તમે તમારા બાળકને શાળાએ મોકલવા માંગો છો? તો ભરી દો આ ફોર્મ

  • વિદ્યાર્થીઓનાં શાળામાં ‘પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય’ માટે શાળાએ માંગી વાલીની મંજૂરી
  • કોવિડ-19ની કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરેલી SOP ગાઈડલાઈન્સનું પાલન કરવું જરૂરી
  • જે વિદ્યાર્થીઓનાં વાલી સંમત નથી તેવાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવશે.

ગુજરાત: ગઈ કાલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા ધોરણ 10 અને 12 ની શાળાઓ 11 જાન્યુઆરીથી ખોલવા અંગેની જાહેરાત થયેલી. તેમાં કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે શાળાઓ શરૂ કરવાની તૈયારીઓ દાખવી છે. ત્યારે રાજ્યની તમામ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓનાં ‘શાળામાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય’ માટે વિદ્યાર્થીઓને મોકલવા અંગે વાલી પાસેથી સંમતિ લેવામાં આવી રહી છે.

કોવિડ-19 હાલની પરિસ્થિતિમાં સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર)નું પાલન કરવાની શરતે શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આમ શિક્ષણમંત્રી દ્વારા 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક કર્યા ચાલું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે રાજયની તમામ શાળાઓ દ્વારા ધોરણ 10-12 નાં વિદ્યાર્થીઓનાં વાલીઓ પાસેથી સંમતિ લેવામાં આવી રહી છે. રાજ્યની તમામ શાળાઓ વિદ્યાર્થીઓનાં વાલીને ફોન કરીને વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક કાર્ય માટે સંમતિ આપવા માટે બોલાવવામાં આવી રહ્યા છે. તેમાં જો અમુક વિદ્યાર્થીઓનાં વાલી શાળામાં પ્રત્યક્ષ શૈક્ષણિક કર્યા માટે સંમતિ નથી આપતા તેવાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન માધ્યમ દ્વારા શિક્ષણ પૂરું પાડવામાં આવશે.

સામાન્ય રીતે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનામાં યોજવામાં આવતી હોય છે. પરંતુ ચાલી રહેલી કોરોના મહામારીનાં કારણે તમામ શૈક્ષણિક કાર્યમાં તેની અસર થઈ છે. ત્યારે ધોરણ 10 અને 12 ની પરીક્ષા મે મહિનામાં લેવાશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવું આવશ્યક છે. જેથી રાજ્ય સરકાર ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓનાં અભ્યાસ માટે તમામ શાળોઓ દ્વારા વિદ્યાર્થીઓનાં વાલી પાસેથી પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય માટે સંમતિ મેળવવામાં આવી રહી છે.

વાલીએ ધ્યાનમાં રાખવાની બાબતો


1. આપના સંતાન માસ્ક પહેરાવીને જ શાળાએ મોકલવું.
2. બાળકની સાથે પોતાનું અલગ લંચ બોક્ષ / ટિફીન, પાણીની બોટલ તથા બેસવા માટે આસન લઈને જ મોકલાવું.
3. બાળકને શરદી, ઉધરસ, તાવ કે કોરોના અન્ય લક્ષણો જણાય તો શાળાએ મોકલવું નહીં.
4. પોતાના ઘરના કોઈપણ સભ્યને પણ જો ઉપરોક્ત લક્ષણો જણાય તો બાળકને શાળાએ મોકલવું નહિ.
5. બાળકનાં માસ્ક, યુનિફોર્મ, હાથ રૂમાલ, લંચ બોક્ષ/ટિફીન, પાણીની બોટલ વગેરે દરરોજ ગરમ
તથા ડિટર્જંટ વાળા પાણીથી ધોઈ નાખવા.
6. શક્ય હોય ત્યાં સુધી વાલી બાળકને પોતાના અલાયદા વાહનમાં લઈ-મૂકી જાય તે ઇચ્છનીય છે, છતાં બસ વગેરે જાહેર પરિવહન સાધન વડે બાળકને શાળાએ આવવાનું થયા તો તેને કોરોના સંક્રમણ ન થાય તે માટેના આગમ ચેતીના પગલાં વ્યવસ્થિત સમજાવીને જ મોકલો.

Related posts

Leave a Comment