આઇઆરસીટીસીએ ઓછા મુસાફરોને કારણે તેજસ એક્સપ્રેસ ટ્રેન રદ કરી

IRCTCએ તેજસ એક્સપ્રેસને બતાવી લાલ જંડી ઓછા મુસાફરોના કારણે લેવાયો નિર્ણય નેશનલ: IRCTC દ્વારા સંચાલિત દેશની પ્રથમ પ્રાઈવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ લખનઉ-નવી દિલ્લી અને મુંબઈ-અમદાવાદ એમ બે રૂટ ઉપર ચાલે છે. મહામારી પહેલા આ ટ્રેન અંદાજે 50થી80 ટકા મુસાફરો સાથે ચાલતી હતી જેમાં કુલ 736 સીટ છે પરંતુ હાલની પરિસ્થિતી પ્રમાણે માત્ર 25થી40 ટકા જ મુસાફરો આવે છે. મિંટનાં એક રિપોર્ટ પ્રમને IRCTC દ્વારા બોલવામાં આવ્યું છે કે ” કોવિડ-19 મહામારીનાં કારણે ખૂબ ઓછા મુસાફરો આવી રહ્યાં છે જેથી IRCTC એ બન્ને ટ્રેનને રદ કરવાનો નિર્ણય કર્યો છે” મહામારીની શરૂઆત…

નીતિશ કુમારે સાતમી વખત લીધા મુખ્યમંત્રી પદ માટેના શપથ, સાથે બે નાયબ મુખ્યમંત્રીએ પણ શપથ લીધા

નીતિશ કુમાર ફરી બન્યાં બિહારના મુખ્યમંત્રી ભાજપના બે નેતા બન્યાં નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ અને રેણુ દેવી બન્યાં નાયબ મુખ્યમંત્રી બિહાર: શ્રી નીતિશ કુમારે  આજે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ ફાગુ ચૌહાણે રાજભવનમાં નીતિશ કુમારને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યાં હતાં. ભાજપના નેતા તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીને નાયબ મુખ્યમંત્રીના શપથ લેવડાવ્યાં. નીતિશ કુમારને ગઈ કાલે પટનામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં NDAના સર્વસંમતિથી નેતા ચૂંટી કાઢવામાં આવ્યાં હતાં. NDA એ તાજેતરમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકો જીતીને બહુમતી મેળવી છે.

દિલ્લીમાં કોરોના સંક્રમણ વધતાં ગૃહમંત્રી અમિત શાહે બોલાવી બેઠક, CM કેજરીવાલ પણ હશે હાજર

ગૃહમંત્રી અમિત શાહ દિલ્લી માટે ચિંતિત કોરોનાનું સંક્રમણ વધતાં બોલાવી બેઠક CM કેજરીવાલ પણ રહી શકે છે હાજર નેશનલ:દેશની રાજધાની દિલ્લીમાં કોરોનાના કેસ છેલ્લા થોડા દિવસોથી ફરી વધી રહ્યાં છે. ત્યારે દેશના ગૃહ મંત્રી અમિત શાહે અર્જન્ટ મીટિંગ કરવાનું નક્કી કર્યું છે. આ મીટિંગમાં દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલ પણ હાજરી આપશે તેવી શક્યતા. આ સાથે દિલ્લીનાં આરોગ્યમંત્રી અને ઉપરાજયપાલ પણ હાજરી આપશે. આ મીટિંગ ગૃહ મંત્રીના કાર્યાલય પર રાખવામા આવી છે. માનવમાં આવી રહ્યું છે કે અમિત શાહ વધતાં જતાં કેસના કારણે ચિંતિત છે. રાજધાની દિલ્હીમાં શનિવારે છેલ્લા 24 કલાકમાં 7340…

પ્રધાનમંત્રીએ દેશવાસીઓને દીપોત્સવી પર્વમાં વીર સૈનિકોના સન્માનમાં એક–એક દિવો પ્રગટાવવા અપીલ કરી

PM નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કરી એક અપીલ દીપોત્સવ પર્વ પર એક દીપ સૈનિકોનાં સન્માન માટે નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દીપોત્સવી પર્વમાં વીર સૈનિકોના સન્માનમાં એક – એક દિવો પ્રગટાવવા અપીલ કરી છે.  એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું કે, આપણે વીર જવાનોના સન્માનમાં દીપ પ્રગટાવીએ જે યોદ્ધાઓ નિર્ભય થઈને આપણા રાષ્ટ્રની સેવામાં સમર્પિત છે અને દેશનું રક્ષણ કરે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આપણે આપણાં જાબાઝ સૈનિકોને યાદ કરવાના છે, જે હાલ સરહદ પર ખડેપગે છે, અને ભારતમાતાની સેવા અને સુરક્ષા કરી રહ્યા છે, આ ભારતમાતાના વીર સંતાનોના સન્માનમાં દીવો પ્રગટાવી…

બિહાર પરિણામ NDAને મળ્યું બહુમત ફરી બનાવશે સરકાર “અંત ભલા તો સબ ભલા”

બિહાર વિધાસભાના અંતિમ પરિણામમાં NDAનો વિજય નિતિશકુમાર બનશે સાતમી વખત મુખ્યમંત્રી RJDને મળી સૌથી વધુ 75 બેઠક નેશનલ: બિહાર વિધાનાસભાના અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે. NDAને 125 બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છે. જ્યારે મહાગઠબંધનને 110 બેઠકો મળી. ચૂંટણી પંચ પાસેથી મળેલી જાણકારી મુજબ બિહારમાં સત્તાધારી એનડીએમાં સાનમેલ ભાજપને 74 બેઠકો, જેડીયુને 43 બેઠકો, વિકાસશીલ ઈન્સાન પાર્ટી (VIP)ને 4 બેઠકો અને હિન્દુસ્તાની અવામ મોર્ચા (HAM)ને 4 બેઠકો મળી છે. આ સાથે જ રાજ્યમાં આરજેડી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની છે. વિપક્ષી મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા પાર્ટી (RJD)એ 75 બેઠકો પર…

દેશના અનેક રાજ્યોમાં પેટા ચૂંટણી યોજાઇ હતી શું આવ્યા પરિણામો જાણો છો? ગુજરાતનાં વિજેતાઓનું લિસ્ટ

3 નવેમ્બરના રોજ દેશના અનેક રાજ્યોમાં પેટા ચૂંટણી યોજાઇ ગુજરાતની 8 માંથી 8 બેઠકો ઉપર BJPને ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે રાજનીતિ: 3 નવેમ્બરના રોજ યોજાયેલા 11 રાજ્યોની 56 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં કોવિડ -19નો રોગચાળો હોવા છતાં સારું મતદાન થયું હતું. પેટા-ચૂંટણીઓ છત્તીસગ, ગુજરાત,  હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, ઓડિશા, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં યોજાઇ હતી. તો જાણો ગુજરાતની દરેક વિધાસભાના વિજેતાઓનું લિસ્ટ. ગુજરાત: મતદાન ક્ષેત્ર પાર્ટી વિજેતા અબડાસા ભાજપ  જાડેજા પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ ડાંગ ભાજપ પેટલ વિજયભાઈ રમેશભાઈ ધારી ભાજપ કાકડિયા જે.વી ગઢડા ભાજપ આત્મારામ મકનભાઈ પરમાર કપરાડા ભાજપ…

જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસના પ્રચાર માટે ગ્વાલિયર પહોંચેલા સચિન પાયલોટ સાથે ભેટો થતાં, કહ્યું – લોકશાહીમાં …

MPમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ સચિન પાયલોટ સાથે કરી મુલાકાત સિંધિયાએ કહ્યું “સચિન પાયલોટનું મધ્ય પ્રદેશમાં સ્વાગત છે” મધ્ય પ્રદેશમાં 3 નવેમ્બરના રોજ 28 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવાની છે નેશનલ: ભાજપના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે કહ્યું હતું કે તેઓ ગ્વાલિયરમાં તેમના પૂર્વ સાથીદાર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાઇલટને મળ્યા હતા. પેટા ચૂંટણીમાં પ્રચાર માટે મધ્યપ્રદેશમાં તેમનું સ્વાગત છે. પાઇલટ કોંગ્રેસના પ્રચારમાં જોડાવા માટે ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રના બે દિવસીય પ્રવાસ પર મંગળવારે સવારે ગ્વાલિયર પહોંચ્યા હતા. ગત માર્ચમાં કોંગ્રેસમાથી ભાજપમાં જોડાયેલા સિંધિયાએ પીટીઆઇ ભાષા સાથે વાત કરતાં કહ્યું હતું કે “હું તેમને…

J&Kમાં અન્ય એક આતંકવાદીએ સરેંડર કર્યું, હથિયાર છોડી દેનારને ઇંડિયન આર્મી મદદ કરશે

J&Kમાં અન્ય એક આતંકવાદીએ કર્યું સરેંડર જે લોકો હથિયાર હેઠા મૂકી સરેંડર કરશે તે લોકોને આર્મી મદદ કરશે આ પહેલા પણ એક 20 વર્ષીય યુવાને સરેંડર કર્યું હતું નેશનલ: જમ્મુ-કાશ્મીરના પુલવામાના નૂરપોરા વિસ્તારમાં સોમવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો, જ્યારે અન્ય આતંકવાદીએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું. શરણાગતિ આપનાર આતંકવાદી પુલવામાના ગુલશનપુરાનો છે. 25 સપ્ટેમ્બરના રોજ તે ઘરેથી ગુમ થયો હતો. આતંકવાદીની શરણાગતિથી પરિવારના સભ્યો ખુશ હતા. મળતી માહિતી મુજબ, જ્યારે આતંકીને શરણાગતિ લેવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે પોતાનો હાથ છોડી…

કેન્દ્ર સરકારના 30 લાખ નોન-ગેઝેટેડ અધિકારીઓને બોનસ મળશે, સરકાર કુલ 3,737 કરોડ ખર્ચ થશે

કેન્દ્ર સરકારે બોનસ માટે આપી મંજૂરી 30 લાખ કર્મચારીઓને બોનસ જાહેરાતનો સીધો ફાયદો થશે બોનસ પ્રક્રિયમા સરકારને કુલ 3,737 કરોડનો ખર્ચ થશે નેશનલ: કેન્દ્રીય મંત્રીમંડળે 2019-2020 માટે ઉત્પાદકતા સંબંધિત બોનસ અને ઉત્પાદકતા સંબંધિત બોનસને મંજૂરી આપી હતી. બોનસની ઘોષણાથી 30 લાખથી વધુ નોન-ગેજેટેડ કર્મચારીઓને લાભ થશે અને દેશને કુલ આર્થિક ખર્ચ 3,737 કરોડ રૂપિયા થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટે રેલવે, પોસ્ટ્સ, સંરક્ષણ, ઇપીએફઓ, ઇએસઆઈસી જેવા વ્યવસાયિક મથકોના બિન-ગેઝેટેડ કર્મચારીઓને વર્ષ 2019-2020 માટે ઉત્પાદકતા લિંક્ડ બોનસ (પીએલબી) ચૂકવવાની મંજૂરી આપી દીધી છે.   જણાવી દઈએ કે નોન-પીએલબી અથવા…

હથરસ: જે ખેડૂતના ખેતરમાં આ ઘટના બની, તેને સરકાર પાસેથી માંગ્યું 50 હજાર નું વળતર

તંત્ર દ્વારા ખેતરમાં જવાની ના કહવામાં આવતા ખેડૂત મુશ્કેલીમાં ઊભા પાકમાં પાણી પણ ન આપવું તેવા આદેશો અપાયા છે પોલીસ અને પ્રશાસનને ત્યાં રહેલા સાબુતો નાબૂદ થવાનો ડર છે હાથરસ: હાથરસમાં 19 વર્ષની બાળકી સાથે ગેંગરેપની ઘટનાએ સમગ્ર દેશમાં હચમચાવી નાખી હતી. આ ઘટના બાજરીના એક ખેતરમાં ઘટી હતી. હવે ખેતરના માલિકે વળતરની માંગ કરી છે. ખેતરના માલિકનું કહેવું છે કે અધિકારીઓ તેને ટેના ખેતરની ખેતી અને સિંચાઈ કરવા દેતા નથી. અધિકારીઓને ડર છે કે ફાર્મ પુરાવાઓનો નાશ કરી શકે છે.  જયપુરમાં રહેતો આ મજૂર અહી હથરસમાં આવીને ખેતી કરતો…