઉર્જાવાન વ્યક્તિની વાત કરવી છે એમનાં પરીચયની શરુઆત કરું તો.. અત્યંત પ્રભાવશાળી પ્રતિભા ધરાવતા યુનિવર્સલ પીસ એમ્બેસેડર, યંગ બિઝનેસ આંત્રપ્રિન્યોર. તેમને સ્ત્રી સશક્તિકરણ, મહિલાબળ મિત્ર, જ્ઞાન સમાજ એવોર્ડ તેમજ એવા ઘણાં એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે. હું વાત કરી રહી છું, રૂઝાનબેન ખંભાતાની. જેઓએ નાની વયમાં પોતાનું બિઝનેસ શરૂ કર્યું અને આજે તેઓ મહિલા સશક્તિકરણ અને તેમને પગભર થવા અને રક્ષણ માટે હંમેશ પ્રયત્નશીલ રહે છે. તેમની સાથે કરેલ રૂબરૂ મુલાકાતનાં અમુક અંશો: પ્રશ્ન : તમે વેલ સેટલ્ડ ફેમિલીમાંથી આવો છો છતાં પોતાનું બિઝનેસ કરવાનું જ કેમ…

સોનલ માતાજી…ચારણોની પૂજનીય દેવી મા…

શું આપ જાણો છો તેમનાં વિશે? આજે લઈને આવી છું એક એવી જ ઐતિહાસિક ઘટનાનું વિવરણ જેને આપમાંથી કદાચ જ કોઈ અજાણ્યું હશે! તો ચાલો…લઇ જાઉં આજે આપ સૌને સોરઠનાં પ્રખ્યાત ધામમાં…જે આઈ.શ્રી.સોનલ માતાજી નામે ખૂબ જ પ્રચલિત છેજૂનાગઢથી માત્ર 30 કિલોમીટર દુર આવેલ છે મઢડા ગામ. આ ગામમાં આઈ.શ્રી.સોનલ માતાજીનું મંદિર આવેલ છે. 700 માણસોની વસ્તી ધરાવતું આ ગામ, લાખો ભક્તોની આસ્થાનું  ધામ છે.  ભક્તો આ મંદિરે માનાં દર્શન માટે સોનલધામ ખાતે ઉમટી પડે છે. મંદિરમાં બિરાજીત આઈ.શ્રી.સોનલમાની દયામયી મૂરતનાં દર્શન કરવા માટે દરરોજ ભક્તોની ભીડ રહે છે. 20 જેટલા…

હોલિવૂડની ફિલ્મ ‘ ધ અધર એન્ડ ઓફ લાઈન’માં પાબીબેગ્સ! કોણ છે પાબીબેન રબારી?

પાબીબેન…આ નામ આજે દેશભરમાં જાણીતું બન્યું…કારણ..તેઓ કેબીસીનાં કર્મવીર એપિસોડમાં આવ્યા અને વધુ પ્રખ્યાત થયા. ફેશનની દુનિયામાં આપે ઘણા નામો સાંભળ્યા હશે, પણ પાબીબેનએ ફેશનને એક અલગ જ સ્તરે લઇ ગયા. દેશ જ નહીં પણ વિદેશમાં પણ તેમનાં નામનો ડંકો વાગે છે.. તો ચાલો આજે જાણીએ પાબીબેનનાં જીવનચરિત્ર વિશે, તેમના સાહસો વિશે. પાબીબેનનો જન્મ મુન્દ્રા તાલુકાનાં એક નાનકડા ગામ કુકડસરમાં થયો હતો, ગામથી જ પાબીબેને શિક્ષણ લેવાની શરૂઆત કરી અને તેમનાં ઘરનાં મોભી, તેમનાં પિતાનું મૃત્યુ થઇ ગયું. આખરે પરિવારનું ગુજરાન ચલાવવા ઘરમાં સૌથી મોટા પાબીબેને અભ્યાસ છોડી, માતાને આર્થિક ટેકો…

છ અક્ષરનું નામ – રમેશ પારેખ, જન્મદિવસ નિમિત્તે શબ્દાંજલી

Ramesh Parekh

ગુજરાતી ભાષામાં ‘છ અક્ષરનું નામ’ ખૂબ જ જાણીતું છે, એ છે રમેશ પારેખ. આધુનિક ગુજરાતી સાહિત્યમાં રમેશ પારેખ જેટલી લોકપ્રિયતા ભાગ્યેજ કોઈને મળી હશે. ગદ્યમાં પાત્રો યાદગાર બની જતા હોય છે પરંતુ પદ્યમાં પાત્રની આસપાસ નું ભાવનાત્મક વાતાવરણ ઉભુ કરીને પાત્રને અમર બનાવી દેનાર લયના રાજવી કવિ શ્રી રમેશ પારેખ એમની કૃતિઓમાંના આલા ખાચર જેવા પાત્રોને આજેય ભાવકો યાદ કરે છે, એમનું કાલ્પનિક પાત્ર ‘સોનલ’તો જિજ્ઞાસા જગાડે એટલું લોકપ્રિય થયેલું .સોનલને સંબોધીને લખાયેલ તેમની કવિતાઓ અને ગીતોમાં આ પાત્ર અમર થઈ ગયું તો મીરાંને તેમણે અલગ પરિપ્રેક્ષમાં રજૂ કર્યાં છે.…

શું તમે જાણો છો અમદાવાદમા કોરોના દર્દીઓને કઈ કઈ દવાઓ આપવામાં આવે છે?

અમદાવાદમા કોરોનાને કંટ્રોલ કરવા કઈ દવાઓ મહત્વની? અમદાવાદમા હોમ આઇસોલેશનમાં વિટામિન સિવાય અન્ય દવાઓ વિષે જાણો અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના શરૂઆતી દિવસોમાં ખૂબ ઝડપથી વધી રહ્યો ત્યારે હોસ્પિટલ પણ ભરવા લાગ્યા હતા ત્યારે AMC દ્વારાં સમની લક્ષણો ધરાવતા લોકો અને સ્વેચ્છિક રીતે હોમ આઇસોલેશનમાં રહેવા ઇચ્છતા લોકોને AMC ઘરે જ દવાઓ અને સારવાર પૂરી પડી રહી છે આ નિર્ણય બાદ કોરોનાના કેસમાં અનેક ગણો ઘટડો જોવા મળી રહ્યો છે. તો જાની એવી તે કઈ કઈ દવા AMC આપી રહી છે કે જે દવાઓના ઉપયોગના કારણે અમદાવાદમા કોરોનાના કેસમાં દિવસે ને…