ગાંધીજીને ગાળો દેનારાઓ માટે!

હમણાં જ સ્વતંત્રતા દિવસ ગયો. ચુમોતેર વર્ષ પૂરા કરીને આપણે પંચોતેરમાં વર્ષમાં બેઠાં. ભુતકાળનાં બનાવો અને ભૂતકાળની ભૂલોથી શીખીને- એ ભૂલ ફરીથી ના થાય એ સરવૈયું કાઢીને ભવિષ્યને ઉજ્જવળ કરવાની યોજનાંઓ બનાવવામાં સૌ લાગી ગયાં. પરંતું રાષ્ટ્ર પર્વ નિમિતે જ્યારે ‘દે દી હમે આઝાદી બીના ખડક બીના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ!’ જેવું આ ગીત વાગે છે કે યુવાનો પ્રશ્ન ઉઠાવે છે કે શું ચરખાથી આઝાદી મળી? ગાંધીજી ના હોત તો આઝાદી ના મળી હોત? શું ક્રાંતિકારીઓનો કાઈ રોલ નહોતો? અને પછી એક દમ હિન કહી શકાય…

સેક્સ: મુંહ મેં રામ બગલ મેં છૂરી!

પરિસ્થિતિને જોતા આમ તો આ શબ્દ જાહેરમાં ઉચારવા જેવો નથી. ઉચ્ચારી શકાતો પણ નથી. છતાંય આજે હું એ શબ્દ ઉચ્ચારીને દુ:સાહસ કરવા જઈ રહ્યો છું. સેક્સ શબ્દ જાહેરમાં બોલતાં બોલવાવાળાની જીભ થોથવાઈ જાય અને પસીનો વળવા માંડે અને સામે સાંભળનારનું નાકનું ટીચકું ચડી જાય. સમાજના કહેવાતા વડીલો આંખના ડોળા મોટાં કરવા લાગે,અને ફૂંફાડા નાખવા લાગે. હા માની લઈએ કે સંસ્કારની દ્રષ્ટિએ ક્યાં શું બોલવું અને શું નહીં એની સમજ હોવી એ જરૂરી છે. આવું બધું જોતાં લાગે કે કહેવાતાં શુશિક્ષિત સમાજની બુદ્ધિ બહેર ગઈ છે.એના પર કાટ ચડી ગયો છે.…

કુરિવાજો:વિકાસશીલ સમાજમાં રહી ગયેલો સડો

રિવાજ શબ્દ બહું ભયાનક છે. રિવાજોની સમાજ પર જેટલી હકારાત્મક અસરો છે એટલી જ ભયાનક અસરો પણ છે. રિવાજોને સમજ્યા વગર મુર્ખ બનીને અનુસરવા એ આપણી આદત થઇ ગઈ છે. બ્રાહ્મણ દ્વારા લગ્નવિધી કરવાનો રિવાજ આપણે ત્યાં પ્રચલિત છે.એનાથી કોઇ વિરોધ નથી પણ એ વિધી શા માટે? આ પ્રશ્નનો જવાબ આપણામાંથી અને ખાસ કરીને જે લગ્નગ્રંથી જોડાય રહ્યા છે એની પાસે છે? જો જવાબ ના હોય તો એ વિધીનો કોઇ અર્થ સરે એ માની શકાય એવું છે? એક સમયમાં દરિયાપાર ના જવાનો રિવાજ હતો. જો એ રિવાજ હજુંય ચાલું હોત…

આપણે સત્યને આધાર આપવા અસત્ય અને અસત્યને બળવાન બનાવવા સત્ય બોલીએ છીએ!

જીવન એક રહસ્ય છે. વારે-વારે જીવનમાં નવા-નવા રહસ્યો ઉમેરાતા રહે છે. શેક્સપિયરનાં હેમ્લેટની જેમ ‘To Be Or Not To Be!’ આ કે પેલું? આમ કે તેમ? એવા પ્રશ્નો સતત ઉદ્દભવતા રહે છે. આપણે સૌ આ રહસ્યને પામવાની મથામણમાં હોય છીએ. આપણે તો અગમ રસ્તા પરનાં મુસાફિરો છીએ. બશીર બદ્રએ લખ્યું છે ને કે મુસાફિર હૈ હમ ભી મુસાફિર હો તુમ ભી, કિસી મોડ પર ફિર મુલાકાત હોગી! અને આમ જ આપણે સૌ અલગ અલગ રસ્તેથી આવીને એક મંઝિલ પર ભેગા થઈ જશું! તાજેતરમાં જ અલગારી જીવ એવાં આદરણીય સુભાષ ભટ્ટનાં…

વસંત-રજબ : કોમી એકતાની મિશાલ

હિંદુઓનો પવિત્ર તહેવાર અષાઢી બીજ અને મુસ્લિમોનો પવિત્ર તહેવાર ઈદ-ઉલ-અજહા (બકરી ઈદ) હમણાં જ ગયો. અને ફરી હિંદુ-મુસ્લિમ એક્તા અને હિંદુ-મુસ્લિમ કટ્ટરતાની વાતો થઈ. શરમજનક સત્ય એ છે કે ધર્મ-ધર્મ કે જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે એક્તાની- સોહાર્દની વાતો એ ઘણે-ખરે અંશે વાતો જ રહી ગઈ છે. ધાર્મિક કટ્ટરતા કે જ્ઞાતિવાદ એ રાષ્ટ્રનાં શરીરની અંદર થયેલી કેન્સરની ગાંઠ સમાન છે, અગર તેને જલ્દીથી દૂર કરવામાં આવે નહીં તો આખા શરીરમાં ફેલાય જાય, અને છેવટે ભોગ લે. હિંદુસ્તાને જોયેલાં-અનુભવેલા કોમી હિંસા- હુલ્લડોથી એક પણ ભારતીય અપરિચિત નથી. આઝાદીથી લઈને આજ સુધી જ્ઞાતિ-કોમી હિંસાઓ છતી…

દર્દ સે મેરા દામન ભર દે યા અલ્લાહ; ફિર ચાહે દિવાના કર દે યા અલ્લાહ!

અને ધીમે-ધીમે દર્દ/પીડા આપણા આખાય અસ્તિત્વ પર કબજો જમાવી લે છે. દર્દ થવું એ આપણું અસ્તિત્વ જાગૃત હોવાની નિશાની છે. ગઝલ સમ્રાટ મરીઝનો શેર છે ને: આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન; દે એક મહાન દર્દ અને પારાવાર દે! મરીઝ સામેથી પારાવાર દર્દ માંગવાની વાત કરે છે! અને મીરાંબાઈએ ગાયું છે: હે રી મૈં તો દરદ દીવાની, મેરો દરદ ન જાણૈ કોય; ઘાયલકી ગતિ ઘાયલ જાણૈ, જો કોઈ ઘાયલ હોય! સુખની શોધ આપણે હજારો-લાખો વર્ષોથી કરતાં આવ્યાં છીએ. યુ નો, પરસ્યુટ ઑફ હેપ્પીનેસ! આપણું હર એક કદમ સુખની…

જન્મ આપવો એ એકમાત્ર જ છે સત્યનું સર્જન!

તો આપણે કવિયિત્રીવિશ્વનાં પહેલાં અંકમાં ભારતની અલગ- અલગ કવયિત્રીઓની કવિતાઓનો આસ્વાદ માણ્યો. બીજા અંકમાં અલગ-અલગ દેશની કવયિત્રીઓની કવિતાઓનો આસ્વાદ માણ્યો. હવે ત્રીજા અને છેલ્લાં આ અંકમાં એને જ આગળ વધારીએ. ઉરુગ્વેની કવયિત્રી ડેલમિરા અગુસ્તીની લખે છે: વિરલ અંધકાર બનાવે મારા વિશ્વને અંધારિયું, તારક સમો આત્મા જેની સાથે ચડું ઊંચે, પડે નીચે; આપો મને તમારો પ્રકાશ આપો! વિશ્વને છુપાવી દો મારાથી! (અનુ: શશી મહેતા) એલિઝાબેથ રીડેલ નામની ઓસ્ટ્રેલિયન કવયિત્રી કહે છે: મને ક્યારેક એવું લાગે છે કે મારું હૃદય સૂઝી ગયું છે લોહી વહે છે તારા નામના લાવણ્યહીન અક્ષરો તરફ એ…

સેઝલો મિલોઝે લખ્યું છે કે: મોટે ભાગે પુરુષોએ જ લખેલી કવિતાઓમાં મને રસ પડતો નથી!

સેઝલો મિલોઝે લખ્યું છે કે: મોટે ભાગે પુરુષોએ જ લખેલી કવિતાઓમાં મને રસ પડતો નથી, પણ જીવંત સ્ત્રી, ખાસ કરીને પોતે પોતાને જ લાક્ષણિકરૂપે વ્યક્ત કરતી હોય તેવી સ્ત્રી, મારે માટે રસનો વિષય છે. ગયાં અઠવાડિયે અલગ-અલગ રાજ્યની ભારતીય કવયિત્રીઓની કવિતાઓ વાંચી હતી. હવે આ અંકમાં દેશના વિદેશની કવયિત્રીઓએ લખેલી કવિતાઓનો આસ્વાદ લઈએ. ઇસાડોરા ડંકન નામની અમેરિકન કવયિત્રી એ એક શૃંગારિક કવિતા લખી છે: મારી તો પરમાર પાતળી, શ્વેત સુંવાળા હાથ; હૈયું રાજી-રાજી કરતી એવી છે તહેનાત! ફૂટ્યાં સ્તનના બે ગલગોટા ગોળગોળ મધમીઠા; ભૂખ્યા મારા મુખને દેતાં આમંત્રણ અણદીઠા! ખિલખિલ…

કવિયિત્રીવિશ્વમાં વૈશ્વિક કાવ્યો : જુદા જુદા રાજ્યનાં કવિયિત્રીનાં કાવ્યોનો આસ્વાદ

કવિયિત્રીવિશ્વનાં સંપાદનની પ્રસ્તાવનામાં કવિ સુરેશ દલાલે લખ્યું છે કે સૌ પહેલી કવિતા લખનાર કદાચ કોઈ સ્ત્રી જ હશે. માનવકુળમાં પુરુષ જરા જડ, કઠોર, વિચારપ્રધાન, રાજસી, અને દોડધામમાં વ્યસ્ત. બીજી તરફ સ્ત્રી નાજુક, સંવેદનશીલ, લાગણીપ્રધાન અને પ્રમાણમાં થોડાં નિરાંતવા જીવવાવાળી. હાલરડાં, મંગળગીતો, લગ્નગીતો, લોકગીતો અને આખરે મરસિયા ગાવાનું સ્ત્રીને ભાગે જ આવે છે. આથી હલક અને લય માટે સ્ત્રીનાં કાન ઘડાયેલા છે. એનો કંઠ પણ ઝીણો ને મીઠો. આશા, આકાંક્ષા, ઝંખના, ઉમંગ, ચિંતા, પીડા, યાતના આ બધી લાગણીઓથી સ્ત્રીનું જીવન પુરુષ કરતાં વધારે સભર છે. પછી કવિતા લખનાર પહેલી સ્ત્રી કેમ…

અચ્છા ખાસા બૈઠે-બૈઠે ગુમ હો જાતા હૂં; અબ મેં અક્સર મેં નહીં રહતા,તુમ હો જાતા હૂં!

આ સરોવર કાંઇ તારી પ્રેયસી છે? તો તું ક્યારનો એને નિષ્પલક તાકી રહ્યો છે? અહીં આવીને,મને મુકીને- સરોવરની સામે તાક્યા કરવાનું અને મારો એક હાથ તારા હાથમાં લઇને એની ઉપર સતત આંગળી ફેરવ્યા કરે છે એનું કારણ મને આજ સુધી સમજાતું નથી’,તું મારી આંખ આગળ તારો હાથ ફેરવીને પુછે છે. પણ હું શું જવાબ આપું? તું જ કહે છે ને કે,’અમુક અનુભુતિને વર્ણવવાનું કૌશલ્ય ઇશ્વરે તને નથી આપ્યું.અને આ બાબત માટેની મારી શિકાયત હંમેશા રહેશે!’ પણ, મને ખબર છે હવે તું મને બોલાવીશ નહી. બેસવા દઇશ મને એમ જ. પણ…