- “કૂમકુમ ભાગ્ય” અભિનેત્રી જરીના રોશન ખાનનું હાર્ટ એટેકના લીધે થયુ નિધન
- અનેક સાથી કલાકારોએ ટ્વીટ કરી અને દુ:ખ વ્યક્ત કર્યુ
“કુમકુમ ભાગ્ય” અને “યે રિશ્તા ક્યાં કહલાતા હૈ” જેવી ખૂબ જાણીતી સિરિયલમાં નજર આવનારી અભિનેત્રી જરીના રોશન ખાનનું નિધન હાર્ટ એટેકથી થયુ હોવાનું માનવમાં આવે છે. ‘અભિનેત્રીએ માત્ર 54 વર્ષની ઉંમરે વિશ્વને અલવિદા કહ્યું. ‘કુમકુમ ભાગ્ય’ અભિનેતત્રી શ્રીતિ ઝા અને શબ્બીર આહલુવાલિયા એ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે, સાથે જ તેમના મૃત્યુ પર દુ: ખ વ્યક્ત કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કુમકુમ ભાગ્યમાં ઈંદુ દાદીની ભૂમિકા ભજવનારી ઝરીના રોશન ખાનની મોતને હાર્ટ એટેક ગણાવવામાં આવી રહી છે.
ઝરીના રોશન ખાનને લઈને શ્રીતિ ઝા અને શબ્બીર આહલુવાલિયાની પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ટીવી કલાકારોની સાથે તેમના ચાહકો પણ પોસ્ટ પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને અભિનેત્રીના નિધન પર દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. અભિનેત્રી શ્રીતિ ઝાએ ઈન્દુ દાદી એટલે કે ઝરીના રોશન ખાનના નિધન પર તેની સાથેનો એક ફોટો શેર કર્યો હતો. આ સાથે અભિનેત્રીએ તેનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે હવા હવાઇ ગીત પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે. પોતાનો ફોટો અને વીડિયો શેર કરતાં અભિનેત્રીએ હાર્ટ બ્રેકિંગ ઇમોજી પણ મૂક્યું હતું.
શ્રીતિ ઝા ઉપરાંત શબ્બીર આહલુવાલિયાએ ઝરીના રોશન ખાન સાથેનો ફોટો પણ શેર કર્યો હતો. ફોટા શેર કરતા લખ્યું કે, ‘યે ચાંદ સા રોશન ચહેરા …’ કુમકુમ ભાગ્ય સીરિયલના બાકીના કલાકારોએ પણ એ અભિનેત્રીને યાદ કરતાં તેમના સોશ્યલ મીડિયા હેન્ડલ્સ સાથે તસવીરો શેર કરી હતી. જણાવી દઈએ કે ઈન્દુ દાદી સિવાય ઝરીના રોશન ખાન પણ “યે રિશ્તા ક્યા કહલાતા હૈ”માં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ સિરિયલમાં તેણે ગોપી દાદીની ભૂમિકા ભજવી હતી. આ સિવાય બાકીની સિરિયલોમાં અભિનેત્રીએ માતા કે દાદીની ભૂમિકા પણ નિભાવી છે.