પરેશ રાવલ, ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર અને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ અમદાવાદ જેવા સુંદર શહેરથી તૂફાનના વર્ચ્યુઅલ પ્રવાસનો પ્રારંભ કર્યો!

મનોરંજન: એમેઝોન પ્રાઇમ વીડિયોપર તૂફાનના વર્લ્ડ પ્રિમીયર પહેલા તૂફાને સ્થાનિક મીડિયા સાથે ખાસ મુલાકાત કરી. એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા એક્સેલ એન્ટરટેઇનમેન્ટ અને ROMP પિક્ચર્સના સહયોગથી રજૂ કરાયુ છે. તૂફાનનું નિર્માણ રિતેષ સિધવાણી, ફરહાન અખ્તર અને રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા કરવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તરની સાથે મૃણાલ ઠાકુર, પરેશ રાવલ, સુપ્રિયા પાઠક શાહ અને હુસૈન દલાલ આગવી ભૂમિકામાં છે અને તેનું દિગ્દર્શન રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા કરવામાં આવ્યુ છે એમેઝોન પ્રાઇમ વીડિયો પર તૂફાનના લોન્ચ પહેલા તૂફાન ટીમ – પરેશ રાવલ, ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર અને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ…

‘જો ન્યાય નહીં મળે તો છેક દિલ્હી જઈશ’, સાયકલ મારફતે ન્યાય મેળવવા નીકળેલા ખેડૂતની વેદના

ગીર સોમનાથના વાવડી ગામના ખેડૂતની જમીનનું બારોબાર વેંચાણ થયેલું, 20 વર્ષ થયાં છતાં ન્યાયનો છાંટો પણ નહીં! જો ન્યાય નહીં મળે તો સીધા દિલ્હી જશે સાયકલથી ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને આ બાબતે જાણ કરેલી ગુજરાત: ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના 66 વર્ષીય ખેડૂતની જમીન 20 વર્ષ પહેલાં અમુક શખ્સો મળીને નકલી(ડુપ્લિકેટ) સહી દ્વારા ખોટા દસ્તાવેજો તૈયાર કરીને અંબુજા સિમેન્ટ કંપનીને બારોબાર વેંચી દીધી હતી. જે બાબતે ખેડૂત દ્વારા અનેક વખત પોલીસમાં ધક્કા કર્યા બાદ પાંચ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ એક મહિનામાં જ આરોપીને આગોતરા જામીન મળી ગયેલાં.…

શું તમે રસ્તે આવતા ખાડાઓથી પરેશાન છો? તો જાણો એક નિવૃત દંપતી આ ખાડા દૂર કરવા કરી રહ્યા છે આવું કામ

હૈદરાબાદના વૃદ્ધ દંપતી 11 વર્ષથી રોડ પર પડેલા ખાડા પુરી રહ્યા છે પેંશનના પૈસા થી પુરી રહ્યા છે ખાડા નેશનલ: હૈદરાબાદના વૃદ્ધ દંપતી 11 વર્ષથી પોતાની પેંશનમાંથી રોડ પર પડેલા ખાડા પુરી રહ્યા છે. હૈદરાબાદ(તેલંગાણા)ના ગંગાધર તિલક અને તેમના પત્ની વૈનકેટેશ્વરી કતનમ છેલ્લા 11 વર્ષોથી તેમની પેંશનના રૂપિયાથી જાહેરમાર્ગ પર પડેલા ખાડા પુરવાનું કામ કરી રહ્યા છે. 74 વર્ષીય તિલકે જણાવ્યું કે, “અમે 11 વર્ષોમાં 40 લાખ રૂપિયા ખર્ચીને સમગ્ર શહેરના કુલ 2030 ખાડા પુરવાનું કામ કરી ચુક્યા છીએ.” તેઓ રેઈલ વે માંથી નિવૃત્તિ બાદ અહીં શિફ્ટ થયાં, રોડ પર…