- ઑક્સીજનની સુવિધા ન હોવાને કારણે લોકો પ્રાઇવેટ હોસ્પિટલોમાં જઇ રહ્યા છે
- ઑક્સીજન સાથે કોવિડ સેન્ટર તરીકે જલ્દી સુવિધા પૂરી પાડવામાં આવે
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બનાસકાંઠા જિલ્લાના કલેકટર ને સંબોધીને વડગામના મોરિયા ગામ ખાતે આવેલ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (Community Health Centers) માં ઑક્સીજન સાથે કોવિડ સેન્ટર તરીકે જલ્દી સુવિધા પૂરી પાડવામાં આવે એવું જણાવ્યું છે. સાથે દર્શાવેલ પત્રમાં જીગ્નેશ મેવાણીએ એ પણ જણાવ્યું છે કે
જો 72 કલાકમાં આ CHCને ઑક્સીજન પૂરો પાડી કોવિડ કેર સેન્ટર તરીકે ચાલુ કરવામાં ન આવ્યું તો અમોએ ધારણા ઉપર બેસવાની ફરજ પડશે
વડગામના મોરિયા ગામમાં આવેલ સરકારી દવાખાનામાં હાલ 21 બેડની વ્યવસ્થા તો છે પરંતુ ઑક્સીજનની સુવિધા ન હોવાને કારણે લોકો પ્રાઇવેટ હોસ્પિટલોમાં જઇ રહ્યા છે. જીગ્નેશ મેવાણીએ એ પણ ઉમેર્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં જનાર સામાન્ય દર્દીને લૂંટવામાં પણ આવે છે જે અન્વયે જો સરકારી સુવિધામાં જ જો ઑક્સીજનની સુવિધા મળે તો લોકોએ હેરાન ન થવું પડે.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ સોશિયલ મીડિયાના માધ્યમથી તંત્રને એ પણ પૂછ્યું હતું કે ” ખાનગી હોસ્પિટલોમાં ઓકસીજન જાય અને સરકારી CHCમાં નહી ?