- ગૃહમંત્રી અમિત શાહ દિલ્લી માટે ચિંતિત
- કોરોનાનું સંક્રમણ વધતાં બોલાવી બેઠક
- CM કેજરીવાલ પણ રહી શકે છે હાજર
નેશનલ:દેશની રાજધાની દિલ્લીમાં કોરોનાના કેસ છેલ્લા થોડા દિવસોથી ફરી વધી રહ્યાં છે. ત્યારે દેશના ગૃહ મંત્રી અમિત શાહે અર્જન્ટ મીટિંગ કરવાનું નક્કી કર્યું છે. આ મીટિંગમાં દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલ પણ હાજરી આપશે તેવી શક્યતા. આ સાથે દિલ્લીનાં આરોગ્યમંત્રી અને ઉપરાજયપાલ પણ હાજરી આપશે. આ મીટિંગ ગૃહ મંત્રીના કાર્યાલય પર રાખવામા આવી છે. માનવમાં આવી રહ્યું છે કે અમિત શાહ વધતાં જતાં કેસના કારણે ચિંતિત છે.
રાજધાની દિલ્હીમાં શનિવારે છેલ્લા 24 કલાકમાં 7340 નવા કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 7117 દર્દીઓ સાજા થયા હતા. 96 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. દિલ્હીના પોઝિટિવિટી રેટ વિશે વાત કરીએ તો તે લગભગ 15 ટકા છે. તે જ સમયે સક્રિય દર્દીઓની સંખ્યા નવી ઊંચાઈ પર પહોંચી ગઈ છે. દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસ 44 હજાર 456 છે. જે આજ સુધીનો સૌથી વધુ સક્રિય કેસની સંખ્યા છે.
દિવાળીના તહેવારો પહેલા CM કેજરીવાલે એક ડિજિટલ કોન્ફરન્સમાં કહ્યું હતું કે
દિલ્લીમાં પ્રદૂષણના કારણે કોરોનાના કેસોમાં વધારો જોવા મળી શકે છે. સરકાર આ બાબતે કામ કરી રહી છે અને આશા છે કે 10 દિવસની અંદર કેસ કંટ્રોલમાં આવી જશે