ચેન્નઈનાં ચિદંબરમ સ્ટેડિયમમાં આજે સાંજે 7:30એ જોવા મળશે બે વિદેશી સુકાની વચ્ચે ટક્કર

  • KKR પાસે છે બેટિંગ પાવર મજબૂત તો SRH પાસે છે બોલિંગની આક્રમકતા
  • મોર્ગન અને વોર્નર વચ્ચે જોવા મળશે સર્વોપરિતા માટેની જંગ

IPL: સનરાઈસ હૈદરાબાદ પાસે છે, મજબૂત અને ઘાતક બોલિંગ પાવર. તો સામે કોલકત્તા નાઈટ રાઈડર્સ પાસે છે મજબૂત બેટિંગ ક્રમ, આજે સાંજે 7:30એ ચેન્નઇનાં ચિદંબરમ સ્ટેડિયમમાં જોવા મળશે. બે વિદેશી સુકાની વચ્ચે સર્વોપરિતા પુરવાર કરવાની જંગ.

ભૂતપૂર્વ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ રવિવારે સનરાઈસ હૈદરાબાદ સામે રમાનાર આઇપીએલમાં બેસ્ટ કોમ્બિનેશન કરવા હેતુથી સીઝનની શરૂઆત કરશે.

હૈદરાબાદ સામે કોલકાતાનું પલડું મજબૂત જોવા મળી રહ્યું છે. IPL-14ની સીઝનમાં કોલકાતાનું નેતૃત્વ સૌથી સફળ સુકાનીમાનો એક ઈયોન મોર્ગન કરશે. મોર્ગને પાછલી સીઝનમાં અધવચ્ચેથી દિનેશ કાર્તિક પાસેથી કેપ્ટનશિપ સાંભળી હતી. જ્યારે બીજી બાજુ હૈદરાબાદનું નેતૃત્વ ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર કરી રહ્યો છે.

કોલકાતા પાસે બેટિંગ ક્રમ ને મજબૂત કરવા માટે ટોચનાં ક્રમે શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, નીતિશ રાણા અને અનુભવી ખેલાડી દિનેશ કાર્તિક મિડલ ઓર્ડરને મજબૂત કરી રહ્યા છે. સાથે સાથે હૈદરાબાદના બોલર્સ મારે આન્દ્રે રસેલ મોટો પડકાર બની શકે છે. કોલકાતા પાસે સ્પીનર્સમાં સુનીલ નારાયણ, હરભજન સિંહ, બાંગ્લાદેશનો સાકિબ અલ હસન અને જાદુઈ સ્પીનર્સમાં વરુણ ચક્રવર્તી છે.

હૈદરાબાદ પાસે છે ઘાતક અને મજબૂત બોલિંગ આક્રમણ. હૈદરાબાદમાં પેસ બોલર ભુનેશ્વર ની વાપસી થઇ છે. જેથી હૈદરાબાદની બોલિંગ ખૂબ મજબૂત બની છે. સાથે નવા બોલને આક્રમક બનાવવા યોર્કર ના જાણીતા ટી. નટરાજ પણ છે. જ્યારે અફઘાનિસ્તાનનો લેગ સ્પિનર રશિદ ખાન પણ કોઈપણ ટીમ માટે જોખમી બની શકે છે. જોકે હૈદરાબાદનું બેટિંગ પાસુ પણ મજબૂત કરવા ઓપનિંગ માં ડેવિડ વોર્નર અને જોની બેરિસ્ટો, સાથે મિડલ ઓવર માટે કેન વિલિયમસન, મનીષ પાંડે, રિદ્ધિમાન સાહા જેવા બેસ્ટ મેન પણ છે. ઓલરાઉન્ડર માં જેસન ફ હોલ્ડર જોવા મળશે.

આઈપીએલ રેકોર્ડની વાત કરીએ તો કોલકાતા નાઈટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધી 19 મેચ થઈ છે. કોલકાતાએ 12 મેચ જીતી છે, જ્યારે સનરાઇઝર્સને 7 માં સફળતા મળી છે. ( એક મેચ ટાઇ થઈ જે મેચ કોલકાતાએ જીતી હતી).

KKRનાં ખેલાડી :

ઈયોન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક, શુભમન ગિલ, નીતીશ રાણા, ટિમ સેફેર્ટ, રિંકુ સિંઘ, આન્દ્રે રસેલ, સુનિલ નારાયણ, કુલદીપ યાદવ, શિવમ માવી, લોકી ફર્ગ્યુસન, પેટ કમિન્સ, કમલેશ નાગેરકોટી, સંદીપ વોરિયર, પ્રખ્યાત કૃષ્ણા, રાહુલ ત્રિપાઠી, વરૂણ ચક્રવર્તી, શાકિબ અલ હસન, શેલ્ડન જેક્સન, વૈભવ અરોરા, હરભજન સિંઘ, કરૂણ નાયર, બેન કટીંગ, વેંકટેશ અય્યર અને પવન નેગી.

SRHનાં ખેલાડી :

ડેવિડ વોર્નર (કેપ્ટન), કેન વિલિયમસન, વિરાટ સિંહ, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, વૃદ્ધિમાન સાહા, જોની બેરસ્ટો, જેસન રોય, શ્રીવત્સ ગોસ્વામી, વિજય શંકર, મોહમ્મદ નબી, કેદાર જાધવ, જે સુચિત, જેસન હોલ્ડર, અભિષેક શર્મા અબ્દુલ સમદ, ભુવનેશ્વર કુમાર, રાશિદ ખાન, ટી નટરાજન, સંદીપ શર્મા, ખલીલ અહમદ, સિદ્ધાર્થ કૌલ, બેસિલ થમ્પી, શાહબાઝ નદીમ અને મુજીબ ઉર રેહમાન.

Related posts

Leave a Comment