ધર્મ: ચૈત્ર અને આસો નવરાત્રી દેશભરમાં ખૂબ જ આદરપૂર્વક ઉજવવામાં આવે છે. આ વર્ષે, ચૈત્ર નવરાત્રી 13 એપ્રિલથી શરૂ થશે અને 21 એપ્રિલે સમાપ્ત થશે. નવરાત્રી દરમિયાન, આખા નવ દિવસોમાં દરેક બાજુ ભક્તિમય વાતાવરણ રહે છે. તો ચાલો આપણે જાણીએ કે જ્યોતિષ મુજબ આ નવ દિવસ દરમિયાન આ વસ્તુઓનું પાલન કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે. મંદિર તથા પૂજા સ્થળની સાફ સફાઈ: નવરાત્રીની શરૂઆતના એક દિવસ પહેલા ઘરનું મંદિર અથવા પૂજા સ્થળને સાફ કરો. એવું માનવામાં આવે છે કે નવરાત્રીના પહેલા દિવસે માતા દુર્ગા ઘરે આવે છે. તેથી, માતાના આગમન…
Year: 2021
ચેન્નઈનાં ચિદંબરમ સ્ટેડિયમમાં આજે સાંજે 7:30એ જોવા મળશે બે વિદેશી સુકાની વચ્ચે ટક્કર
KKR પાસે છે બેટિંગ પાવર મજબૂત તો SRH પાસે છે બોલિંગની આક્રમકતા મોર્ગન અને વોર્નર વચ્ચે જોવા મળશે સર્વોપરિતા માટેની જંગ IPL: સનરાઈસ હૈદરાબાદ પાસે છે, મજબૂત અને ઘાતક બોલિંગ પાવર. તો સામે કોલકત્તા નાઈટ રાઈડર્સ પાસે છે મજબૂત બેટિંગ ક્રમ, આજે સાંજે 7:30એ ચેન્નઇનાં ચિદંબરમ સ્ટેડિયમમાં જોવા મળશે. બે વિદેશી સુકાની વચ્ચે સર્વોપરિતા પુરવાર કરવાની જંગ. ભૂતપૂર્વ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ રવિવારે સનરાઈસ હૈદરાબાદ સામે રમાનાર આઇપીએલમાં બેસ્ટ કોમ્બિનેશન કરવા હેતુથી સીઝનની શરૂઆત કરશે. હૈદરાબાદ સામે કોલકાતાનું પલડું મજબૂત જોવા મળી રહ્યું છે. IPL-14ની સીઝનમાં કોલકાતાનું નેતૃત્વ સૌથી સફળ…
અમદાવાદનાં ભૂવાએ પકડી ગાય , મરતા મરતા બચાવી કોર્પોરેશને
રાત્રે એક ગાય એક ખાડામાં (ભૂવામાં) પડી હતી ગુજરાત: રાત્રિએ આસ્ટોડિયા સર્કલ નજીક એક ગાય ખાડામાં પડી ગઇ હતી. ગાય ખાડામાં કઈ રીતે પડી! એની જાણકારી હજુ સુધી મળી નથી. પરંતુ ગાયનાં બરાડા પાડવાનો અવાજ આજુ બાજુમાં રહેતા રહીશોને કાને પડતા આ ગાયને શોધીને ગાયને બહાર લાવવાની મેહનત શરૂઆતમાં જાતે કરી હતી પરંતુ ગાય ખાડાની વધારે અંદર જતા તત્કાલીક ધોરણે કોર્પોરેશનનાં જાણીતા લોકોનો સંપર્ક લોકોએ સાધ્યો હતો સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં રસ્તાઓ પર આમ આટલા ઊંડા ખાડામાં એક ગાય જેવું પ્રાણી કઈ રીતે પડી શકે? શું ત્યાં પહેલેથી જ આ…
સિંગર મિકાસિંઘએ સ્ટેજ પર ગીત ગાતા ગાતા એવું તો શું કર્યું કે લોકો જોતાં જ રહી ગયા
મનોરંજન: સિંગર મીકા સિંઘના ગીતો પર લોકો ઝૂમી ઉઠતાં હોય છે. પરંતુ તેમના એવા કિસ્સાઓ પણ છે, જેના કારણે ચાહકોને પણ ઘણું વિચારવાની ફરજ પડે છે. આ સમયે મીકા સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે વીડિયોમાં મીકાએ લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો છે. આ વાત તેણે નેશનલ ટીવી પર બધાની સામે બતાવી દીધી છે. મિકાસિંઘએ લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો. વાયરલ વીડિયોમાં, રિયાલિટી શો ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગનો છે, જ્યાં મીકા સ્ટેજ પર જોરદાર પ્રદર્શન આપી રહ્યાં છે. તેઓ ‘મુજસે શાદી કરોંગે’ ગીત ગાઈ રહ્યા હતાં.…
પહેલી જ આઇપીએલ મેચમાં લાગ્યો ધોનીને 12 લાખનો દંડ
ધોનીને લાગ્યા એક સાથે 2 ઝટકા IPL: CSK નાં સુકાની કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે આઇપીએલ 14ની પહેલી મેચ નિરાશાજનક રહી. ધોની પહેલી મેચમાં શૂન્ય રન પર આઉટ થયો, સાથે મેચ પણ હારી ગયા. સાથે ધોની ને 12લાખ ના દંડનો પણ ઝટકો લાગ્યો. આ દંડ દિલ્હી કેપિટલ સામે ધીમી ગતિએ ઓવર કરવા માટે કરવામાં આવ્યો છે. આઇપીએલએ જાહેર કર્યું કે ‘ ચેન્નઈ સુપર કિંગ્સનાં કેપ્ટન પર દંડ કરવામાં આવ્યો છે. કારણ કે તેની ટીમે 10મી એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ સામેની મેચમાં ધીમી ગતિએ ઓવર કરી હતી.’ આઈપીએલનાં નિયમ અનુસાર…
જાણો, દિલ્હીમાં કોરોનાની સ્થિતિ અંગે શું કહ્યું અરવિંદ કેજરીવાલ
નેશનલ: દિલ્હીમાં કોરોનાના વધતા જતા જોખમને જોતા સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમારી સરકાર કોરોના સંક્રમણ અટકાવવા 3 સ્તરે કામ કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો હોસ્પિટલોની અંદર બેડની તંગી હોય તો દિલ્હીમાં લોકડાઉન લગાડવું પડી શકે છે. તેમણે કહ્યું કે ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે, તેમનું પાલન કરો. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવું પડશે, માસ્ક પહેરો અને જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળો. અમે હોસ્પિટલમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સારવાર મળે એ માટે પ્રયાસ કરી રહ્યા છીએ. નવેમ્બર મહિનામાં 8½ હજારની ટોચ…
ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી પ્રચાર માટે આજે સભાઓ ગજવશે અને 6 જગ્યાએ રોડ – શો કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રવિવારે પશ્ચિમ બંગાળના ચૂંટણી રાજ્યમાં છ જાહેર કાર્યક્રમોને સંબોધન કરશે. આ છ જાહેર કાર્યક્રમોમાંથી તે રાજ્યમાં ત્રણ રોડ શોને સંબોધન કરશે. સૌ પ્રથમ, શાહ બપોરે 12:20 વાગ્યે શાંતિપુરમાં એક રોડ શો કરશે. કાર્યક્રમની સમાપ્તિ પછી, તેઓ બપોરે 1:30 કલાકે રાણાઘાટ દક્ષિણ ખાતે એક રોડ શો કરશે અને ત્યારબાદ શાહ બસિરહટ દક્ષિણમાં બપોરે 3:40 કલાકે જાહેર સભાને સંબોધન કરશે. ચોથા કાર્યક્રમ પાનહરિ ખાતે બપોરે 04:25 કલાકે એક રોડ શો હશે. કેન્દ્રીય ગૃહમંત્રીના અંતિમ બે જાહેર કાર્યક્રમો ટાઉનહોલમાં બેઠકોના રૂપમાં હશે. સાંજે 5:30 કલાકે કમર્તી ખાતે ટાઉનહોલમાં…
CSK ને ધવન અને પૃથ્વી નામનાં તોફાને હરાવ્યું, દિલ્હીને એકતરફી વિજય અપાવ્યો
ગુરુએ શિષ્યને શિખવેલી ટેકનિક, ગુરુ પર જ પડી ભારે દિલ્હીએ ચેન્નઈને સાત વિકેટે પરાજય આપ્યો, ચેન્નઈ 188/7, દિલ્હી 190/3 શિખર ધવન : આઇપીએલમાં 600 બાઉન્ડ્રી પૂરી કરનાર પ્રથમ ખેલાડી બન્યો લાંબા સમય બાદ આઇપીએલમાં રમનાર રૈનાએ ચોગ્ગા-છગ્ગાનો કર્યો વરસાદ IPL: શિખર ધવન અને પૃથ્વી શોની તોફાની બેટિંગથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ14ની પહેલી મેચમાં ચેન્નઈને 7 વિકેટે પરાજય આપ્યો. મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરી, ચેન્નઈએ 20 ઓવરમાં 7 વિકેટ આપી 188રન કર્યા હતા. દિલ્હી કેપિટલ્સનાં ખેલાડી ધવન અને શો આક્રમક બેટિંગ કરતા દિલ્હીને સરળતાથી મળી જીત, ધવને 54બોલમાં…
મહારાષ્ટ્રમાં લાગી શકે છે 8 દિવસનું લોકડાઉન
નેશનલ: મહારાષ્ટ્રમાં કોરોનાની ગતિને અંકુશમાં લેવામાં આવેલી બેઠકમાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, બધાએ સાથે મળીને નિર્ણય લેવો પડશે. સીએમએ કહ્યું કે જો લોકડાઉન લાદવામાં આવશે તો એક મહિનામાં કોરોના નિયંત્રણમાં આવશે. 15 અને 20 એપ્રિલની વચ્ચે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે છે. લોકડાઉન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કોરોના ચેઇનને તોડવી મહત્વપૂર્ણ છે. રસી લીધા પછી પણ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. બેઠક બાદ સીએમ ઉદ્ધવ ઠાકરેએ આઠ દિવસના સંપૂર્ણ લોકડાઉનનો સંકેત આપ્યો હતો. એક સપ્તાહ પછી કેટલીક છૂટ આપવામાં આવશે. સીએમ ઉદ્ધવે કહ્યું કે મીટિંગમાં ખૂબ સારા…
કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના વતનમાં લાગશે સ્વૈચ્છિક લોકડાઉન
ગુજરાત: રાજ્યમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. રાજ્યમાં અમદાવાદ અને સુરત ફરી એકવાર ડેથસ્પોટ બની રહ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આથી રાજકોટ તંત્ર સતર્ક થયું છે. રાજકોટમાં કોરોનાના વધતા કેસોને કારણે માર્કેટ યાર્ડના સત્તાધિશોએ અઠવાડિયાના શુક્ર, શનિ અને રવિવારે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સએ પણ સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરી છે. ચેમ્બરના આ નિર્ણયમાં સાથે 28 થી 30 એસોસિએશન જોડાશે. શનિવાર રવિવાર બે દિવસ બંધ રાખવામાં આવશે. તમામ વેપાર ઉદ્યોગ બે દિવસ બંધ રખાશે. તો બીજી તરફ,…