રાજસીતાપુરથી સરવાળ, માલવણ તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં, ગ્રામજનો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયું

  • 28 ઓગસ્ટના રોજ ખરાબ રસ્તાના નિકાલ અને રસ્તો ડબલ પટ્ટીનો કરવા બાબતે નાયબ કાર્યપાલક ઈજનેર ધ્રાંગધ્રા ખાતે અરજી કરેલી
  • અગાઉ આપેલી અરજી પર યોગ્ય કામગીરી ન થતા, ખરાબ રસ્તાના નિરાકરણ બાબતે ગ્રામજનો દ્વારા રજૂઆત કરી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું

ગુજરાત: રાજ્યમાં ઘણી બધી જગ્યાએ રોડ રસ્તા ખરાબ હોવાથી લોકોને ખુબજ મુશ્કેલીઓ ભોગવી પડતી હોય છે. કેટલીક જગ્યાએ રોડ રસ્તા એટલી હદે ખરાબ હાલતમાં જોવા મળે છે કે ત્યાંથી વાહનવ્યવહાર શક્ય ન બને! રોડ રસ્તાની ખરાબ હાલતને કારણે ઘણી વખત અકસ્માત થવાની શકયતા પણ રહે છે. ત્યારે રાજચરાડી ગ્રામપંચાયત દ્વારા રાજસીતાપુરથી સરવાળ તરફ જતો રોડ બિસ્માર હાલતમાં હોવાથી 28 ઓગસ્ટના રોજ ધ્રાંગધ્રાના નાયબ કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન પેટા વિભાગ ખાતે અરજી કરેલી. પરંતુ આજદિન સુધી અરજી સંબંધિત કોઈપણ કાર્યવાહી હાથ ન ધરાતા રાજચરાડી અને આજુબાજુના ગામડાંના ગ્રામજનો મળીને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી, અગાવ આપેલી અરજીને અનુલક્ષીને યોગ્ય કામ હાથ ધરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

રાજચરાડી ગ્રામ પંચાયત દ્વારા રાજસીતાપુરથી સરવાળ તરફ જતા રોડની બંને સાઈડોનું વરસાદના પાણીના લીધે ધોવાણ થઈને ગટર પહોળી થઈ હોવાનું અને રાજસીતાપુરથી સરવાળ તરફ જતો રસ્તો ડબલ પટ્ટીનો થાય તે માટે ધ્રાંગધ્રાના નાયબ કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન પેટા વિભાગ ખાતે 28 ઓગસ્ટ 2020 ના રોજ લેખિતમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીને અનુલક્ષીને રાજચરાડી, રાજસીતાપુર, ભારદ અને નજીકના ગામડાંઓના લોકો મળીને રાજસીતાપુરથી સરવાળ તરફ જતા ખરાબ રસ્તાનું નિરાકરણ લાવવા અને તેનું તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે તે હેતુ સાથે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીએ ઉપસ્થિત રહીને મહેરબાન જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ઉપરાંત રાજસીતાપુરથી સરવાળ, માલવણ તરફ જતા ખરાબ રસ્તા બાબતે અગાવ આપેલી અરજી પર કોઈપણ પ્રકારે આજદિન સુધી કામ હાથ ધરવામાં ન આવતા પરિસ્થિતિથી હાલાકી ભોગવી રહેલા લોકોએ ખરાબ રસ્તાનું તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે તેવી રજૂઆત સાથે સુરેન્દ્રનગરના મહેરબાન જિલ્લા કલેક્ટરશ્રી આવેદનપત્ર આપ્યું હતું.

Related posts

Leave a Comment