IPL: ગઈકાલે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે મેચ યોજાઈ હતી, જેમાં મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઇડર્સને 10 રને હરાવી હતી. બોલીવુડના કિંગ એટલે કે શાહરૂખ ખાને પણ કેકેઆરની આ પરાજય અંગે ટવીટ કર્યું છે. સાથે જ તેમણે કેકેઆરના ચાહકોની માફી માંગી છે. તેમણે કેકેઆરની કામગીરી નિરાશાજનક ગણાવી. શાહરૂખ ખાનની ટ્વિટ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સોશ્યલ મીડિયા સાથે યુઝર્સ પણ તેના પર ટિપ્પણી કરી રહ્યા છે. ગઈકાલે યોજાયેલ કોલકાતા નાઈટ રાઇડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ અંગે શાહરૂખ ખાને ટ્વીટ કરીને લખ્યું હતું કે,…
Year: 2021
ચેન્નઈમાં આજે 7:30એ આઈપીએલની 5મી મેચ
કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ આમને સામને આઈપીએલની 14 મી સીઝનની 5 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) નો ચેન્નઈમાં મંગળવારે કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) નો સામનો કરવો પડશે. સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) ની સામે શાનદાર પ્રદર્શન કરનારી બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ તેમની લય જાળવવાના ઇરાદે મુંબઈ ઈન્ડિયન્સ સામે ઉતરશે. ચેન્નાઇનાં એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. છેલ્લા બે સીઝનમાં પ્લે ઓફમાં જગ્યા ન બનાવી શકનાર કેકેઆરએ રવિવારે પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 10 રને હરાવી હતી. ટોપ ઓર્ડરની આક્રમક બેટિંગ બાદ દિનેશ કાર્તિકની 9 બોલમાં…
કોરોનાનો ઉથલો, આપણી બેદરકારી અને સરકારી તંત્રની નફ્ફટાઈ!
…તો કોરોના મહામારી આવી. એના લીધે લોકડાઉન ય આવ્યું. નાગરિકોએ ભરપૂર સાથ આપ્યો. ધીમે ધીમે અનલોકડાઉન પણ થયું. થોડી-ઘણી છૂટ-છાટો ય મળી. પણ અર્થવ્યવસ્થાની કમર તૂટી ગઈ. સરકારે અસરકારક પગલાં ય લીધાં. રસી પણ આવી. તબક્કાવાર રસીકરણ પણ ચાલું થયું. અર્થવ્યવસ્થા ભાખોડિયા ભરતી ચાલવા લાગી. મોંઘવારીએ માઝા મૂકી. પેટ્રોલ-ડીઝલનાં ભાવ ક્યાંય આસમાને પહોંચ્યા. પણ લોકોએ બધું વેઠી લીધું. અગાઉની જેમ જ. અને ફરી કોરોનાએ ઉથલો માર્યો. રસી આવી એનાં પહેલાં બધાંને એવું લાગવા માંડ્યું હતું કે બોસ… એક વાર રસી આવી જાય, બધું જ સોલ્યુશન થઈ જશે. કારણ કે રસીકરણનો…
આજનો ઇતિહાસ : જલિયાવાલા બાગનાં હત્યાકાંડે, આઝાદીનો વિચાર બદલ્યો
ગાંધીજીએ જેને ‘કાળો કાયદો’ કહ્યો અને મોતીલાલ નેહરુના મતે ‘દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર’ લઈ લેવામાં આવ્યો. એવો કાયદો બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના કાયદા ખાતાનાં પ્રધાન રૉલેટનાં અધ્યક્ષ પદે ‘રૉલેટ ઍક્ટ’ ઘડી કાઢવામાં આવ્યો વર્ષ 1919માં. આ કાયદો ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવાના ઉદ્દેશથી ઘડાયેલો હતો. વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો આ કાયદો ‘કાળા કાયદા’ તરીકે ઓળખાયો. રોલેટ એક્ટ મુજબ ‘ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી હતી. તેના પર મુકદમો ચલાવ્યા વિના પણ દિવસો સુધી જે-તે વ્યક્તિને જેલમાં પૂરી રાખી શકાતી.’ આ કાયદાથી બ્રિટિશ સરકારને વિરોધીઓનું દમન કરવાની…
‘વાગલે કી દુનિયા’માં કોરોના વિસ્ફોટ થતાં, 90 ધારાવાહીકોના 9 હજાર લોકોએ કરાવ્યા કોરોના ટેસ્ટ
મનોરંજન: મુંબઇ સ્થિત ફિલ્મ અને ટીવી નિર્માતાઓની પ્રસિદ્ધ સંસ્થાને તેમના સભ્યોની શૂટિંગના સ્થળે હાજર રહેલા બધાને કોરોના ટેસ્ટ કરાવવાનું ત્યારે યાદ આવ્યું , જ્યારે કોરોના તેમના ટીવી અને વેબ શાખાના પ્રમુખ જેડી મજીઠીયાના સેટ પર કોરોના ફેલાઈ ગયો. સ્થિતિ એવી છે કે મજીઠીયાની સિરિયલ ‘વાગલે કી દુનિયા’ નું શૂટિંગ બંધ થઈ ગયું છે. મજીઠીયાના સેટ પર કોરોના ફેલાવાના સમાચાર પ્રકાશિત થતા ત્યારથી જ મુંબઈ ટેલિવિઝન ઉદ્યોગમાં ચકચાર મચી ગઈ છે. અગાઉ અહેવાલ છે કે સીરીયલ ‘વાગલે કી દુનિયા’ ના સેટ પર 39 લોકો કોરોના સંક્રમિત થયાં હતાં. એ પછી મજીઠીયાએ…
પંજાબ કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સ 4 રનથી હાર્યું
સંજુ સેમસનની સદી જીતવા માટે કામ ન આવી વાનખેડે સ્ટેડિયમમાં દિપક હુડાનાં 6 છગ્ગા અને 4 ચોગ્ગાનો થયો વરસાદ આઈપીએલની ચોથી મેચમાં જોવા મળ્યો 200 રન ઉપરનો સ્કોર સૌરાષ્ટ્રનાં ચેતન સાકરીયાએ કર્યું રાજસ્થાન રોયલ્સમાં ડેબ્યુ IPL: સુકાની તરીકે સંજુ સેમસનની 63 બોલમાં 119 રન હોવા છતાં રાજસ્થાન રોયલ્સ ને જીત ન મેળવી શક્યું. જીતવા માટે પંજાબે 20 ઓવરમાં 6 વિકેટે 217 રન બનાવ્યા હતા. જેમાં કેએલ રાહુલે 50 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 91 રન નોંધાવ્યા. જ્યારે દીપક હુડ્ડાએ 64 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 64…
ભારતીય હોકી ટીમે ઓલ્પિક ચેમ્પિયન આર્જેન્ટિનાને શૂટ આઉટમાં હરાવ્યું
હરમન પ્રીતે 60મી મિનિટે 2-2 ની બરાબરી કરાવી. શૂટ આઉટમાં ગોલકીપર શ્રીજેશનો અનુભવ કામ આવ્યો. સ્પૉર્ટસ: હરમનપ્રીત સિંહ અને ગોલકીપર પી.આર. શ્રીજેશનાં શાનદાર પ્રદર્શનને કારણે ભારતીય પુરૂષ હોકી ટીમે બ્યુનોસ એરેસમાં એફઆઇએચ પ્રો લીગની પ્રથમ મેચમાં શૂટઆઉટમાં ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિનાને હરાવી હતી. બે સમાન ટીમો વચ્ચેની આ મેચમાં ભારતને મેન ઓફ ધ મેચ હરમનપ્રીતે 21 મી મિનિટમાં પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી લીડ મેળવી હતી, પરંતુ માર્ટિન ફેરેરોએ 28મી અને 30 મી મિનિટમાં બે ગોલ કરીને યજમાનોને 2-1 આગળ વધાર્યા હતા. ત્યારબાદ આર્જેન્ટિનાની ટીમે મેચની અંતિમ ક્ષણો સુધી પોતાની લીડ જાળવી…
આજે પંજાબ અને રાજસ્થાનનાં હિટર બેસ્ટમેનો કરશે રનનો વરસાદ
આજે સાંજે 7:30એ જોવા મળી શકે છે મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં રનનો વરસાદ આજે વાનખેડે સ્ટેડિયમમાં ટક્કરમાં આવશે પંજાબ અને રાજ્સ્થાનની ટીમ IPL: IPL 14 ની ચોથી મેચમાં જોવા મળશે રાજ્સ્થાન રોયલ્સની સામે કિંગ્સ ઇલેવન પંજાબ. મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં 7:30એ શરૂ થશે. પંજાબ અને રાજસ્થાનની આ મેચમાં બને ટીમના હિટર બેસ્ટમેનો પર બધાની નજર રહશે. બન્ને ટીમનાં આઈપીએલ રેકોર્ડ શું કહી રહ્યા છે…..???? આઈપીએલમાં રાજ્સ્થાન અને પંજાબ 21 વખત સામસામે રમ્યું છે. જેમાં રાજ્સ્થાન 12 વખત જીત્યું છે. અને પંજાબ 9 વખત જીત્યું છે(જેમાં એક મેચ ટાઇ થઇ અને સુપર ઓવરમાં…
સરકાર સારી કામગીરી કરી રહી છે, તો લોકોને કેમ મુશ્કેલી પડી રહી છે? ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત: કોરોનાની સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લીધી હતી. ગુજરાત હાઈકોર્ટે આ અંગે સુઓમોટો નોંધ લેતાં હાઈકોર્ટે કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ શીર્ષક હેઠળ નવેસરથી જાહેર હિતની અરજી નોંધીને ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની બેંચે તેની આજે સુનાવણી હાથ ધરી હતી. ગુજરાત સરકાર તરફથી એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદી રજૂઆત કરી રહ્યા હતા. જેમા ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સુનાવણીમાં ઓનલાઇન ભાગ લઇ રહ્યા છે ઓગસ્ટમાં કેસો…
KKR એ SRHને 10 રને હરાવ્યું
હૈદરાબાદ સામે કોલકાતા નાઈટ રાઇડર્સ સળંગ 3જી વખત જીત્યું મનીષ પાંડે અને જોની બેરસ્ટોની અડધી સદી જીતવામાં કામ ન આવી IPL: KKRએ હૈદરાબાદને 10રને હરાવ્યું. SRH એ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરી, KKR એ 20 ઓવર માં 187 રન કર્યા. SRH જવાબમાં 20ઓવરમાં 177રન બનાવી શકી. 20 ઓવર પછી હૈદરાબાદે 5 વિકેટ ગુમાવી ને 177 રન કર્યા. જોકે મનીષ પાંડે દ્વારા 61 રન અને અબ્દુલ સમદ 19 રન સાથે અણનમ રહ્યા. જોકે તેઓ ટીમને મેચ જીતાવી ન શક્યા, જેથી કોલકાતા એ મેચને પોતાનાં નામે કરી. મેચમાં સૌથી વધુ રન કરનાર…