અમદાવાદનાં ભૂવાએ પકડી ગાય , મરતા મરતા બચાવી કોર્પોરેશને

  • રાત્રે એક ગાય એક ખાડામાં (ભૂવામાં) પડી હતી

ગુજરાત: રાત્રિએ આસ્ટોડિયા સર્કલ નજીક એક ગાય ખાડામાં પડી ગઇ હતી. ગાય ખાડામાં કઈ રીતે પડી! એની જાણકારી હજુ સુધી મળી નથી. પરંતુ ગાયનાં બરાડા પાડવાનો અવાજ આજુ બાજુમાં રહેતા રહીશોને કાને પડતા આ ગાયને શોધીને ગાયને બહાર લાવવાની મેહનત શરૂઆતમાં જાતે કરી હતી પરંતુ ગાય ખાડાની વધારે અંદર જતા તત્કાલીક ધોરણે કોર્પોરેશનનાં જાણીતા લોકોનો સંપર્ક લોકોએ સાધ્યો હતો સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં રસ્તાઓ પર આમ આટલા ઊંડા ખાડામાં એક ગાય જેવું પ્રાણી કઈ રીતે પડી શકે?

શું ત્યાં પહેલેથી જ આ મોતનો ખાડો હતો કે પછી કોર્પોરેશનએ માત્ર રેતીનું સ્તર પાથરી દીધેલું ! એવી અટકળો રાતોરાત લોકોએ કરી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં આવા વારંવાર પડતા ખાડાઓ કે પછી ભૂવામાંની નવાઇ તો નથી જ પરંતુ આવનાર દિવસોમાં કોઈ જીવિત વ્યક્તિ જો આમ રાત્રે ફરવા નીકળ્યું તો એનો તો સત્યનાશ જ થઈ જવાનો ને!

Related posts

Leave a Comment