- 15 લોકોને નાની મોટી ઈજાઓ થઈ
- 108ની મદદથી સારવાર અર્થે પાલનપુર ખસેડાયા
- ઘટનાની જાણ થતાં L & Tનાં સ્ટાફે ઘટના સ્થળે પહોંચીને તજવીજ હાથ ધરી હતી
ગુજરાત: શનિવારની મોડી રાત્રે ગુજરાતથી રાજસ્થાન તરફ જતી લકઝરી બસને નડ્યો અકસ્માત બસમાં સવાર 15 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. સદનસીબે મોટીજાનહાનિ ટળી હતી.
મળતી માહિતી અનુસાર શનિવારની મોડી રાત્રે ગુજરાતથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી ટ્રાવેલ્સબસનો ગંગાસાગર નજીક રોડ પર અચાનક ગાય આવી જતા ગાયને બચવવા જતા બસ પલ્ટી મારી ગઈ હતી. પલ્ટી મારતા બસમાં બેઠેલા 15 જેટલા પેસેન્જરોને નાંની-મોટી ઈજાઓ થઈ હતી. ઘયાલ થયેલા પેસેન્જરોને 108ની મદદથી પાલનપુર હોસ્પિટલ લઈ જવાયા હતા.
સદનસીબે મોટી જાન-માલનું નુકશાન થયું ન હતું. બસ પલ્ટી મારી જતા રોડ પર 5 KM સુધી ટ્રાફિકની લાંબી કતારો જોવા મળી હતી. જોકે ઘટનાની જાણ થતાં L & Tનો સ્ટાફ અને અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તજવીજ હાથ ધરી હતી અને ટ્રાફિકને ખુલ્લો કરાયો હતો.