રાજસીતાપુરથી સરવાળ, માલવણ તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં, ગ્રામજનો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયું

28 ઓગસ્ટના રોજ ખરાબ રસ્તાના નિકાલ અને રસ્તો ડબલ પટ્ટીનો કરવા બાબતે નાયબ કાર્યપાલક ઈજનેર ધ્રાંગધ્રા ખાતે અરજી કરેલી અગાઉ આપેલી અરજી પર યોગ્ય કામગીરી ન થતા, ખરાબ રસ્તાના નિરાકરણ બાબતે ગ્રામજનો દ્વારા રજૂઆત કરી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું ગુજરાત: રાજ્યમાં ઘણી બધી જગ્યાએ રોડ રસ્તા ખરાબ હોવાથી લોકોને ખુબજ મુશ્કેલીઓ ભોગવી પડતી હોય છે. કેટલીક જગ્યાએ રોડ રસ્તા એટલી હદે ખરાબ હાલતમાં જોવા મળે છે કે ત્યાંથી વાહનવ્યવહાર શક્ય ન બને! રોડ રસ્તાની ખરાબ હાલતને કારણે ઘણી વખત અકસ્માત થવાની શકયતા પણ રહે છે. ત્યારે રાજચરાડી ગ્રામપંચાયત દ્વારા રાજસીતાપુરથી…

પોર્ન સાઇટ સર્ફિંગ/બ્લ્યુ ફિલ્મો જોવી એ બળાત્કારની ઘટના માટે કેટલી જવાબદાર?

તાજેતરમાં ઉત્તર પ્રદેશ પોલીસે ઈન્ટરનેટ પર અશ્લીલ સામગ્રી (Pornographic Content) સર્ફિંગ કરી રહેલા લોકો પર નજર રાખવા માટે એક કંપનીની નિમણુક કરી. ‘યુપી મહિલા પાવરલાઈન- 1090’ નામની એક નવી ટીમની સ્થાપના કરવામાં આવી છે કે જે – કોઈ વ્યક્તિ દ્વારા ઇન્ટરનેટ પર અશ્લીલ સામગ્રી કેટલી વખત જોવામાં આવે છે- તેના પર નજર રાખીને ચેતવણી આપવામાં આવશે. પોલીસ કોપના કહેવા અનુસાર- આ પહેલનું કારણ તમામ યુવાનોને મેસેજ આપવાનો છે કે તેઓ જે અશ્લીલ સામગ્રીને વારંવાર જુએ છે, તે મહિલાઓના અત્યાચાર સામે વધતા જતાં ગુનાઓ પાછળનું સંભવિત કારણ છે. ફરી એક વાર…

બીબીસી સ્પૉટ્સ હેકાથોન : ગુજરાત યુનિવર્સિટી પત્રકારત્વ વિભાગ, વિકિપીડિયાનાં સહયોગી

અમદાવાદ, દિલ્હી, મુંબઈ, અમૃતસર, સિકંદરાબાદ અને પુડુચેરીના વિદ્યાર્થીઓ સાથે લાઇવ થયા હતા. ગુજરાત: આજનાં આ ડિજિટલ યુગમાં સામાન્ય રીતે લોકો માહિતી મેળવવા માટે પણ વિકિપીડિયાનો ઉપયોગ કરતા હોય છે. ઘણી વાર વિકિપીડિયામાં માહિતી ન મળવાને કારણે વાંચકો નિરાશ થતાં હોય છે. અત્યારે વિકિપીડિયા પરનાં લેખોમાં મહિલાઓ પરનાં લેખ માત્ર 17 ટકા જ હોવાને કારણે બીબીસી દ્વારા ગુજરાત યુનિવર્સિટીનાં પત્રકારત્વ વિભાગ ખાતે બેઠક યોજાઇ હતી. આજ રોજ ‘બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર પ્રૉજેક્ટ’ હેઠળ 50 મહિલા ખેલાડીઓ વિશે માહિતી વિકિપીડિયામાં ઉમેરવામાં આવી હતી.જેમાં અગાઉ વિદ્યાર્થીઓને વિકિપીડિયા દ્વારા તાલીમ પણ આપવામાં…

“MAN VS WILD” ઇન સાસણ ગીર, ગ્રીલ્સ સાથે દેખાશે અમિતાભ બચ્ચન

ડિસ્કવરી ચેનલનાં પ્રખ્યાત શો ‘MAN VS WILD’નાં હોસ્ટ બેર ગ્રીલ્સ ફરી એકવાર ભારતનાં જંગલોમાં ટ્રેકિંગ કરતા જોવા મળી શકે તેમ છે. આ વખતે, તેમનું સ્થાન એશિયાઇ સિંહો માટે જાણીતા ગુજરાતનું ગીર જંગલ હોઈ શકે છે. ખાસ વાત એ છે કે અમિતાભ બચ્ચન આ એપિસોડમાં ગ્રીલ્સ સાથે જોવા મળી શકે છે. ભારતમાં ગ્રીલ્સે અત્યારસુધીનાં ત્રણ એપિસોડ ટાઈગર રિઝર્વમાં શૂટ કર્યા છે. અને જેમાં તેની સાથે પીએમ નરેન્દ્ર મોદી, રજનીકાંત અને અક્ષય કુમાર નજરે પડ્યા હતા. અને ચોથો એપિસોડ ગીરમાં અમિતાભ બચ્ચન સાથે પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે. ગ્રીલ્સનો આ શો વિશ્વભરમાં…

લગ્ન પહેલા દિયા મિર્ઝાએ શેર કર્યા મહેંદીનાં ફોટો

મનોરંજન: બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા 15 ફેબ્રુઆરી સોમવારે વૈભવ રેખી સાથે લગ્ન કરવા જઈ રહી છે. તાજેતરમાં જ દીયાનાં લગ્નનાં સમાચાર આવ્યા છે, ત્યારથી તે અચાનક ચર્ચામાં આવી ગઈ છે. હવે લગ્ન પહેલા દીયાએ સોશિયલ મીડિયા પર પોતાની મહેંદીની એક સુંદર તસવીર શેર કરી છે. દીયાએ આ તસવીર પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે અને તેની સાથે ‘પ્યાર’ પણ લખ્યું છે. દીયા અને વૈભવનાં લગ્ન પહેલા લગ્ન પહેલાનાં ફંક્શન્સ ચાલી રહ્યા છે. આ લગ્નમાં ફક્ત દિયા અને વૈભવનાં પરિવારના જ નજીકનાં મિત્રો સામેલ થવા જઇ રહ્યા છે. લગ્ન પહેલાની પાર્ટીની…

મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટિવ!

વડોદરામાં શનિવારે રાત્રે જાહેર સભા દરમિયાન બ્લડ પ્રેસર લો થઈ જતા મુખ્યમંત્રી વિજય રૂપાણી ચક્કર ખાઈને પડી ગયા હતા. મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ECG,બ્લ્ડ ટેસ્ટ સહિતનાં રિપોર્ટ કરાયા હતા. જે નોર્મલ હતા. કોરોનાનો RTPCR  રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે આજે સવારે પોઝિટિવ આવ્યો છે. CM Vijay Rupani જાહેર સભાને સંબોધતા અચાનક ઢળી પડ્યા | Live Video હાલમાં તેઓને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. તેઓની પરિસ્થિતિ હાલ સ્થિર છે. યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ગુજરાતમાં 18 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8નાં વર્ગખંડો શરૂ

18મી ફેબ્રુઆરી 2021થી ધોરણ 6 થી 8નાં વર્ગખંડોમાં પુનઃ શિક્ષણકાર્ય શરૂ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે વિદ્યાર્થીઓનાં વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે ગુજરાત: રાજ્યમાં આગામી ગુરૂવાર તારીખ 18મી ફેબ્રુઆરી 2021થી ધોરણ 6 થી 8ના વર્ગખંડોમાં પુનઃ શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે. શિક્ષણ વિભાગે આ અંગે બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આવેલી તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓનાં ધોરણ 6થી 8 માટે વર્ગખંડ શિક્ષણ પુનઃ શરૂ કરવાનું રહેશે. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓનાં વાલી પાસેથી શિક્ષણ…

नज़रें मिलाके, खुद से पूछो – क्यूं? સોનાક્ષી સિંહા

અનેક વિદેશી હસ્તીઓએ દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન આપ્યું હતું. તે જ સમયે ફક્ત મુખ્ય પ્રવાહની કેટલીક ભારતીય હસ્તીઓ હતી જેઓ ખેડૂતોને ટેકો આપવા આગળ આવ્યા હતા. સોનાક્ષી સિંહા તેમાંથી એક છે, સતત તેનાં સોશિયલ મીડિયા પર ખેડૂતોને ટેકો આપતી પોસ્ટ કરે છે. તાજેતરમાં જ તેમણે ફરી એકવાર પોતાનો અવાજ ખેડૂતોને આપ્યો હતો. એક કવિતા દ્વારા. જેનું નામ ‘કયું’ છે. પોસ્ટનાં કેપ્શનમાં લખ્યું કે, नज़रें मिलाके, खुद से पूछो – क्यूं? एक ट्रिब्यूट उन हाथों को जो हमें खिलाते हैं. वरद भटनागर की लिखी हुई एक खूबसूरत कविता.…

અમીરગઢ રેલવે-ફૂટબ્રિજને જોડવા માટે લેખિતમાં રજુઆત કરાઈ

અમીરગઢ બન્ને ભાગોને જોડતો ફુટબ્રિજ અલગ કરતા લોકોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે ગુજરાત: અમીરગઢ ઇસ્ટ અને વેસ્ટ આમ બે ભાગોમાં વેહચાતું ગામ છે. બંન્ને ભાગોની મધ્ય ભાગમાં રેલવેટ્રેક આવેલી છે. ઉગમણા વાસ અને આથમણાં વાસને જોડતા વચ્ચે રેલવે ટ્રેક પર થઈને પાસર થવું પડે છે. ત્યારે હાલ રેલવેનું કામ ચાલુ હોઈ આ બે ભાગોને જોડવા માટે બન્ને બાજુ અલગ અલગ પુલોની બનાવટ કરવામાં આવી છે. જેથી લોકોને એક બાજુથી બીજી બાજુ આવવા માટે 2 વાર ઉતરવું અને ચડવું પડે છે. તેથી ગામ લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી…

અમીરગઢમાં 100 ફુટનો રાષ્ટ્રિયધ્વજ લહેરાયો

100 ફુટનાં રાષ્ટ્રીયધ્વજ સાથે ગામ દેશભક્તિમાં રંગાયું ગુજરાત: આજે 72 માં સ્વાતંત્રદિન નિમતે દેશ ભરમાં ત્તિરંગો લહેરાવીને ભારતીય સ્વાતંત્રતાની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજ રોજ અમીરગઢ ખાતે સાંજે 4 વાગે અમીરગઢની જનતા દ્રારા 100 ફૂટનો તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આજ રોજ સમગ્ર દેશમાં ખુશીની લહેર છવાયેલી જોવા મળે છે. નાના ભૂલકાઓ યુવાનો અને વડીલોથી લઈને સર્વે લોકોનાં મનમાં આઝાદી દિન નિમિત્તે અનોખો ઉત્સાહ જોવા મળે છે. અને તમામ લોકો તેની ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમ ,રેલી, રોડ શૉ વિવિધ રીતે કરતા હોય છે. ત્યારે આજે અમીરગઢ ખાતે ગામનાં જાહેર માર્ગો પર…