ધ્રાંગધ્રાના હોલસેલના વેપારીના ₹ 2.50 લાખ ભરેલો થેલો ઝૂંટવી બે શખ્સો ફરાર

વૃંદાવન સોસાયટી નજીક બાઇક પર બે શખ્સોએ વેપારીની એક્ટિવા ઉભી રાખી પૈસાનો ધેલો લઈ ગાયબ વેપારીએ બે અજાણ્યા બાઇક સવાર સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી ગુજરાત: ધ્રાંગધ્રાના વેપારી ધંધાની અને ઉઘરાણીની રકમ મળી કુલ 2.50 લાખ રોકડ રકમ થેલામાં રાખી નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરીને ઘરે જઇ રહ્યાં હતાં. ત્યારે રસ્તામાં બે શખ્સોએ વેપારીની એક્ટિવા ઉભી રાખી રૂપિયાનો ધેલો ઝૂંટવી નાસી છૂટ્યા હતાં. વેપારીએ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ધ્રાંગધ્રાના વેપારી અનિલભાઈ મહેતા કિરાણા સ્ટોરની હોલસેલની દુકાન ચલાવે છે. દુકાનમાં તેમની સાથે તેમનો દીકરો ભાવિન અને…

સેઝલો મિલોઝે લખ્યું છે કે: મોટે ભાગે પુરુષોએ જ લખેલી કવિતાઓમાં મને રસ પડતો નથી!

સેઝલો મિલોઝે લખ્યું છે કે: મોટે ભાગે પુરુષોએ જ લખેલી કવિતાઓમાં મને રસ પડતો નથી, પણ જીવંત સ્ત્રી, ખાસ કરીને પોતે પોતાને જ લાક્ષણિકરૂપે વ્યક્ત કરતી હોય તેવી સ્ત્રી, મારે માટે રસનો વિષય છે. ગયાં અઠવાડિયે અલગ-અલગ રાજ્યની ભારતીય કવયિત્રીઓની કવિતાઓ વાંચી હતી. હવે આ અંકમાં દેશના વિદેશની કવયિત્રીઓએ લખેલી કવિતાઓનો આસ્વાદ લઈએ. ઇસાડોરા ડંકન નામની અમેરિકન કવયિત્રી એ એક શૃંગારિક કવિતા લખી છે: મારી તો પરમાર પાતળી, શ્વેત સુંવાળા હાથ; હૈયું રાજી-રાજી કરતી એવી છે તહેનાત! ફૂટ્યાં સ્તનના બે ગલગોટા ગોળગોળ મધમીઠા; ભૂખ્યા મારા મુખને દેતાં આમંત્રણ અણદીઠા! ખિલખિલ…

“આવો વિવાનની વ્હારે”, માલવણ ચોકડી ટોલટેક્સ ખાતે સેવાભાવી યુવાનોની મદદની માંગણી

મસ્ક્યુલર એટ્રોફીથી પીડિત વિવાનની મદદ અર્થે ધ્રાંગધ્રા, ખેરવા અને માલવણનાં યુવાનો એકઠાં થયાં ધૈર્યરાજની માફક વિવાનને પણ 16 કરોડનું ઇન્જેક્શન મળી રહે તે માટે ગુજરાતની જનતાને મદદ કરવા અપીલ ધ્રાંગધ્રા-માલવણ વાઇવે પર આવેલ માલવણ ચોકડી ટોલટેક્સ ખાતે સેવાભાવી યુવાનોએ પરિવહન કરતાં વાહન ચાલકો પાસેથી દાન એકઠુ કરી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી છે. યુવાનો દ્વારા “આવો વિવાનની વ્હારે” અને “વિવાનને મદદ કરો” તેવા પોસ્ટર સાથે પરિવહન કરતાં રાહદારીઓને દાન કરવા જણાવી રહ્યાં છે. ધૈર્યરાજની માફક વિવાનને પણ 16 કરોડનું ઇન્જેક્શન મળી રહે તે માટે ગુજરાતની જનતાને મદદરૂપ થવા કરી અપીલ. ગીર…

ધ્રાંગધ્રાના વોર્ડ 4માં આવેલી ખૂલ્લી ગટરમાં ગાય પડી જતાં તાત્કાલિક JCB મારફતે ગાયને બહાર કાઢવામાં આવી

ગટરમાં ગાય ખાબકી હોવાની આ ચોથી ઘટના, અનેક વખત બાળકો, વૃદ્ધ અને ગાયો પડવા છતાં તંત્ર ઊંઘમાં નજીકમાં શાળા અને આંગણવાડી હોવાથી બાળકોના વાલીમાં છવાયો રોષ, “અમારા બાળકોની જવાબદારી કોણ લેશે??” ગુજરાત: ધ્રાંગધ્રા વોર્ડ નંબર 4 માં આવેલી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી જતા જીવદયા પ્રેમીઓમાં રોષ છવાયો હતો. ગટર ખૂલ્લી હોવાના કારણે રાહદારીઓ અને સ્થાનિક રહીશોને ગટરમાં પડી જવાનો ભય રહે છે. સ્થાનિકોનું કહેવું છે કે, અવર-નવર ગાય ગટરમાં પડી જતી હોવા છતાં ખૂલ્લી ગટરને ઢાંકવાનો તંત્ર પાસે સમય જ નથી. ઉપરાંત કે, આ વિસ્તારમાં શાળા નંબર 7 અને આંગણવાડી…

‘કોરોનાની ત્રીજી લહેર’ અને આમિરની ત્રીજી પત્ની સાથે આવશે’ આ લોકોએ ફાતિમાને પાઠવી શુભેચ્છાઓ

મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવના છૂટાછેડાની વાત ટોક ઓફ ધ ટાઉન બની છે. તેમના છૂટાછેડાનું કારણ હજુ સુધી સસ્પેન્સ જ છે. એક સમયે કિરણ રાવમાં આમિરને અસલ મહોબ્બત દેખાતી હતી. આમિર ખાન અને કિરણ રાવનો સંબંધ 15 વર્ષમાં પૂરો થઈ જશે એ વાત તેમના ચાહકોને પચી નથી. આમિર ખાન કિરણને ખૂબ પ્રેમ કરતો હતો. એક સમયે આમિરના આવા શબ્દો હતા : ‘ હું પોતાની લાઈફને કિરણ વગર અધૂરી સમજું છું. હું તેના વગર મારી લાઈફની કલ્પના પણ નથી કરી શકતો’. બોલીવૂડના સુપરસ્ટાર આમિર ખાન ફિલ્મોની…

કોરોના વેક્સિનનું સર્ટિફિકેટ તમારા મોબાઈલમાં જ છે, આ રીતે મેળવો સર્ટિફિકેટ

તમે કઈ વેક્સિન લીધી છે એ તમને ખબર પડશે તમે કઈ તારીખે વેક્સિન લીધી છે એ તમને ખબર પડશે તમે ક્યાં સ્થળેથી વેક્સિન લીધી છે એ પણ ખબર પડશે કોરોનાને ફેલાતો અટકાવવા કોરીનાની વેક્સિન લેવી અત્યંત જરૂરી બને છે જેનું પરિણામ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે કોરોનાનાં કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. માટે કોરોનાની વેક્સિન મેળવી લેવું જરૂરી થઈ પડે છે. આ સાથે કોરોનાની વેક્સિન લીધા પછી પણ ઘણાને જાણ નથી કે કઇ રીતે સર્ટિફિકેટ મેળવવું તો જાણો આ પ્રમાણે મળે છે કોરોનાનું પ્રમાણપત્ર લોકો google માં covid certificate…

રાજ્યમાં કુલ 2 કરોડ 59 લાખ 62 હજાર 782 વ્યક્તિઓને કોરોના વિરોધી રસીના ડોઝ અપાયા

ગુજરાત: ગુજરાત રાજ્યમાં કુલ 2 કરોડ 59 લાખ 62 હજાર 782 વ્યક્તિઓને કોરોના વિરોધી રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં ગઇકાલે 2 લાખ 84 હજાર 791 વ્યક્તિઓને કોરોના વિરોધી રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં ગઇકાલે 8,312 પ્રથમ હરોળનાં કર્મીઓ તેજ આરોગ્ય કર્મીઓને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. જ્યારે 1,21,904 જેટલા 45 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓને કોરોના વિરોધી રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં 1,54,575 જેટલા 18 થી 45 વર્ષ સુધીના વ્યક્તિઓને કોરોના વિરોધી રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે.આ સાથે જ ગુજરાત રાજ્યમાં કોવિડથી સાજા થવાનો દર 98.44 ટકા…

દેશમાં નાના રાજ્યોમાં કોરોનાનાં કેસ વધતાં કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો, જાણો તે 6 રાજ્યનાં નામ

નેશનલ: દેશમાં કોરોના કેસની સંખ્યા ચોક્કસપણે ઘટી છે. પરંતુ કેન્દ્ર સરકારનાં કામકાજમાં ઢીલાઈ જરાઈ કરી નથી. તાજેતરનાં સમયમાં નાના રાજ્યોમાં ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં કોરોનાનાં નવા કેસોની સંખ્યામાં વધારો થયો છે. ત્યાર પછી કેન્દ્ર સરકારે છ રાજ્યોમાં ટીમો મોકલી છે. કોવિડ -19નાં નિયંત્રણ અને નિવારણ હેઠળ આ ટીમો અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર, ઓડિશા, કેરળ અને છત્તીસગ સહિતનાં છ રાજ્યોમાં મોકલવામાં આવી છે. આ ઉચ્ચ સ્તરીય ટીમમાં ક્લિનિશિયન અને જાહેર આરોગ્ય નિષ્ણાત શામેલ હશે. મળતી માહિતી મુજબ આ ટીમ કોવિડ -19 મેનેજમેન્ટ, મોનિટરિંગ, કન્ટેન્ટ ઓપરેશન અને ત્યાંનાં પરીક્ષણ જેવા કામોની દેખરેખ…

યુરોપિયન યુનિયનનાં નવ દેશોએ ભારતની કોવિશિલ્ડ રસી લીધેલા પ્રવાસીઓને આપી લીલી ઝંડી

ઇન્ટરનેશનલ: કોવિશિલ્ડ અને કોવાક્સિન રસી લેનારા ભારતીયોને યુરોપમાં પ્રવાસ કરવા દેવામાં આવે તેવી ભારત સરકારની વિનંતીને પગલે યુરોપના નવ દેશોએ કોવિશિલ્ડ રસી લેનારાઓને તેમના દેશમાં પ્રવાસ કરવાની પરવાનગી આપી છે. ઓસ્ટ્રિયા, જર્મની, સ્લોવેનિયા, ગ્રીસ, આઇસલેન્ડ, આર્યલેન્ડ અને સ્પેને કોવિશિલ્ડ રસી લેનારાઓને તેમના દેશમાં પ્રવાસ કરવાની છૂટ આપી છે. શેંઝેન સ્ટેટ તરીકે સ્વિત્ઝરલેન્ડ પણ કોવિશિલ્ડ રસીન માન્યતા આપી છે. ઇસ્ટોનિયાએ તો ભારત સરકારે મંજૂરી આપેલી તમામ રસીઆ લેનારાઓેને પ્રવાસ કરવાની માન્યતા આપી છે. યુરોપિયન યુનિયનના ડિજિટલ કોવિડ સર્ટિફિકેટ અથવા ગ્રીન પાસ ધરાવનારાઓ હવે કોરોના મહામારી દરમ્યાન યુરાપમાં મુક્ત અવરજવર કરી શકશે.…

ચાલુ ટ્રેનમાંથી ઉતરતા મુસાફર પ્લેટફોર્મ પર પટકાયો.. RPF જવાન બની ગયો સુપર હીરો

નેશનલ: હાલમાં મુંબઈ બોરીવલી સ્ટેશનનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાલુ ટ્રેનમાંથી ઊતરતી સમયે યુવક પડી ગયો હતો. જેથી પ્લેટફોર્મ એને ચાલુ ટ્રેન વચ્ચે અટવાયો હતો. આ ઘટના દરમિયાન ત્યાં હાજર રહેલા RPFનો જવાન આ મુસાફર માટે સુપર હીરો બનીને આવ્યો હતો. રેલવે પોલીસનાં જવાનની ત્વરિતતા અને સમજદારીનાં મુસાફરનો જીવ બચી જવા પામ્યો હતો જેનો વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.