પહેલી જ આઇપીએલ મેચમાં લાગ્યો ધોનીને 12 લાખનો દંડ

  • ધોનીને લાગ્યા એક સાથે 2 ઝટકા

IPL: CSK નાં સુકાની કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે આઇપીએલ 14ની પહેલી મેચ નિરાશાજનક રહી. ધોની પહેલી મેચમાં શૂન્ય રન પર આઉટ થયો, સાથે મેચ પણ હારી ગયા. સાથે ધોની ને 12લાખ ના દંડનો પણ ઝટકો લાગ્યો. આ દંડ દિલ્હી કેપિટલ સામે ધીમી ગતિએ ઓવર કરવા માટે કરવામાં આવ્યો છે.

આઇપીએલએ જાહેર કર્યું કે ‘ ચેન્નઈ સુપર કિંગ્સનાં કેપ્ટન પર દંડ કરવામાં આવ્યો છે. કારણ કે તેની ટીમે 10મી એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ સામેની મેચમાં ધીમી ગતિએ ઓવર કરી હતી.’ આઈપીએલનાં નિયમ અનુસાર ઓછામાં ઓછી ગતિએ ઓવર કરવી પડે તે અનુસાર આ સીઝનનો પહેલો અપરાધ છે. તેથી 12 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 7 વિકેટથી હરાવી હતી. આ સાથે દિલ્હીએ આઈપીએલ 14 મી સીઝનમાં શાનદાર વિજય મેળવ્યો હતો. ચેન્નઈમાં પાછા ફરેલા ” MR. IPL” સુરેશ રૈનાએ 36 બોલમાં 3બાઉન્ટ્રી અને 4 સિક્સ સાથે 54 રન કર્યા હતા.

Related posts

Leave a Comment