- મસ્ક્યુલર એટ્રોફીથી પીડિત વિવાનની મદદ અર્થે ધ્રાંગધ્રા, ખેરવા અને માલવણનાં યુવાનો એકઠાં થયાં
- ધૈર્યરાજની માફક વિવાનને પણ 16 કરોડનું ઇન્જેક્શન મળી રહે તે માટે ગુજરાતની જનતાને મદદ કરવા અપીલ
ધ્રાંગધ્રા-માલવણ વાઇવે પર આવેલ માલવણ ચોકડી ટોલટેક્સ ખાતે સેવાભાવી યુવાનોએ પરિવહન કરતાં વાહન ચાલકો પાસેથી દાન એકઠુ કરી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી છે. યુવાનો દ્વારા “આવો વિવાનની વ્હારે” અને “વિવાનને મદદ કરો” તેવા પોસ્ટર સાથે પરિવહન કરતાં રાહદારીઓને દાન કરવા જણાવી રહ્યાં છે. ધૈર્યરાજની માફક વિવાનને પણ 16 કરોડનું ઇન્જેક્શન મળી રહે તે માટે ગુજરાતની જનતાને મદદરૂપ થવા કરી અપીલ.
ગીર સોમનાથના આલિદર ગામના વિવાનને સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બિમારી છે. આ ગંભીર બિમારી સામે લડત મેળવવા 16 કરોડના ઇન્જેક્શનની જરૂરીયાત છે. આમ ધૈર્યરાજની માફક વિવાનને પણ 16 કરોડનું ઇન્જેક્શન આપવાની જરૂરિયાત હોવાથી ધ્રાંગધ્રા-અમદાવાદ વાઇવે પર આવેલ માલવણ ચોકડી ટોલટેક્સ ખાતે સેવાભાવી યુવાનોએ પરિવહન કરતાં વાહન ચાલકો પાસેથી દાન એકઠુ કરવાની સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી છે. આમ યુવાનો દ્વારા “આવો વિવાનની વ્હારે” અને “વિવાનને મદદ કરો” તેવા પોસ્ટર સાથે પરિવહન કરતાં રાહદારીઓને દાન કરવા જણાવી રહ્યાં છે. ગુજરાતની જનતા દ્રારા અગાઉ પણ આ રીતે 16 કરોડનું દાન ભેગુ કરીને ધૈયરાજને ગંભીર બિમારી સામે લડત આપવામાં મદદરૂપ બન્યાં હતાં. આમ તેવી જ આશા સાથે સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રાના યુવાનો દ્વારા દાન એકઠું કરી રહ્યાં છે.
ગુજરાત ભરના યુવાનો આ બાળકને બચાવવા દાન એકઠું કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા માલવણ-ચોકડી ટોલટેક્સ પર કાંતીભાઈ રાઠોડ, અશ્વિનભાઈ, કિર્તીભાઈ રાઠોડ, દિનેશભાઈ, શાંતીલાલ રાઠોડ તથા સામાજીક કાર્યકરો સાથે ખેરવા, માલવણ અને ધ્રાંગધ્રાના યુવાનો દ્રારા વિવાનને 16 કરોડનું ઇન્જેક્શન મળી રહે તે હેતુથી સેવાકીય કાર્ય કરી રહ્યાં છે.