આઇઆરસીટીસીએ ઓછા મુસાફરોને કારણે તેજસ એક્સપ્રેસ ટ્રેન રદ કરી

  • IRCTCએ તેજસ એક્સપ્રેસને બતાવી લાલ જંડી
  • ઓછા મુસાફરોના કારણે લેવાયો નિર્ણય

નેશનલ: IRCTC દ્વારા સંચાલિત દેશની પ્રથમ પ્રાઈવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ લખનઉ-નવી દિલ્લી અને મુંબઈ-અમદાવાદ એમ બે રૂટ ઉપર ચાલે છે. મહામારી પહેલા આ ટ્રેન અંદાજે 50થી80 ટકા મુસાફરો સાથે ચાલતી હતી જેમાં કુલ 736 સીટ છે પરંતુ હાલની પરિસ્થિતી પ્રમાણે માત્ર 25થી40 ટકા જ મુસાફરો આવે છે.

મિંટનાં એક રિપોર્ટ પ્રમને IRCTC દ્વારા બોલવામાં આવ્યું છે કે ” કોવિડ-19 મહામારીનાં કારણે ખૂબ ઓછા મુસાફરો આવી રહ્યાં છે જેથી IRCTC એ બન્ને ટ્રેનને રદ કરવાનો નિર્ણય કર્યો છે”

મહામારીની શરૂઆત થતાં 19 માર્ચ 2020થી આ બન્ને ટ્રેનને રદ કરવામાં આવી હતી. અને આ બન્ને ટ્રેનને ફરી આ વર્ષના 17 ઓક્ટોબરથી ફરી શરૂ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે આ ટ્રેનની શરૂઆત 2019માં કરવામાં આવી હતી. આ જાહેરાતો ખૂબ શાનદાર રહી હતી અને ટ્રેનને સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. IRCTCએ પ્રથમ ટ્રેન લખનઉ-દિલ્લી-લખનઉ રૂટ પર શરૂ કરી હતી જે 4 ઓક્ટોબર 2019થી શરૂ થઈ હતી અને ત્યાર બાદ 2020ની શરૂઆતમાં 19 જાન્યુઆરીથી અમદાવાદ-મુંબઈ-અમદાવાદ એમ બીજી ટ્રેન શરૂ કરી હતી.

હાલ મહામારીને નજરે લેતા મુસાફરો ન આવતા આ બન્ને ટ્રેનને રદ કરાઇ છે.

Leave a Comment