આજનો ઇતિહાસ : જલિયાવાલા બાગનાં હત્યાકાંડે, આઝાદીનો વિચાર બદલ્યો

ગાંધીજીએ જેને ‘કાળો કાયદો’ કહ્યો અને મોતીલાલ નેહરુના મતે ‘દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર’ લઈ લેવામાં આવ્યો. એવો કાયદો બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના કાયદા ખાતાનાં પ્રધાન રૉલેટનાં અધ્યક્ષ પદે ‘રૉલેટ ઍક્ટ’ ઘડી કાઢવામાં આવ્યો વર્ષ 1919માં. આ કાયદો ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવાના ઉદ્દેશથી ઘડાયેલો હતો. વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો આ કાયદો ‘કાળા કાયદા’ તરીકે ઓળખાયો. રોલેટ એક્ટ મુજબ ‘ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી હતી. તેના પર મુકદમો ચલાવ્યા વિના પણ દિવસો સુધી જે-તે વ્યક્તિને જેલમાં પૂરી રાખી શકાતી.’ આ કાયદાથી બ્રિટિશ સરકારને વિરોધીઓનું દમન કરવાની…

પ્રિસ્ક્રિપ્શન લખ્યું હતું : “બિયરમાં ચંદ્રછોડનાં મૂળિયાઓનો ભૂકો કરી ઓગાળીને પીવડાવો.”

વેપારી નવો ચોપડો શરૂ કરે એટલે પ્રથમ પાને “શ્રી ૧’ લખે, નવાં કાર્યોની શરૂઆત ‘શ્રી ગણેશાય નમ:’ કે “ૐ” લખીને પણ થાય. સંકલ્પ બળ આપતાં આવા શબ્દો માત્ર શુભકાર્યની શરૂઆતમાં અને એક જ વખત લખવામાં આવે. પરંતુ ડૉક્ટર જેટલાં દર્દીઓ તપાસી દવાઓ લખી આપે તે દરેક પ્રિસ્ક્રિપ્શનનાં મથાળે Rx લખવાનું ન ચૂકે. દર્દી કે તેના સંબંધીઓને ડૉક્ટરે લખી આપેલી દવાઓમાં રસ હોય એટલે તે કાગળના મથાળે Rx શા માટે લખ્યું છે તે જાણવાની કે જોવાની પળોજણમાં ન પડે. એમાંય ડૉક્ટરના અક્ષરો ગરબડિયાં હોય છે અને માત્ર દવાના વેપારીઓ જ તેને…

મેં પલ દો પલ કા શાયર હૂં! ~ સાહિર લુધિયાનવી

હવે ગતાંકથી આગળ… મેં પલ દો પલ કા શાયર હું! ~ સાહિર લુધિયાનવી સાહિરને સાચી સિદ્ધિ તેમનાં ગીતોએ અપાવી છે. પહેલાંના જમાનામાં આજનાં જેટલું ગીતકારનું માન નહોતું. એ માન મેળવવાં માટે સાહિર આખી જિંદગી લડ્યાં: ગાયકો, કે મ્યુઝિક ડિરેક્ટર સાથે. એસ.ડી.બર્મન જેવાં મહાનતમ મ્યુઝિક ડિરેક્ટર સાથે ય બબાલ થઈ ગયેલી. અને એક વિવાદ વખતે તો ગાયક અને મ્યુઝિક ડિરેક્ટરને સાહિરે સંભળાવી દીધેલું કે, તમને શું લાગે છે તમારાં લીધે ગીતો ચાલે છે? મારા લીરિક્સમાં દમ છે એટલે ગીતો ચાલે છે! જે દિવસે મારા લીરિક્સના લીધે ગીતો નહીં ચાલે એ દિવસે…

મેં પલ દો પલ કા શાયર હું! ~ સાહિર લુધિયાનવી

2021નું વર્ષ એ સાહિરનું જન્મસતાબ્દી વર્ષ છે. મૂળ નામ તો અબ્દુલ હાયી. જ્યારે સહિરનું નામ આવે ત્યારે તે બે રીતે નજર સામે ઉપસી આવે: એક તો ગીતકાર તરીકે અને બીજા અમૃતાજીનાં પ્રેમ તરીકે! ઉર્દૂ અને હિન્દી બન્ને ભાષા પર સાહિરની અદ્ભુત પકડ. ‘तल्ख़ियाँ’ વાંચતા સાહિરની ઉર્દૂ ભાષા પરની પકડ, અને ફિલ્મો માટે લખેલાં ગીતો વાંચતા સાંભળતા સાહિરની હિન્દી ભાષા પરની પકડનો આપણને ખ્યાલ આવે. સાહિરની નઝ્મ, ગઝલ કે ગીતોમાં પુષ્કળ વૈવિધ્ય રહેલું છે. તો સાહિરની જન્મશતાબ્દીએ આપણે દરિયા જેટલાં સર્જનમાંથી થોડીક ચમચી પીવા જેટલો આસ્વાદ માણીએ. સાહિર ‘तल्ख़ियाँ’ની પહેલી જ…

ડો.રાહી માસૂમ રઝા: પ્રયત્નપૂર્વક યાદ ના રાખવામાં આવેલું નામ!

ઘણાં બધાને આ નામ નવું લાગશે! હે ને? ઇસ. 1927 માં ઉત્તરપ્રદેશનાં ગાઝીપુર જિલ્લામાં ગંગોલી ગામમાં જન્મ. પ્રારંભિક શિક્ષણ પણ ત્યાં જ અગિયાર વર્ષની ઉંમરે ટીબી(ત્યારે ટીબીની કોઈ જ દવા ઉપલબ્ધ નહોતી). અને એની સાથે સાથે પોલિયોનો એટેક (જેના લીધે એને લંગડાઈને ચાલવું પડતું). અને એ ‘બીમારીમાં’ એણે ઘરમાં રહેલી બધી જ બુક વાંચી નાખી(ઉંમર કેટલી? અગિયાર બાર વર્ષ!) અને પછી ત્યાંથી ભણવા ગયાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અને ત્યાં હિન્દુસ્તાની સાહિત્યમાં ડોક્ટરેટ કર્યું. શરૂઆતમાં અલ્હાબાદમાં રહ્યા પહેલાં તેની શાયરી પ્રત્યે રુચિ વધુ હતી પછી તેનું ધ્યાન ઉપન્યાસ લખવા તરફ ગયું…

આપણે સાચા અર્થમાં મહિલા દિવસની ઉજવણી કરી શક્યા છીએ ખરાં?

8, માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. વર્ષ 1908માં હજારો મહિલાઓએ ન્યુયોર્કમાં રેલીઓ કાઢી. માંગ હતી- કામનાં ઓછા કલાકો અને યોગ્ય વેતન, પુરુષ સમાન હકો અને મતાધિકાર! અને તેમાં સપોર્ટ કર્યો અમેરિકન સોશિયાલિસ્ટ પાર્ટીએ. અને વર્ષ 1909માં પ્રથમ વખત મહિલા દિવસ ઉજવાયો. અને આ દિવસનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો વિચાર હતો ક્લૅરા ઝૅટકિનનો. કે જે જર્મની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના મહિલા વિભાગનાં અધ્યક્ષ હતાં. વર્ષ, 1910માં કૉપનહેગનમાં યોજાયેલી નોકરિયાત મહિલાઓની એક ઇન્ટરનેશનલ કૉન્ફરન્સમાં ક્લૅરાએ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અને પ્રસ્તાવ રજૂ કરતી વખતે પ્રવચનમાં તેમણે કહ્યું કે , વર્ષમાં એક દિવસ એવો હોવો…

પોર્ન સાઇટ સર્ફિંગ/બ્લ્યુ ફિલ્મો જોવી એ બળાત્કારની ઘટના માટે કેટલી જવાબદાર?

તાજેતરમાં ઉત્તર પ્રદેશ પોલીસે ઈન્ટરનેટ પર અશ્લીલ સામગ્રી (Pornographic Content) સર્ફિંગ કરી રહેલા લોકો પર નજર રાખવા માટે એક કંપનીની નિમણુક કરી. ‘યુપી મહિલા પાવરલાઈન- 1090’ નામની એક નવી ટીમની સ્થાપના કરવામાં આવી છે કે જે – કોઈ વ્યક્તિ દ્વારા ઇન્ટરનેટ પર અશ્લીલ સામગ્રી કેટલી વખત જોવામાં આવે છે- તેના પર નજર રાખીને ચેતવણી આપવામાં આવશે. પોલીસ કોપના કહેવા અનુસાર- આ પહેલનું કારણ તમામ યુવાનોને મેસેજ આપવાનો છે કે તેઓ જે અશ્લીલ સામગ્રીને વારંવાર જુએ છે, તે મહિલાઓના અત્યાચાર સામે વધતા જતાં ગુનાઓ પાછળનું સંભવિત કારણ છે. ફરી એક વાર…

આતંકવાદની સમસ્યાનો કોઈ ઉકેલ નથી?

ભારતે અત્યાર સુધી લગભગ 34 દેશો સાથે આતંકવાદી પ્રવૃત્તિ અટકાવવા અંતર્ગત કાનૂની સંધી કરી છે. તાજેતરમાં જ ત્રણ-ચાર દિવસ પહેલાં જ શ્રીનગરમાં આંતકીઓએ નિઃશસ્ત્ર પોલીસ જવાનો પર હુમલો કર્યો અને તેમાં બે પોલીસ જવાનો શહીદ થયાં. અને જે જગ્યા પર હુમલો થયો તે જગ્યા હાઈ સિક્યુરિટી એરપોર્ટ રોડ પર આવેલી છે. ભારે સુરક્ષા વ્યવસ્થા, અગણિત સૈન્ય અભિયાનો દ્વારા આંતિકીઓનો ખાત્મો બલાવવાની ધરખમ કોશિશ બાદ ય આતંકી હુમલાની ઘટનાઓ બનતી જ રહે છે. આતંકવાદ એટલે મોટા ભાગે નિર્દોષ, નિઃશસ્ત્ર અને સરકાર વિરુદ્ધ આયોજનબદ્ધ રીતે ડર ફેલાવવા માટે પોતાનાં રાજકીય, સૈદ્ધાન્તિક અથવા…

સાહસ અને શૌર્યની મશાલ છત્રપતિ શિવાજી મહારાજ!

19 ફેબ્રુઆરી એટલે શિવાજી જયંતિ. ઇતિહાસકારોમાં શિવાજીની જન્મતારીખ બાબતે મત-મતાંતરો છે. અમુક ઇતિહાસકારો 6, એપ્રિલ કે 10, એપ્રિલને શિવાજીની જન્મતારીખ તરીકે ઉજવે છે. પરંતુ મહારાષ્ટ્ર સરકાર 19, ફેબ્રુઆરીને શિવાજીની જન્મદિવસ તારીખ માને છે, એ જાણવું જરૂરી બને છે. પૂણેથી 60 કિ.મી. અને મુંબઇથી 100 કિ.મી. દુર સન 1627માં શિવનેરી કિલ્લામાં શિવાજીનો જન્મ. પિતા શહાજી અને માતા જીજાબાઇ. શિવાજીનાં પૂર્વજો મરાઠા જાતિનાં ભોંસલે વંશનાં હતા અને પુના જિલ્લાનાં હિંગાણી, બેરાડી અને દેવલગાંવ ગામોનાં મુખી હતા. તેઓ પાટીલ કે દેશમુખ તરીકે પણ ઓળખાતા. એ વખતે ઉત્તરમાં હતો ક્રૂર શાસક ઓરંગઝેબ અને દખ્ખણમાં…

‘કૂકડે કૂક’ એક પ્રયોગ

‘કૂકડે કૂક’ એક પ્રયોગ છે, બાળ સાહિત્યિક સામયિકનો. ગુજરાત યુનિવર્સિટીનાં પત્રકારત્વ વિભાગનાં ‘ મીડિયા રીસર્ચ પ્રોજક્ટ’ અંતર્ગત આ સામયિક બનાવવાનો પ્રયોગ કર્યો છે. આ સામયિકને અનુરૂપ પ્રશ્નોનાં જવાબ ચોક્કસ આપજો. કૂકડે કૂક – જાન્યુઆરી ૨૦૨૧ (આપના અભિપ્રાયો બાદ, સુધારા- વધારા સાથે અંક-૨ ‘ પ્રત્યક્ષ સમાચાર’ અને અન્ય સંસ્થાઓનાં સૌજન્યથી જાહેર થશે.) પ્રશ્નોનાં ઉત્તર આપવા માટે અહીં ક્લિક કરો.